બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત એશિયન બજારોમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ ટકી શકતો નથી. ગયા સપ્તાહે સ્થિરતા મેળવ્યાં બાદ સોમવારે સપ્તાહની શરૂમાં મહદઅંશે પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં મંગળવારે વૈશ્વિક બજારો ફરીથી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 150થી વધુ પોઈન્ટ્સના ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ એક ટકા સુધીની નરમાઈ સૂચવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા, સિંગાપુર અને ચીનના બજારો અગાઉના બંધથી નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તાઈવાનનું માર્કેટ ફ્લેટ ટ્રેડિંગ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ડલ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. એસજીએક્સ નિફ્ટી 26 પોઈન્ટ્સના ઘટાડે 15848 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. નિફ્ટીને 15900નો અવરોધ નડી રહ્યો છે. સોમવારે પણ સવારના ભાગમાં 15916ની નવી ટોચ બનાવ્યાં બાદ ઈન્ડેક્સ પાછો પડ્યો હતો.
ક્રૂડમાં ધીમો ઘસારો
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.61 ટકા અથવા 46 સેન્ટ્સની નરમાઈ સેથે 73.69 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ તે ફરી કોન્સોલિડેશનમાં જોવા મળે છે. ગયા સપ્તાહાંતે તેણે 76.21 ડોલરની દોઢ વર્ષની ટોચની સપાટી દર્શાવી હતી.
ગોલ્ડ-સિલ્વરમાં સાધારણ નરમાઈ
અન્ય એસેટ ક્લાસિસની માફક જ કિંમતી ધાતુઓ પણ નરમાઈ દર્શાવી રહી છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 6 ડોલરથી વધુના ઘટાડે 1774 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.64 ટકાના ઘટાડે 26.06 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• ફ્યુઅલની માગ વધતાં આઈઓસીએ પ્રોસેસિંગમાં કરેલી વૃદ્ધિ.
• 28 જૂન સુધીમાં દેશમાં ચોમાસાનો વરસાદ સમાન્યથી 16 ટકા વધુ નોંધાયો.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સે વધુ કેશ આકર્ષતાં 50 અબજ ડોલર નજીક પહોંચ્યું ફંડ.
• સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1660 કરોડની નોંધાવેલી વેચવાલી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 1280 પોઈન્ટ્સની કરેલી ખરીદી.
• ગોફર્સની ઝોમેટો, ટાઈગર ગ્લોબલને હિસ્સો વેચવાની વિચારણા.
• ફ્રેન્કલીન ડેટ ફંડ્સને લઈને સેબીના ઓર્ડર પર કોર્ટે મૂકેલો સ્ટે.
• સેબીએ આદિત્ય બિરલા સન લાઈફના આઈપીઓને અટકાવ્યો.
• હિંદુસ્તાન એરોનોટિક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1610 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1240 કરોડનો નફો દર્શાવ્યો હતો. આવક રૂ. 10740 કરોડ રહી હતી.
• નાલ્કોએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 936 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 103 કરોડ હતી. કંપનીની આવક 45 ટકા ઉછળી રૂ. 2820 કરોડ રહી હતી.
• પિરામલ એન્ટરપ્રાઈઝે સીસીડી હોલ્ડર્સને રૂ. 1300ના ભાવે શેર્સ ફાળવણીને મંજૂરી આપી છે.
Market Opening 29 June 2021
June 29, 2021