Market Opening 28 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર પોઝીટીવ, એશિયામાં નરમાઈ
નવા સપ્તાહે યુએસ બજારે કામકાજની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે કરી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 71 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે આજે સવારે મોટાભાગના એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર હોંગ કોંગ માર્કેટ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. તે 1.16 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે તાઈવાન અને કોરિયા 0.8-0.9 ટકાનો ઘટાડો સૂચવે છે. જાપાન 0.3 ટકા નરમાઈ દર્શાવે છે. ચીન પણ સાધારણ નેગેટિવ ટ્રેડ સૂચવી રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 47 પોઈન્ટ્સના સુધારે 17902.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી સોમવારે ફ્લેટ બંધ રહ્યો હતો. માર્કેટમાં એક્સપાયરી વીક પાછળ બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે. નિફ્ટી 17800ની નીચે ઉતરશે તો ઝડપથી 17600 અને ત્યારબાદ 17400ના સ્તરો જોવા મળે તેવી શક્યતા છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 79.07 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે જુલાઈ મહિનામાં દર્શાવેલી ટોચને પાર કરી છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઝડપી રિકવરી પાછળ ક્રૂડના ભાવ છેલ્લા કેટલાક સપ્તાહોથી સતત સુધરી રહ્યાં છે. તેમના માટે હવે 85 ડોલરનો ટાર્ગેટ છે.
ગોલ્ડમાં ડલ ટ્રેડ
વૈશ્વિક ગોલ્ડ છેલ્લાં સપ્તાહ ઉપરાંતથી સાંકડી રેંજમાં અથડાઈ ગયું છે. તે 1750 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગયા સપ્તાહે તેણે 1780 ડોલરની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાં ટકવામાં નિષ્ફળ ગયું હતું. યુએસ ખાતે ડોલરમાં મજબૂતી પાછળ યિલ્ડ્સમાં વૃદ્ધિને જોતાં ગોલ્ડમાં નરમાઈ જોવા મળી રહી છે. એનાલિસ્ટ્સ ગોલ્ડમાં નેગેટિવ બાયસ ધરાવે છે અને 1700 ડોલર સુધીનો ઘટાડો શક્ય હોવાનું જણાવે છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકાર ચાલુ નાણાકિય વર્ષના બીજી અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 5.03 લાખ કરોડનું ઋણ મેળવશે.
• 21 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 18 અબજ ડોલરથી વધુની નિકાસ થઈ હતી.
• બીપીસીએલ વિસ્તરણ માટે 13.5 અબજ ડોલરનો ખર્ચ કરશે. કંપની પેટ્રોકેમિકલ્સ, ગેસ, ઈવી અને રિન્યૂએબલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
• રિલાયન્સ ગુગલ સપોર્ટેડ ગ્લાન્સ ઈનમોબીમાં ટૂંકમાં રોકાણ પુરું કરે તેવી શક્યતા.
• સરકાર 130 કરોડ લોકો માટે ડિજિટલ હેલ્થ આઈડી બનાવશે.
• સરકારે આર્થિક તંદુરસ્તીનો કયાસ કાઢવા માટે નવો એમ્પ્લોયમેન્ટ સર્વે શરૂ કર્યો.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સે 4.52 અબજ ડોલરના પ્રવાહ સાથે સતત પાંચમા સપ્તાહે વૃદ્ધિ દર્શાવી.
• 27 સપ્ટેમ્બરે દેશમાં કુલ વરસાદ સરેરાશના માત્ર 2 ટકા જેટલો નીચો જોવા મળ્યો.
• સોમવારે વૈશ્વિક ફંડ્સે બજારમાં રૂ. 595 કરોડની વેચવાલી દર્શાવી. સ્થારે સ્થાનિક ફંડ્સે રૂ. 1400 કરોડની ખરીદી દર્શાવી.
• સરકાર 28 સપ્ટેમ્બરની મૂડીઝની બેઠકમાં રેટિંગ્સ અપગ્રેડ માટે માગણી કરશે.
• એનટીપીસીએ સીપીએસયૂ સ્કીમ હેઠળ 1.9 ગીગીવોટનો સોલાર પ્રોજેક્ટ્સ મેળવ્યો.
• આરબીઆઈએ આરબીએલ બેંકને રૂ. 2 કરોડની પેનલ્ટી ફટકારી.
• એચડીએફસી બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 6000 કરોડ ઊભા કરશે.
• એચડીએફસીએ બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષે રૂ. 500 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1100 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage