Market Opening 3 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં બાઉન્સ, એશિયામાં દિશાહિન ટ્રેડ
સતત બે દિવસ સુધી ગગડ્યાં બાદ યુએસ બજારમાં ગુરુવારે બાઉન્સ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 618 પોઈન્ટ્સ ઉછળી 34640ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 128 પોઈન્ટસની મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં જાપાન અને હોંગ કોંગ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે તાઈવાન, કોરિયા, સિંગાપુર અને ચીન સાધારણ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો નરમાઈ સાથે શરૂઆતનો સંકેત
સિંગાપુર નિફ્ટી 45 પોઈન્ટ્સના ઘટાડે 17401ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ સાધારણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. સતત બે દિવસમાં 419 પોઈન્ટ્સના મજબૂત સુધારા બાદ નિફ્ટી કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જોકે તેણે 17400નું સ્તર પાર કરતાં ટેકનિકલી મજબૂત જણાય છે. તેના માટે 17600નું સ્તર અવરોધરૂપ છે. જ્યાં સુધી સુધારો દર્શાવી શકે છે. ટ્રેડર્સે 17200ના સ્ટોપલોસ સાથે લોંગ જાળવવું જોઈએ. માર્કેટમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં પંટર્સ ફરીથી સક્રિય બન્યાં છે અને તે લાર્જ-કેપ્સને આઉટપર્ફોર્મ કરી રહ્યાં છે.




ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ સ્થિર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.83 ટકા સુધારા સાથે આજે સવારે 70.25 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઓમીક્રોનને લઈને ચિંતાઓ વચ્ચે તેનો ઘર બેઠા ઉપચાર થઈ શકતો હોવાના અહેવાલે માર્કેટ્સને રાહત મળી છે અને તેથી વિવિધ એસેટ ક્લાસિસમાં ઘટાડો અલ્પજીવી નીવડ્યો છે.
ગોલ્ડમાં ઘસારો ચાલુ
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1760 ડોલરને સ્પર્શ કરી આજે સવારે 10 ડોલરના સુધારે 1773 પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બે સપ્તાહમાં વૈશ્વિક ગોલ્ડ 100 ડોલરથી વધુનો ઘટાડો દર્શાવી ચૂક્યો છે. જે સૂચવે છે કે તેને રોકાણકારો તરફથી સપોર્ટ સાંપડી રહ્યો નથી. કોમેક્સ ગોલ્ડ માટે 1750નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે ફરી 1700 ડોલર તરફની ગતિ દર્શાવી શકે છે. ચાંદીમાં પણ નરમાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
મહત્વની હેડલાઈન્સ
• રાકેશ ઝૂનઝઊનવાલા સમર્થિત સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સે નબળી માગને જોતાં આઈપીઓ સાઈઝમાં ઘટાડો કર્યો.
• ભારતની ચીપ મેકર્સને આકર્ષવા માટે 10 અબજ ડોલરનું ઈન્સેન્ટીવ આપવાની વિચારણા.
• ઓએનજીસી અને સોલાર એનર્જી કોર્પે ભારતમાં રિન્યૂએબલ પ્રોજેક્ટ્સ માટે કરાર કર્યો.
• ભાવમાં ઘટાડા પાછળ સુગર મિલ્સે નિકાસ ઓર્ડર કરવાનું અટકાવ્યું.
• આજે 10-30 વાગે નવેમ્બર માટે માર્કિટ ઈન્ડિયા પીએમઆઈ સર્વિસિઝ રજૂ થશે.
• ડીશ ટીવીમાં હિસ્સો ખરીદવા સંબંધી અહેવાલ અંગે ભારતીએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે તે વિવિધ તકોનું મૂલ્યાંકન કરી રહી છે.
• બાયોકોનને તેની માઈકોફેનોલિક એસિડ માટેના તેના એએનડીએ મે યુએસએફડીએની મંજૂરી મળી છે.
• આરબીઆઈએ રિલાયન્સ કેપિટલને લઈને નાદારીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage