Market Opening 30 June 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ
યુએસ અને એશિયન બજારોમાં સ્થિરતા
મંગળવારે યુએસ બજાર સાધારણ સુધારા સાથે બંધ રહ્યું હતું. જોકે નાસ્ડેક તેની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. એશિયન બજારો પણ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ લગભગ અગાઉના બંધ સ્તર પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સિંગાપુર અને તાઈવાનના બજારો એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. કોરિયન માર્કેટ 0.5 ટકાનો જ્યારે ચીન 0.32 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 39 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 15826 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. ભારતીય બજાર છેલ્લાં બે સત્રોથી ઉંચા મથાળે ખૂલી દિવસ દરમિયાન ઘસાતું જોવા મળે છે. આમ જ્યાં સુધી નિફ્ટી 15900ના સ્તરને મજબૂતી સાથે પાર નહિ કરે ત્યાં સુધી ટ્રેન્ડ આ પ્રકારનો જ જળવાય શકે છે. નીચામાં 15600 અને 15400 મહત્વના સપોર્ટ્સ છે. જેને સ્ટોપલોસ તરીકે જાળવવા જોઈએ. જુલાઈ મહિનામાં માર્કેટમાં વોલેટિલિટી પાછી ફરી શકે છે.
ક્રૂડમાં ટકેલાં ભાવ
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ એક રેંજમાં ચોંટી ગયા હોય તેમ જણાય છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 74.68 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોથી તે 73-75 ડોલર વચ્ચે જોવા મળ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળી રહેલી મજબૂતી વચ્ચે ક્રૂડના ભાવ નવી ટોચ તરફ ગતિ કરી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ બુલીશ વ્યૂ રજૂ કરી રહ્યાં છે.

બુલિયનમાં ડલ ટ્રેડિંગ
ચાલુ સપ્તાહે એક પણ એસેટ ક્લાસ એવો નથી. જે કોઈ ચોક્કસ દિશામાં ટ્રેડ દર્શાવી રહ્યો હોય. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1760-1780 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. તેના માટે 1800 ડોલરની સપાટી ફરી એકવાર અવરોધરૂપ બની છે. વૈશ્વિક મધ્યસ્થ બેંકો માટે ઈન્ફ્લેશન એક ચિંતા બની હોવા છતાં ગોલ્ડમાં મોટી ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. બેઝ મેટલ્સ પાછળ ચાંદી પણ ગોલ્ડ સામે અન્ડરપર્ફોર્મ કરતી જોવા મળી રહી છે.

મહત્વની હેડલાઈન્સ
• આરવીએનએલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 313 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 270 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4221 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 5578 કરોડ રહી હતી.

• જીઓસીએલ કોર્પે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 27.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13.8 કરોડ હતો. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 133 કરોડ સામે રૂ. 115 કરોડ રહી હતી.


• બાલ ફાર્માએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 3.5 કરોડ હતો. કંપનીની આવક રૂ. 37.8 કરોડ સામે રૂ. 70.2 કરોડ થઈ હતી.
• યૂફ્લેક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 265 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 100.90 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1773 કરોડ પરથી વધી રૂ. 2572 કરોડ પર જોવા મળી હતી.

• એનબીસીસીઃ પીએસયૂ કન્સ્ટ્રક્શન સાહસે રૂ. 206 કરોડના મૂલ્યનો એવોર્ડ મેળવ્યો છે.


• ભારતી એરટેલ વનવેબમાં 50 કરોડ ડોલરનું વધારાનું રોકાણ કરશે.

• સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સે એન્ટી-વાઈરલ ડ્રગ મોલ્નુપિરાવિરના ક્લિનિકલ ટ્રાયલ માટે જોડાણ કર્યું છે.

• ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના બોર્ડે વિવિધ સાધનો મારફતે રૂ. 7000 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage