Market Opening 29 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં નરમાઈ વચ્ચે એશિયામાં પોઝીટીવ ટ્રેડ

બુધવારે રાતે યુએસ બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જોકે તેમ છતાં એશિયન બજારો પોઝીટીવ ટેરિટરીમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 165 પોઈન્ટ્સ નરમ બંધ આવ્યો હતો. એશિયન બજારોમાં જાપાન, હોંગ કોંગ, સિંગાપુર, કોરિયા, તાઈવાન અને ચીન- તમામ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં હેંગ સેંગ 0.9 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવે છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 123 પોઈન્ટ્સના સુધારે 14968 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-અપ સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. જો બજારમાં મજબૂતી જળવાશે તો નિફ્ટી ફ્યુચર્સ 15000નું સ્તર પણ દર્શાવી શકે છે. આજે એપ્રિલ એક્સપાયરીનો દિવસ છે અને તેથી બજારમાં બે બાજુની વધ-ઘટની શક્યતા છે. ત્રણ દિવસમાં 3 ટકાથી વધુ સુધારા બાદ બજાર વિરામ લેવાનું પસંદ કરી શકે છે.

ક્રૂડમાં તેજીવાળાઓની પકડ

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સુધારાતરફી જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો લગભગ દોઢેક મહિના બાદ 67 ડોલરની સપાટી પાર કરી ગયો છે. જે માર્ચની શરૂઆતમાં તેણે દર્શાવેલા 71 ડોલરના સવા વર્ષનો ટોપથી માત્ર 4 ડોલર છેટે છે. ક્રૂડ માટે આ સ્તર એક અવરોધ બની શકે છે. જોકે તે પાર થશે તો તે 75 ડોલર તરફની ગતિ દર્શાવશે.

ગોલ્ડ-સિલ્વરમાં મોટી વધ-ઘટ

કિંમતી ધાતુઓના ભાવમાં એકાંતરે દિવસે મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક કોમેક્સ ખાતે આજે સવારે ગોલ્ડ વાયદો 13 ડોલરના સુધારા સાથે 1287 ડોલર પર મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે સિલ્વર પણ 1.34 ટકા સુધારે ફરી 26.43 ડોલર પર જોવા મળી રહી છે. આમ એમસીએક્સ ખાતે પણ તેઓ ગેપ-અપ ટ્રેડ દર્શાવશે તે નક્કી છે. બુધવારે એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 1200ના ઘટાડે રૂ. 67750 પર બંધ રહી હતી. જ્યારે સોનુ રૂ. 201ની નરમાઈ સાથે રૂ. 47102 પર બંધ જોવા મળ્યું હતું.

મહત્વની હેડલાઈન્સ

· મહારાષ્ટ્રે મે મહિનાની મધ્ય સુધી લોકડાઉન લંબાવ્યું છે.

· એસેટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીઓ એમએફ યુનિટ્સમાં લઘુત્તમ 20 ટકા વળતર મેળવી શકશે.

· દેશના બોન્ડ યિસ્ડ કર્વને અંકુશમાં રાખવા આરબીઆઈએ બિલ પરચેસિઝમાં કરેલી વૃદ્ધિ.

· બુધવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 766 અબજ ડોલરની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 436 કરોડની ખરીદી કરી હતી.

· સાઉદી અરામ્કોએ રિલાયન્સમાં 20 ટકા હિસ્સા માટે વાતચીતને પુનઃ શરૂ કરી.

· અદાણી એન્ટરપ્રાઈઝ 5 મેના રોજ ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરશે.

· એફલ ઈન્ડિયા ક્યૂઆઈપી ઓફરિંગમાંથી 6.1 કરોડ ડોલર મેળવશે.

· દિશમાન કાર્બોજેને જણાવ્યું છે કે તેણે સ્વીસ સાઈટ માટે કો-ઈન્વેસ્ટમેન્ટ પેક્ટ કર્યાં છે.

· ઈન્ડિયામાર્ટ શીપવે ટેક્નોલોજીમાં 26 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે ટ્રકહોલમાં વધુ 3.02 ટકા હિસ્સો ખરીદશે.

· મારુતિ સુઝુકી હોસ્પિટલ્સને ઓક્સિજન ડાયવર્ટ કરવા માટે પ્લાન્ટ્સને બંધ રાખશે.

· ઓએનજીસીએ જણાવ્યું છે કે તે ઓઈલ અને ગેસ ફિલ્ડ્સ વિકસાવવા માટે વિદેશી ભાગીદાર શોધી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage