બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારોમાં બાઉન્સ વચ્ચે એશિયામાં મિશ્ર ટ્રેન્ડ
નવા સપ્તાહે યુએસ શેરબજારોમાં બાઉન્સ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 237 પોઈન્ટ્સના મધ્યમ સુધારે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક 1.9 ટકાના તીવ્ર સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 0.76 ટકાનો જ્યારે તાઈવાન 0.88 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ 1.23 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોરિયા અને સિંગાપુર માર્કેટ પણ નેગેટિવ જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 2 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે 17092ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 16782નું સોમવારનું તળિયું મહત્વનો સપોર્ટ છે. લોંગ પોઝીશન માટે તેને સ્ટોપલોસ તરીકે જાળવવો જોઈએ. નવી લોંગ પોઝીશન માટે માર્કેટ 17160 પર બંધ આપવામાં સફળ થાય તો જ વિચારવું જોઈએ. માર્કેટમાં બે બાજુની ઈન્ટ્રા-ડે વધ-ઘટ લાંબો સમય જળવાય તેવું લાગી રહ્યું છે. માર્કેટમાં એક પ્રકારનું નોંધપાત્ર સમયગાળા માટેનું ચર્નિંગ જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લાં દાયકામાં અસાધારણ સુધારો દર્શાવી ચૂકેલા શેર્સમાંથી એક્ઝિટ લઈ અન્ડરપર્ફોર્મર્સમાં પ્રવેશ થઈ રહ્યો છે.
મહત્વની હેડલાઈન્સ
• રત્નમણિ મેટલ્સે રૂ. 297.87 કરોડના મૂલ્યનો સ્થાનિક ઓર્ડર્સ મેળવ્યો છે.
• જેમ્સ વોરેને રૂ. 295 પ્રતિ શેરના ભાવે બાયબેક જાહેર કર્યું છે.
• પીએસયૂ કંપની કોલ ઈન્ડિયાએ 2021-22 માટે પ્રતિ શેર રૂ. 9નું ઈન્ટરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે.
• એનટીપીસીએ 325 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ માટે પીપીએ પર સાઈન કર્યું છે.
• એશિયન પેઈન્ટ્સ ગુજરાતમાં ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 960 કરોડનું રોકાણ કરશે.
• માસ્ટેક યૂકેને એનએચએસ ડિજિટલ સાથે 4.5 કરોડ પાઉન્ડ્સનો હેલ્થકેર કોન્ટ્રેક્ટ મળ્યો છે.
• તત્વ ચિંતને ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગુજરાતમાં દહેજ જીઆઈડીસીમાં 50399.16 ચો.ફીટ જમીન ખરીદી છે.
જીએચસીએલે તમિલનાડુ સરકાર સાથે રાજ્યમાં રૂ. 500 કરોડના રોકાણ માટે એમઓયુ કર્યાં છે. જે હેઠળ તિરુચિરાપલ્લી જિલ્લામાં સિન્થેટિક-બ્લેન્ડેડ યાર્નના ઉત્પાદન માટે 40000 રિંગ સ્પિન્ડલેસની સ્થાપના કરશે, જ્યારે 100 ટકા યાર્ન અને નિટેડ ફેબ્રિક્સના ઉત્પાદન માટે મદુરાઇ જિલ્લામાં પારાવાઇ ખાતે 24 નિટિંગ મશીન સાથે વધુ 40000 રિંગ સ્પિન્ડલેસની સ્થાપના કરશે.
• રેટિંગ એજન્સી ઈકરાએ પીએસયૂ બેંક પીએનબીને તેના બેસેલ 3 એટી-1 બોન્ડસ માટે ઈકરા એએનું રેટિંગ તથા સ્ટેબલ આઉટલૂક અસાઈન કર્યું છે.
• ભગેરિયા ઈન્ડસ્ટ્રીઝએ ભગેરિયા એન્ડ જાજોડિયા ફાર્માસ્યુટિકલ્સમાં 51 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.
Market Opening 30 Nov 2021
November 30, 2021
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2021/11/Daily-Market-Update-30-Nov.jpg)