Market Opening 30 Dec 2020

Market Opening 30 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે સાધારણ નરમાઈ વચ્ચે એશિયા મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 68 પોઈન્ટ્સ નરમાઈ સાથે 30336 પર બંધ આવ્યો હતો. જોકે આમ છતાં જાપાનને બાદ કરતાં તમામ એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં હેંગ સેંગ 1.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે કોરિયન કોસ્પી એક ટકો મજબૂતી દર્શાવે છે. ચીન પણ 0.7 ટકા મજબૂત છે.

SGX નિફ્ટી મજબૂત

સિંગાપૂર નિફ્ટી 55 પોઈન્ટ્સની મજબૂતી સાથે 13988ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ નવી ટોચ દર્શાવવા સાથે 14000ના સ્તરને સ્પર્શ કરશે.

ક્રૂડમાં મજબૂતી

બ્રેન્ડ ક્રૂડ વાયદો અડધા ટકા મજબૂતી સાથે 51.49 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ક્રૂડ મક્કમ ટકી રહ્યું છે અને તે વધુ સુધારા માટે તૈયાર થયું હોય તેમ જણાય છે. તે વૈશ્વિક અર્થતંત્રમાં કોવિડ વચ્ચે રિકવરીનો સંકેત પણ આપે છે.

સોનું મજબૂત, ચાંદી નરમ

મંગળવારે રાતે એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો અને રૂ. 50 હજારનું સ્તર જાળવ્યું હતું. જોકે સિલ્વર વાયદો 1 ટકાથી વધુ ઘટી દિવસના તળિયે બંધ આવ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

  • એરએશિયાએ તેના ભારતીય સાહસમાં 3.8 કરોડ ડોલરમાં ટાટાને તેનો હિસ્સો વેચ્યો છે.
  • વેદાંતા રિસોર્સિસ ઓકટ્રીને 40 કરોડ ડોલરની નોટ્સ ઈસ્યુ કરશે. જે વેદાંતા શેર્સ મારફતે આંશિક સિક્યોર્ડ હશે.
  • વાહનમાં આગળની બેઠકો માટે ભારત એરબેગ્સને ફરજિયાત બનાવશે.
  • ચાલુ નાણાકિય વર્ષે બેંક્સે હજુ સુધી ફ્રોડના ખૂબ ઓછા કિસ્સા નોંધ્યાં છે એમ આરબીઆઈએ જણાવ્યું છે.
  • કોવિડની ભારતીય બેંકિંગ કંપનીઓની બુક પરની અસર છૂપાયેલી છે એમ આરબીઆઈએ જણાવ્યું છે.
  • મંગળવારે વૈશ્વિક સંસ્થાઓએ ભારતીય બજારમાં કેશ સેગમેન્ટમાં રૂ. 2350 કરોડની ખરીદી દર્શાવી હતી.
  • ભારતીય સંસ્થાઓએ મંગળવારે સ્થાનિક બજારમાં રૂ. 2001 કરોડની વેચવાલી નોંધાવી હતી.
  • જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ તેની સાથે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ(હિસ્સાર)નું મર્જર કરશે. જે માટે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ(હિસ્સાર)ના 100 શેર્સ સામે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલના 195 શેર્સ ઈસ્યુ કરશે.
  • જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે જણાવ્યું છે કે તેણે 60 કિગ્રા 880 ગ્રેડ રેઈલ્સ માટે રેગ્યુલર સપ્લાયર સ્ટેટસ મેળવ્યું છે.
  • એસબીઆઈ 1થી 10 જાન્યુઆરી સુધીમાં 29 શાખાઓ મારફતે એન્કેશ ઈલેક્ટોરલ બોન્ડ્સ ઈસ્યુ કરશે.
  • ટારેન્ટ ફાર્માસ્યુટિકલ્સે રૂ. 500 કરોડના એનસીડીમાં રૂ. 167 કરોડના એનસીડી રિડિમ કર્યાં છે.
  • યુપીએલે ઓક્ટોબર 2021ની મુદતના 3.25 ટકા કૂપન ધરાવતાં 41 કરોડ ડોલરના બોન્ડ્સનું પ્રિ-પેમેન્ટ પૂર્ણ કર્યું છે.
  • આઈઆરસીટીસી મુંબઈ-દિલ્હી વચ્ચે સપ્તાહમાં 4 દિવસ વિશેષ રાજધાની ચલાવશે.
  • આઈઆઈએફએલ સિક્યૂરિટીઝ આજે રૂ. 90 કરોડનું શેર્સ બાયબેક શરૂ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage