Market Opening 29 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડ રેટ સ્થિર રાખશે, બોન્ડ બાઈંગ જાળવશે
યુએસ ફેડે તેની મોનેટરી સમીક્ષામાં બુધવારે રાતે જણાવ્યું હતું કે યુએસ અર્થતંત્ર હજુ મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ હાંસલ કરવાથી દૂર છે અને તેથી તે રેટ સ્થિર જાળવી રાખશે. ફેડ ચેરમેને જણાવ્યું હતું કે અર્થતંત્ર સારો દેખાવ કરી રહ્યું છે પરંતુ તેણે લેબર માર્કેટ ક્ષેત્રે હજુ આગળ જવાનું છે. ફેડ મિટિંગ બાદની પ્રેસ મિટિંગમાં તેમણે રેટ સ્થિર જાળવી રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ ફેડ દ્વારા સરકારી બોન્ડ બાઈંગ પ્રોગ્રામને પણ ચાલુ રખાશે. રોકાણકારોને ડર હતો કે ફેડ ટેપરિંગની વાત કરશે. જોકે તેણે આવો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
યુએસ માર્કેટ સાધારણ નરમ, એશિયા પોઝીટીવ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 100 પોઈન્ટ્સથી વધુના ઘટાડા સાથે સાધારણ નરમાઈ દર્શાવી રહ્યો હતો. જ્યારે એશિયામાં જાપાન, કોરિયા, સિંગાપુર સહિતના બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ચીનનું બજાર સહેજ રેડીશ જણાય છે. આમ ફેડના નિર્ણય બાદ ઈમર્જિંગ માર્કેટ્સ સારો દેખાવ દર્શાવી શકે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 24 પોઈન્ટ્સનો સાધારણ સુધારો દર્શાવી રહ્યો છે. આમ ભારતીય બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. અલબત્ત, આજે જુલાઈ સિરિઝનો આખરી દિવસ છે અને તેથી બજારમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. માર્કેટમાં અન્ડરટોન નરમાઈનો છે. ઘટાડે ખરીદી આવી જાય છે. જોકે ઊંચા સ્તરે વેચવાલી પણ જોવા મળે છે. નિફ્ટી 15900ના સ્તરને પાર કરવામાં નિષ્ફળતા અનુભવી રહ્યો છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ બિલકુલ સ્થિર બની ગયાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો છેલ્લાં કેટલાંક દિવસોથી 74 ડોલર આસપાસ અથડાઈ રહ્યો છે. આજે પણ તે 73.72 ડોલર પર જોવા મળી રહ્યો છે. આમ ક્રૂડમાં મક્કમ ટોન જળવાયો છે.
ફેડ કોમેન્ટ્સ બાદ ગોલ્ડમાં સુધારો
ફેડ રિઝર્વે રેટ સ્થિર જાળવી રાખવાની વાત કરતાં ગોલ્ડને રાહત મળી છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 15 ડોલર મજબૂતી સાથે 1814 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. આમ તે ફરી 1800 ડોલર પર પરત ફર્યો છે. સિલ્વરના ભાવમાં પણ 1.38 ટકાની મજબૂતી જોવા મળી રહી છે અને તે 25.21 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

મહત્વની હેડલાઈન્સ
• કેન્દ્ર સરકારે એલએલપી અને ડિપોઝીટ ઈન્શ્યોરન્સ નિયમોમાં ફેરફાર કર્યાં.
• જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ વધુ સારા ડિલ માટે સંયુક્તપણે ઓઈલ ખરીદવાની પેરવીમાં.
• ચાલુ નાણાકિય વર્ષમાં જ એર ઈન્ડિયા, બીપીસીએલનું વેચાણ કરવાનો લક્ષ્યાંક.
• વોડાફોન, ભારતી એરટેલની 14 અબજ ડોલરના એજીઆર ચુકાદાની સમીક્ષાની માગણી.
• 28 જુલાઈ સુધીમાં દેશમાં વરસાદમાં સામાન્ય કરતાં 2 ટકાની ઘટ.
• બુધવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂ. 2270 કરોડની વેચવાલી.
• સ્થાનિક સંસ્થાઓએ બુધવારે રૂ. 921 કરોડની કરેલી ખરીદી.
• વિદેશી સંસ્થાઓએ બુધવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 752 કરોડની ખરીદી દર્શાવી.
• ડીઆરડીઓને તેની એન્ટિ-કોવિડ ડ્રગ 2-ડીજીના વેચાણ પર ડો. રેડ્ડીઝ લેબોરેટરી 2 ટકાની રોયલ્ટી ચૂકવશે.
• બજાજ હેલ્થકેર 13 ઓગસ્ટે સ્ટોક સ્પ્લિટ માટે વિચારણા કરશે.
• નેસ્લે ઈન્ડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 539 કરોડનો નફો દર્શાવ્યો. કંપની સહ્યાદ્રિ એગ્રોમાં 19.98 ટકાનો તમામ હિસ્સો વેચશે.
• એસઆરએફ લિમિટેડે રૂ. 550 કરોડના ખર્ચે રેફ્રિજરેન્ટ ગેસ ક્ષમતાના વિસ્તરણના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage