Market Opening 3 March 2022

માર્કેટ  ઓપનીંગ

 

વૈશ્વિક બજારોમાં ઘટાડો અટક્યો

યુએસ સહિતના શેરબજારોમાં ઘટાડો અટક્યો છે. બુધવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 596 પોઈન્ટ્સના સુધારે બંધ રહ્યો હતો. નાસ્ડેક 1.62 ટકા સુધારા સાથે 220 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. યુરોપ બજારોએ પણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. આજે સવારે એશિયન બજારો 1.5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયન બજાર નોંધપાત્ર સુધારો સૂચવે છે. જાપાન 0.82 ટકા મજબૂતી દર્શાવે છે. સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન અને ચીન પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં છે.

SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16660ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે ક્રૂડના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે સ્થાનિક બજાર પર દબાણ જોવા મળી શકે છે અને તે માર્કેટને કેટલોક સમય માટે રેંજમાં ટ્રેડિંગ દર્શાવવા મજબૂર કરી શકે છે.

વૈશ્વિક ક્રૂડ 8 વર્ષોની નવી ટોચે

બ્રેન્ટ ક્રૂડ વાયદો સતત ત્રીજા દિવસે ઉછળતો રહ્યો છે. આજે સવારે તેણે 118 ડોલરની સપાટી પાર કરી છે. હાલમાં તે 116 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારત જેવા અર્થતંત્ર માટે ક્રૂડ શોક બહુ મોટી ચિંતાનું કારણ છે. જો ક્રૂડના ભાવ ઝડપથી ઘટશે નહિ તો સરકારના બજેટના અંદાજો ખોરવાય શકે છે.

ગોલ્ડમાં ઊંચી વોલેટાલિટી

વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મજબૂત અન્ડરટોન સાથે બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 9 ડોલર મજબૂતી સાથે 1931.20 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે તે 1920-1950 ડોલરની રેંજમાં અથડાયો હતો. એકવાર તે 1975 ડોલરની સપાટી પાર કરશે તો 2000 ડોલરની સપાટી દર્શાવી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

  • સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક મુકુંદે તેની થાણે સ્થિત જમીનને રૂ. 806.14 કરોડમાં વેચી છે.
  • વેદાંત 2021-22 માટે ત્રીજા ઈન્ટરિમ ડિવિડન્ટ તરીકે પ્રતિ શેર રૂ. 13ની ચૂકવણી કરશે.
  • સ્ટીલ ઉત્પાદકો જેએસડબલ્યુ સ્ટીલ અને જિંદાલ સ્ટીલે કોલ માઈન્સ માટે બિડીંગ કર્યું છે.
  • મુંબઈ સહિત મહારાષ્ટ્રના 14 જિલ્લાઓમાં હોટેલ્સ, સિનેમા અને રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણ ક્ષમતા સાથે કામકાજની છૂટ આપવામાં આવી છે.
  • એનએમડીસીએ ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ સાથે 39.7 લાખ ટન આર્યન ઓરનું વેચાણ કર્યું હતું. જ્યારે તેનું ઉત્પાદન 11.7 ટકા વધી 43 લાખ ટન પર જોવા મળ્યું હતું.
  • સુઝલોન એનર્જીએ આરઈસીની આગેવાનીના ગ્રૂપ પાસેથી રૂ. 4050 કરોડની લોન મેળવી છે. જેનો ઉપયોગ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે કરવામાં આવશે.
  • વિપ્રોએ સોફ્ટવેર-ડિફાઈન્ડ કાર્સ માટે ક્લાઉડ કાર પ્લેટફોર્મની રજૂઆત કરી છે.
  • યૂપીએલના બોર્ડે રૂ. 875 પ્રતિ શેરના ભાવે બાયબેકને મંજૂરી આપી છે.
  • સ્વાન એનર્જિનું બોર્ડ રૂ. 2000 કરોડ એકત્ર કરવા માટે 5 માર્ચે મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage