Market Opening 30 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

શેરબજારોમાં પાછી ફરતી તેજી
વૈશ્વિક શેરબજારોમાં તેજી પરત ફરી છે. ચાલુ સપ્તાહે મોટાભાગના બજારોએ બે સત્રોમાં પોઝીટીવ બંધ દર્શાવ્યું છે. યુએસ બજારો તેમની મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 338 પોઈન્ટ્સ મજબૂતી સાથે 35294 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 265 પોઈન્ટ્સના ઉછાળે 14620 પર બંધ જોવા મળ્યો હતો. આજે એશિયન બજારો મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ, તાઈવાન અને ચીન એક ટકા આસપાસ સુધારો સૂચવે છે. એકમાત્ર જાપાન 1.3 ટકાનો નેગેટિવ ટ્રેડ દર્શાવે છે. યુરોપ બજારોએ મંગવારે 3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 150 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17528ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ આપી શકે છે. તે લગભગ દોઢ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટીમાં 17700નો નવો ટાર્ગેટ છે. જે પાર થશે તો 18000નું સ્તર હાથવગું બનશે.
વૈશ્વિક ક્રૂડમાં અન્ડરટોન નરમ
ક્રૂડના ભાવમાં બે સત્રોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 105 ડોલરની નીચે ઉતર્યાં બાદ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે. આજે સવારે તે 108 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 104 ડોલર નીચે ઉતરશે તો અગાઉના સપ્તાહના 97 ડોલર સુધી ગગડી શકે છે. જેની નીચે 90 ડોલરનો સપોર્ટ મળી શકે છે. ઉપરમાં તે 120-125 ડોલરની રેંજમાં અવરોધ અનુભવી રહ્યો છે.
ગોલ્ડમાં નીચા મથાળે લેવાલી
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. મંગળવારે 35 ડોલરના ઘટાડા સાથે 1910ની નીચે ઉતરી ગયેલો કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 12 ડોલરની મજબૂતી સાથે 1924 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 1900 ડોલરનો સાયકોલોજિકલ સપોર્ટ કામ કરી રહ્યો છે. જ્યારે 1950 ડોલર પર તેને ટકવામાં મુશ્કેલી નડી રહી છે. જો આ સ્તર પાર કરશે તો 2000-2020 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા કોફીનું ટાટા કન્ઝ્યૂમરમાં મર્જર થશે. ટીસીએલના શેરધારકોને ટાટા કોફીના 3 શેર્સ સામે ટાટા કન્ઝ્યૂમરના 10 શેર્સ મળશે.
• વેલસ્પન કોર્પે સાઉદી અરેબિયા તરફતી 50 કરોડ સાઉદી રિયાલના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
• એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝે પેટાકંપની ક્લોરાઈડ પાવરના કંપનીમાં મર્જરને મંજૂરી આપી છે.
• ડિફેન્સ મંત્રાલય અને બીઈએલે ભારતીય એરફોર્સને એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક વોરફેરના સપ્લાય માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
• રેલ વિકાસ નિગમે જેકે સિમેન્ટની સબસિડિયરી જકાસેમ સાથે એમઓયૂ સાઈન કર્યાં છે.
• આઈડીબીઆઈ બેંકના બોર્ડે એનએસડીએલમાં બેંકના 11.10 ટકા હિસ્સાના વેચાણ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
• અદાણી એન્ટરપ્રાઇઝિસે નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવ્યું છે. એસબીઆઈએ તમામ રૂ. 12800 કરોડના ડેટનું અન્ડરરાઈટિંગ કર્યું છે.
• લેમન ટ્રીએ ઋષિકેશ ખાતે 132 રૂમના હોટેલ પ્રોજેક્ટ માટે કંપનીની બ્રાન્ડ ઔરિકા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હેઠળ લાયસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
• સરકાર ઓએનજીસીમાં રૂ. 3000 કરોડના મૂલ્યના 1.5 ટકા હિસ્સાનું વેચાણ કરશે. જેમાં 0.75 ટકા અપસાઈઝ ઓપ્શનનો સમાવેશ થતો હશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage