Market Opening 3 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં નવા વર્ષનો પોઝીટીવ આરંભ
વૈશ્વિક શેરબજારોમાં નવ વર્ષ 2022ની પોઝીટીવ શરૂઆત જોવા મળી રહી છે. એશિયન બજારોમા તાઈવાન, સિંગાપુર અને કોરિયા સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ માર્કેટ સાધારણ નરમાઈ સૂચવે છે. જાપાન અને ચીન બજારોમાં રજા છે. શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 50 પોઈન્ટ્સની નરમાઈએ 36338 પર બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક પણ 97 પોઈન્ટ્સના ઘટાડા સાથે 15645ના સ્તરે બંધ રહ્યો હતો. યુરોપ ખાતે યુકે અને ફ્રાન્સના બજારો સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યા હતાં.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 27 પોઈન્ટસ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. શુક્રવારે બેન્ચમાર્કે 17300ની સપાટી કૂદાવી મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે. નજીકમાં તેનો ટાર્ગેટ 17500નો છે. જે પાર થશે તો 17700-17800ના સ્તર પણ આગામી સત્રોમાં જોવા મળી શકે છે. જો કે માર્કેટ એક દિશામાં ગતિ દર્શાવવાના બદલે બે બાજુની વધ-ઘટ દર્શાવે તેવી પૂરી સંભાવના છે અને તેથી ટ્રેડર્સે પવન સાથે બદલાતાં રહેવું પડશે.

મહત્વની હેડલાઈન્સ
• જેટીએલ ઈન્ફ્રાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 34,612 ટનનું વિક્રમી વોલ્યુમ દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 77.39 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
• લિખિતા ઈન્ફ્રાએ વિવિધ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી રૂ. 250 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• આઈશર મોટર્સે વોલ્વો આઈશર કમર્સિયલ વેહીકલ્સ માટે ડિસેમ્બરમાં 50.6 ટકાની વેચાણ વૃદ્ધિ દર્શાવી છે. કુલ વેચાણ 7 ટકા વધી 73739 યુનિટ્સ રહ્યું છે. જે 65500ના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું છે.
• કન્સ્ટ્રક્શન કંપની એનબીસીસીએ રૂ. 392 કરોડના મૂલ્યના કરારો મેળવ્યાં છે.
• એસએમએલ ઈસુઝુઃ કંપનીએ ડિસેમ્બર 2021માં 4706 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું છે. જે 2020માં સમાનગાળામાં 2796 યુનિટ્સ પર હતું.
• વીએસટી ટિલર્સઃ કંપનીએ ડિસેમ્બરમાં 3089 યુનિટ્સનું પાવર ટિલર્સ સેલ્સ દર્શાવ્યું છે. જે ડિસેમ્બર 2020માં 2230 યુનિટ્સ પર હતું.
• ભગેરિયા ઈન્ડસ્ટ્રીઝે કોમભાલ્ને ખાતે સફળ રીતે 9.5 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કર્યો છે.
• એવન્યૂ સુપરમાર્ટસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 9065.02 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7432.69 કરોડ પર હતી.
• પીએનબીના બોર્ડે ઈન્ડિયા એમએસઈ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાંથી તમામ હિસ્સાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાને મંજૂરી આપી છે.
• એનસીએલટીએ જીએફઆર પાવર ઈન્ફ્રા અને જીએમઆર ઈન્ફ્રાના મર્જર માટે મંજૂરી આપી છે. જ્યારબાદ જીઆઈએલના નોન-એરપોર્ટ બિઝનેસના ડિસઈન્વેસ્ટમેન્ટનો માર્ગ મોકળો થશે.
• એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સે એક્સાઈડ ડિલ માટે રેગ્યુલેટરી મંજૂરી મેળવી લીધી છે.
• ઓરોબિંદો ફાર્માઃ કંપનીએ તેના વેક્સિન બિઝનેસને અન્ય યુનિટમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage