Market Opening 3 Nov 2020

market opening

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. સોમવારે યુએસ માર્કેટ સાધારણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. યુરોપ બજારો 2 ટકાની વૃદ્ધિ સાથે બંધ આવ્યાં હતાં. જેની અસરે એશિયન માર્કેટ્સ મજબૂત ખૂલ્યાં છે. હેંગ સેંગ 1.91 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે કોસ્પી 1.75 ટકા, ચીન 1.65 ટકા, નિકાઈ 1.40 ટકા અને તાઈવાન 1.25 ટકા સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

એસજીએક્સ નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 100 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવે છે અને 11770 પર ટ્રેડ કરી રહ્યો છે. આમ સ્થાનિક માર્કેટમાં ગેપ-અપ ઓપનીંગ જોવા મળશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર નજર રહેશે

હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા પખવાડિયામાં નોંધપાત્ર તૂટી ચૂક્યો છે. એપ્રિલ મહિનાથી શરૂ થયેલી તેજી બાદ કાઉન્ટરમાં પ્રથમવાર નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું છે. શોર્ટ ટર્મ માટે તે ઓવરસોલ્ડ છે અને તેથી એક બાઉન્સ સંભવ છે. શેર 16 સપ્ટેમ્બરે રૂ. 2369ની સર્વોચ્ચ સપાટીએથી ગગડતો રહીને સોમવારે રૂ. 1856 સુધી કરેક્ટ થયો હતો.

બેંકિંગ પર બજારનો મદાર

રિલાયન્સ, આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રો છેલ્લા પાંચ મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ કોન્સોલિડેશનમાં જતાં બેંકિંગે બજારની જવાબદારી પોતાના માથે લીધી હોય તેવું જણાય છે. સોમવારે રિલાયન્સના લગભગ 9 ટકાના ઘટાડાને ખાળવા માટે અગ્રણી તમામ બેંકિંગે સંયુક્તપણે સારો દેખાવ દર્શાવ્યો હતો અને 3-7 ટકાની રેંજમાં વૃદ્ધિ સાથે રિલાયન્સની નેગેટિવ અસરને બેલેન્સ કરી હતી. આજે પણ બેંકિંગ શેર્સ લાઈમલાઈટમાં રહી શકે છે. બીજા ક્વાર્ટરના પરિણામો સારા આવ્યાં છે અને તેને કારણે બેંકિંગને લઈને સેન્ટીમેન્ટ ખૂબ સારુ જોવા મળી રહ્યું છે.

કેટલીક મહત્વની હેડલાઈન્સ

·         કોલ ઓક્શન્સમાં વેદાંતા અને હિંદાલ્કો અગ્રણી બિડર્સ તરીકે ઊભર્યાં હતાં.

·         રિલાયન્સ ઈન્ડ.ના શેરમાં ઘટાડા પાછળ મુકેશ અંબાણીની વેલ્થમાં 7 અબજ ડોલરનું ધોવાણ નોંધાયું હતું.

·         ઈન્ડિયન ઓઈલ શેર બાયબેકનો પ્લાન નહિ ધરાવતી હોવાનું કંપનીના અધિકારીએ જણાવ્યું છે.

·         સીસીઆઈએ ભારતી એક્ઝા-આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ટ્રાન્ઝેક્શન્સને મંજૂરી આપી છે.

·         પિરામલ ગ્લાસ માટે બેઈન કેપિટલે 90 કરોડ ડોલરની ઓફર કરી છે.

·         ટેકફાઈન્ડર 2021 સુધીમાં ભારતમાં 1.50 લાખ પ્રોફેશ્નલ્સ કોન્ટ્રેક્ટરનો ઉમેરો કરશે.

·         અદાણી એન્ટરપ્રાઈઝે લખનૌ ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પોતાના હસ્તર લઈ લીધી છે.

·         કેડિલા હેલ્થે બીજા ક્વાર્ટરમાં 473 કરોડનો નફો નોંધાવ્યો હતો. તેણે 429 કરોડના અંદાજને પાછળ રાખ્યો હતો. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage