Market Opening 29 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારો નવી ટોચ વચ્ચે, એશિયામાં નરમાઈ યથાવત
ગુરુવારે યુએસ બજારે તેમની નવી ટોચ દર્શાવી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 240 પોઈન્ટ્સ સુધરી 35730ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે તેણે ઈન્ટ્રા-ડે નવી ટોચ નહોતી દર્શાવી. નાસ્ડેક 1.39 પોઈન્ટસના સુધારે 15448.12ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. એસએન્ડપી 500 પણ નવી ટોચ પર જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં જાપાન, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર સિંગાપુર 0.51 ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 33 પોઈન્ટ્સના સુધારે 17913ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને માટે 17600-17650નો ઝોન મહત્વનો સપોર્ટ ઝોન છે. જે તૂટશે તો બજારમાં પેનિક વધી શકે છે. ગુરુવારે એક્સપાયરીના દિવસે નોંધપાત્ર ઘટાડા બાદ માર્કેટ કોન્સોલિડેશનમાં રહેવાની શક્યતા છે. તેના માટે 18050-18100નો અવરોધ છે. જે પાર થતાં 18300 સુધીનો સુધારો જોવા મળી શકે છે.
ક્રૂડમાં ઘટાડો અલ્પજીવી નીવડ્યો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં એક દિવસ પૂરતો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.35 ટકા સુધારા સાથે 83.95 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તાજેતરની ટોચથી તે માત્ર 2.7 ડોલર નીચે જોવા મળી રહ્યો છે. ચીન સહિતના દેશોમાં કોવિડ કેસિસની સંખ્યામાં વૃદ્ધિ પાછળ ક્રૂડમાં સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે. જોકે હજુ સુધી ક્રૂડના ભાવમાં તેમ જોવા મળ્યું નથી.
ગોલ્ડમાં તડકા-છાંયાની રમત
વૈશ્વિક ગોલ્ડ 1800 ડોલરની સપાટી પર ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. ગુરુવારે 1805 ડોલર પર ટ્રેડ દર્શાવનાર ગોલ્ડ આજે ફરી 1798 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. આમ હજુ તે કોન્સોલિડેશનમાં જોવા મળે છે. 1800 ડોલરને મજબૂત છલાંગ સાથે પાર કરવા માટે તેને કોઈ સારા ટ્રિગરની શોધ છે. જ્યાં સુધી તે 1800 ડોલર પર ટ્રેડિંગ ના દર્શાવે ત્યાં સુધી નવી લોંગ પોઝીશન લઈ શકાય નહિ.
મહત્વની હેડલાઈન્સ
• દેશમાં પાવર પ્લાન્ટ પાસે સપ્તાહમાં સરેરાશ છ દિવસ ચાલે તેટલો કોલનો જથ્થો ઉપલબ્ધ.
• આઈઆરસીટીસીએ કન્વેનિઅન્સ ફીનો 50 ટકા હિસ્સો મંત્રાલય સાથે વહેંચવાનો રહેશે.
• ભારતી એરટેલે જણાવ્યું છે કે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કોર્ટે તેની સ્વતંત્રતા જાળવી રાખી છે.
• ઉત્પાદકો દ્વારા વેચવાલીને કારણે વ્હાઈટ સુગરના ભાવમાં જોવા મળેલી નરમાઈ.
• 2021-22માં ભારતમાં ઉત્પાદનમાં 3 લાખ ટન ઘટાડાની શક્યતા.
• મોર્ગન સ્ટેનલીએ ભારત, બ્રાઝિલ ઈક્વિટીઝ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલ-વેઈટ કર્યું.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે રૂ. 3820 કરોડની વેચવાલી નોંધાવી. સામે સ્થાનિક ફંડ્સે રૂ. 837 કરોડની ખરીદી કરી.
• વૈશ્વિક ફંડ્સે ડેરિવેટિવ્સ માર્કેટમાં રૂ. 2830 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું.
• અદાણી ગેસનો નફો રૂ. 158 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 134 કરોડ પર હતો.
• એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો નફો 13 ટકા ગગડી રૂ. 279 કરોડ રહ્યો હતો.
• બ્લ્યૂસ્ટારે બીજા ક્વાર્ટરમાં રૂ. 31.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 15.32 કરોડ પર હતો. કંપનીની આવક 38 ટકા વધી રૂ. 1240 કરોડ રહી હતી.
• ડીએલએફનો નફો 63 ટકા ઉછલી રૂ. 379 કરોડ રહ્યો હતો. જોકે રૂ. 422 કરોડના અંદાજની સરખામણીમાં તે નીચો હતો. કંપનીની આવક 8.1 ટકા ઉછળી રૂ. 1480 કરોડ રહી હતી.
• ઈન્ટરગ્લોબ એવિએશને રૂ. 1440 કરોડની ખોટ દર્શાવી હતી. જે રૂ. 1910 કરોડના અંદાજની સરખામણીમાં નીચી હતી. કંપનીના આવક ગયા વર્ષે રૂ. 2740 કરોડની સરખામણીમાં રૂ. 5610 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage