Market Opening 28 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિતના બજારોમાં નરમાઈ
યુએસ ખાતે બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 266 પોઈન્ટ્સના ઘટાડે 35491ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારો પણ રેડ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ લગભગ એક ટકા ડાઉન છે. ચીનનો શાંઘાઈ કંપોઝીટ પણ એક ટકાથી વધુનો ઘટાડો સૂચવે છે. જ્યારે કોરિયા, તાઈવાન અને હોંગ કોંગના બજારો 0.1 ટકાથી 0.44 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બુધવારે યુરોપિયન બજારો પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 2 પોઈન્ટ્સ નરમાઈ સાથે 18210ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ અથવા સાધારણ નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી 18300 પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો છે. આમ આ સપાટી તેના માટે અવરોધ બની છે. જ્યારે નીચે 18000નું સ્તર સપોર્ટ છે.
ક્રૂડમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.6 ટકા ઘટાડા સાથે 81.60 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે 84-86 ડોલરની રેંજ તોડી છે. જો તે 80 ડોલર નીચે જશે તો વધુ ઘટાડો દર્શાવી શકે છે. 75-77 ડોલરની રેંજમાં તેને સપોર્ટ મળી શકે છે. જે તેણે જુલાઈમાં દર્શાવેલી ટોચ હતી.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડ આજે સવારે પરી 1800 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 4.35 ડોલરના સુધારે 1803.15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે પીળી ધાતુમાં અન્ડરટોન મજબૂત છે. જો સોનુ 1800 ડોલર પર ટકશે તો તેના માટે હવેનો ટાર્ગેટ 1830-1835 ડોલરનો રહેશે. જે પાર થશે તો ઝડપી સુધારો જોવા મળશે.
મહત્વની હેડલાઈન્સ
• ટાઈટને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 641 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 199 કરોડ પરહતો. કંપનીની આવક કૂ. 4318 કરોડથી ઉછળી રૂ. 7170 કરોડ પર રહી હતી.
• બજાજ ઓટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1274.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1184 કરોડ પર હતો. કંપનીની આવક કૂ. 8623 કરોડની સામે રૂ. 8762.2 કરોડ પર રહી હતી.
• ક્યુમિન્સ ઈન્ડિયાઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં 51 ટકા વૃદ્ધિ સાથે રૂ. 220 કરોડનો નફો દર્શાવ્યો છે. તેની રેવન્યૂ 48 ટકા ઉછળી રૂ. 1690 કરોડ રહી હતી.
• એસકેએફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 118 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 65 કરોડ પર હતો. કંપનીની આવક 38 ટકા ઉછળી રૂ. 967 કરોડ રહી હતી.
• ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સઃ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 69 ટકા ઉછળી રૂ. 168 કરોડ રહ્યો છે. જ્યારે તેનું વેચાણ રૂ. 3260 કરોડ રહ્યું છે. જે ગયા વર્ષે રૂ. 1190 કરોડ પર હતું.
• યુનાઈટેડ સ્પિરિટ્સઃ બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 273 કરોડ રહ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 128 કરોડ પર હતો. કંપનીની આવક 9.2 ટકા સુધરી રૂ. 8150 કરોડ પર રહી હતી.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ લિ કૂપર ઈન્ડિયા બ્રાન્ડ્સની ખરીદી કરી છે.
• જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સ રૂ. 24.75 કરોડમાં હેશટેગ લોયલ્ટીમાં 35 ટકા હિસ્સાની ખરીદી કરશે.
• વેદાંતે તાસ્માનિયા સ્થિત એમટી લાયલ કોપર માઈનને ન્યૂ સેન્ચૂરીને વેચવા માટે કરાર કર્યાં છે.
• આઈટીસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિગાપેટ વોલ્યુમમાં 9 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે 9-10 ટકાના અંદાજની સમકક્ષ હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage