Market Opening 30 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં મજબૂતી છતાં એશિયામાં નરમાઈ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 154 પોઈન્ટ્સના સુધારે ફરી 35 હજારની સપાટી કૂદાવી ગયો હોવા છતાં એશિયન બજારોમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત છે. સિંગાપુરને બાદ કરતાં અગ્રણી એશિયન બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં જાપાન 1.34 ટકા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ અને કોરિયન બજારો પણ 0.9 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ચીન અને તાઈવાન પણ 0.4 ટકા સુધીનો ઘસારો સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગની શક્યતા દર્શાવે છે. તે 80 પોઈન્ટ્સના ઘટાડે 15759ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ નવી સિરિઝની શરૂઆત નરમાઈ સાથે થશે તે નક્કી છે. બજારમાં લગભગ એક મહિના ઉપરાંતથી દિશાહિન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને તે કેટલોક સમય લંબાય તેવું જણાય છે. કેમકે વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ સાંપડી રહ્યો નથી.
બ્રેન્ટ ક્રૂડ 75 ડોલર પર
વૈશ્વિક ક્રૂડના ભાવ ધીરે-ધીરે સુધરી રહ્યાં છે. લગભગ બે સપ્તાહ બાદ બ્રેન્ટ ક્રૂડ વાયદો ફરી 75 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે કોવિડના વધતાં કેસિસ વચ્ચે ક્રૂડના ભાવમાં ક્યાંય ગભરાટ જોવા મળી રહ્યો નથી.
ગોલ્ડમાં મજબૂતી
વૈસ્વિક બજારમાં ગોલ્ડ 1830 ડોલર પર પહોંચ્યા બાદ આજે સવારે 1828 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ફેડે ટેપરિંગને લઈને કોઈ ઉલ્લેખ નહિ કરતાં તેમજ રેટ વૃદ્ધિ માટે પણ કોઈ ઉતાવળ નહિ દર્શાવતાં ઈક્વિટીઝની સાથે ગોલ્ડમાં પણ ગુરુવારે નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ રૂ. 48000ની સપાટીને વટાવી ગયું હતું. જ્યારે ચાંદી પણ રૂ. 1700થી વધુના ઉછાળે રૂ. 68000ને પાર કરી ગઈ હતી.
મહત્વની હેડલાઈન્સ
• પીએસયૂ ઓઈલ કંપનીઓમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી .
• આર્થિક સલાહકારના મતે દેશમાં ફુગાવો રિઝર્વ બેંકની ટાર્ગેટ રેંજમાં રહેશે.
• મે મહિનામાં ભારતી એરટેલે 46 લાખ ગ્રાહકો ગુમાવ્યા, જીઓએ 36 લાખ ગ્રાહકોનો ઉમેરો કર્યો.
• એમ્બેસી રેઈડના મતે માર્ચ સુધીમાં ઓફિસની માગ બાઉન્સ થશે.
• કોર્ટે ફ્યુચર ડીલ અંગે એમેઝોનની અરજી પર તેનો ચૂકાદો અનામત રાખ્યો.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 866 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 2050 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.
• વિદેશી ફંડ્સે ગુરુવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 4120 કરોડની ખરીદી નોંધાવી.
• યૂકે સ્થિત કાર ઉત્પાદકોએ 1953 બાદ જૂનમાં સૌથી ઓછી નિમણૂંક કરી.
• સંસદે એમએસએમઈ સેક્ટરને સહાયતા માટે રેગ્યુશેનલ બિલને પસાર કર્યું.
• આજે જૂન મહિના માટેના આંઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડેક્સ રજૂ થશે.
• અજંતા ફાર્માએ જૂન ક્વાર્ટર માટે 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 174 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે આવક 12 ટકા ઉછળી રૂ. 748 કરોડ રહી છે.
• કન્ટેનર કોર્પોરેશને જૂન ક્વાર્ટરમાં રૂ. 255 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 61.67 કરોડ પર હતો. કંપનીની આવક 52 ટકા ઉછળી રૂ. 1810 કરોડ રહી છે.
• દિપક નાઈટ્રાઈડટે રૂ. 302 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 99 કરોડ પર હતો.
• લૌરસ લેબ્સઃ કંપનીએ 40 ટકા વૃદ્ધિ સાથે જૂન ક્વાર્ટરમાં રૂ. 241 કરોડનો નફો દર્શાવ્યો છે.
• મેંગલોર રિફાઈનરીઃ કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 520 કરોડની ખોટ સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 86 કરોડની ખોટ દર્શાવી છે.
• ઓબેરોય રિઅલ્ટીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 80.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28 કરોડ પર હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage