Market Opening 29 Jan 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં મજબૂતી વચ્ચે એશિયામાં મિશ્ર માહોલ

યુએસ ખાતે ગુરુવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 300 પોઈન્ટ્સના સુધારે 30600 પર બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 0.50 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયામાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. કોરિયા અને ઈન્ડોનેશિયા માર્કેટ્સ 0.7 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ત્યારે હોંગ કોંગ, સિંગાપુર અને શાંઘાઈ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે.

SGX નિફ્ટીમાં મજબૂતી

સિંગાપુર નિફ્ટી 122 પોઈન્ટ્સ મજબૂતી સાથે 13965ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. જોવાનું એ છે કે બજેટ અગાઉ નિફ્ટી 14000ના સ્તરને પાર કરે છે કે નહિ. અંતિમ બે સત્રોથી ઊંચા વોલ્યુમ સાથે 14000નું સ્તર તૂટ્યું છે અને તેથી તેને પાર થવામાં તકલીફ થઈ શકે છે. ઉપરાંત એકવાર પાર થયા બાદ માર્કેટ ત્યાં કેટલું ટકે છે તે પણ જોવાનું રહેશે.

ક્રૂડમાં મજબૂતી

વૈશ્વિક ક્રૂડના ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. તે 55 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.45 ટકા મજબૂતી સાથે 55.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે વાયદાનો મહત્વનો સપોર્ટ છે.

ગોલ્ડ-સિલ્વરમાં ગુરુવારે સાંજ બાદ લેવાલી

વૈશ્વિક બજારોમાં ગોલ્ડ-સિલ્વરમાં આક્રમક લેવાલી જોવા મળી હતી અને સ્થાનિક બજારમાં ભાવ ઉચકાયા હતા. જોકે પાછળથી વધ્યા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ 3 ડોલર મજબૂતી સાથે 1844 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 1.52 ટકા મજબૂતી સાથે 26.31 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. ગુરુવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ 0.5 ટકા ઘટાડે રૂ.  48624 પર બંધ રહ્યું હતું. જોકે ચાંદી 1.81 ટકા ઉછળી રૂ. 67740 પર બંધ રહી હતી.

મહત્વની હેડલાઈન્સ

·         આર્થિક સર્વેક્ષણમાં નાણાપ્રધાન 2021-22 માટે 11 ટકા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ રજૂ કરે તેવી શક્યતા છે.

·         આઈએમએફના મતે ભારત 2021-22માં ઉત્પાદનમાં 9 ટકા નુકસાન દર્શાવશે.

·         ભારતની ટોચની કાર ઉત્પાદક કંપનીએ માગમાં રિવાઈવલ પાસે ઈન્કમમાં 24 ટકા ઉછાળો નોંધાવ્યો.

·         ભારતી એરટેલે જણાવ્યું છે કે મંજૂરી આપવામાં આવશે તો તે મહિનાઓની અંદર જ 5જી સર્વિસ શરૂ કરી શકે છે.

·         ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર સુંદરમ ફાઈનાન્સ પ્રિન્સિપલ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ બિઝનેસની ખરીદી કરશે.

·         ગુરુવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 3713 કરોડની વેચવાલી નોંધાવી હતી.

·         સ્થાનિક રોકાણકારોએ ગુરુવારે રૂ. 673 કરોડની વેચવાલી નોંધાવી હતી.

·         ઈન્ડસ ટાવરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 4060 કરોડની આવક અને રૂ. 979 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

·         બ્લ્યૂડાર્ટે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 93.78 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 33 કરોડની ખોટ દર્શાવી હતી.

·         ઓરિએન્ટ સિમેન્ટે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 53.9 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 5.7 કરોડની ખોટ દર્શાવી હતી.

·         એચએસઆઈએલે રૂ. 35.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.7 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 489 કરોડથી વધી રૂ. 541 કરોડ રહી છે.

·         પિડિલાઈટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 446 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 346 કરોડ હતો. કંપનીએ રૂ. 2299 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે રૂ. 1927 કરોડ હતી. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage