Market Opening 29 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં નવી ઊંચાઈ પાછળ એશિયા મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ નવી ટોચ પર બંધ રહેતાં અગ્રણી એશિયન બજારો પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો બેન્ચમાર્ક નિક્કાઈ 1.63 ટકા ઉછળી 27292ની 30 વર્ષની ટોચ પર જોવા મળી રહ્યો છે. જ્યારે તે સિવાય હેંગ સેંગ 1 ટકા મજબૂતી દર્શાવે છે. ચીન અને કોરિયા સાધારણ પોઝીટીવ છે. જ્યારે તાઈવાન નરમ ટ્રેડ થઈ રહ્યું છે.

SGX નિફ્ટી મજબૂત

સિંગાપુર નિફ્ટી 52 પોઈન્ટ્સની મજબૂતીએ 13940ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારમાં પણ નિફ્ટી 13900નું સ્તર કૂદાવશે. નિફ્ટી માટે 14000 અને 14100નો નવો ટાર્ગેટ રહેલો છે.

ક્રૂડ મક્કમ

ક્રૂડમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો પોઝીટીવ ટ્રેડ સાથે 51 ડોલર પ્રતિ બેરલ પર ટકેલો છે. જે ટૂંકમાં નવી 10 મહિનાની ટોચ દર્શાવી શકે છે.

ચાંદી મજબૂત, ગોલ્ડ હજુ પણ કોન્સોલિડેશનમાં

એમસીએક્સ ખાતે સોમવારે રાતે ગોલ્ડ 1.95 ટકા મજબૂતીએ 68825ના સ્તરે બંધ આવ્યું હતું. જ્યારે સોનું 0.02 ટકાની નરમાઈએ રૂ. 50062 પર બંધ જોવા મળ્યું હતુ. ચાંદીમાં રૂ. 70000નો સાયકોલોજિકલ અવરોધ છે. જે પાર થતાં તે ઝડપથી રૂ. 72000 અને રૂ. 74000ના સ્તર દર્શાવી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

·         આજથી વિપ્રોની શેર બાયબેક ઓફર શરૂ થઈ રહી છે. જે 11 ડિસેમ્બર સુધી ચાલશે.

·         જાહેર ક્ષેત્રના ધિરાણકારોને 2021-22માં 5.8 અબજ ડોલરની મૂડીની જરૂર પડશે એમ ઈકરાએ જણાવ્યું છે.

·         એપલના પીસીબી સપ્લાયકર્તા ઝેન ડીંગે ભારતીય યુનિટમાં 12 કરોડ ડોલરનું વધુ રોકાણ કર્યું.

·         ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સે ચાલુ વર્ષે સૌથી લાંબો ઈનફ્લો નોંધાવ્યો.

·         રોકાણકારોએ સતત આંઠમા સપ્તાહે 1 અબજ ડોલરનો ઈનફ્લો ઉમેર્યો

·         વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારોએ સોમવારે 1590 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.

·         સ્થાનિક સંસ્થાઓએ સોમવારે રૂ. 1390 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી.

·         સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકને સેબીએ આઈપીઓ માટે આપેલી મંજૂરી.

·         એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે આઈસીઆઈસી પ્રૂડેન્શિયલ લાઈફ સાથે કોર્પોરેટ એજન્ટ તરીકે કરાર કર્યાં છે.

·         બાયોકોને ટેક્રોલિમસ કેપ્સ્યૂલ્સની રજૂઆત સાથે યુએસ ખાતે જેનેરિક ફોર્મ્યુલેશન્સ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું.

·         કોલ ઈન્ડિયા રેલ્વે સાઈડિંગ્સમાં રૂ. 3370 કરોડનું રોકાણ કરશે.

·         ડિક્સોન ટેક્નોલોજિસની પાંખે મોટોરોલા મોબિલિટી સાથે સ્માર્ટફોન બનાવવા માટેનું ડિલ કર્યું છે.

·         ચીનમાંથી ખસેડાઈ રહેલી સપ્લાય ચેઈન્સનો ભારતને લાભ મળશે એમ સર્વે જણાવે છે.

·         ટાટા પાવરની પેટાકંપનીએ બિહાર ખાતે 5 કિલોવોટના બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું.

·         પીઈ ફર્મ એપેક્સ 3i ઈન્ફોટેકનો સોફ્ટવેર પ્રોડક્ટ્સ બિઝનેસ રૂ. 1000 કરોડમાં ખરીદશે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage