Market Opening 30 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મહદઅંશે પોઝીટીવ માહોલ
બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 91 પોઈન્ટસના સુધારા સાથે બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં જાપાન અને હોંગ કોંગને બાદ કરતાં અન્ય બજારો પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં છે. સિંગાપુર, કોરિયા, તાઈવાન અને ચીનના બજારોમાં 0.6 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે. હોંગ કોંગ બજાર 1 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 49 પોઈન્ટ્સના ઘટાડે 17656ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નરમાઈ સાથે કામગીરી શરૂ કરી શકે છે. બે દિવસની નરમાઈ બાદ આજે માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. આજે સપ્ટેમ્બર એક્સપાયરીનો દિવસ હોવાથી માર્કેટમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. નિફ્ટીમાં 17567નું સોમવારનું બોટમ મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં નિફ્ટી ઝડપી ઘટાડો દર્શાવી શકે. જ્યારે ઉપરમાં તેને 17947ની ટોચનો અવરોધ છે.
ક્રૂડમાં સાધારણ ઘટાડા સાથે ટ્રેડ
વૈશ્વિક ક્રૂડના ભાવ સતત બીજી દિવસે ઘટાડો સૂચવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.4 ટકા નરમાઈ સાથે 77.78 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જુલાઈમાં દર્શાવેલી 65 ડોલરની નીચી સપાટીથી સુધરતાં રહી તેણે 80 ડોલરને સ્પર્શ કર્યો હતો. આમ તે એક નાના કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું હોય તેવું જણાય છે.
ગોલ્ડની 1700 ડોલર તરફની ગતિ
વૈશ્વિક ગોલ્ડમાં નીચા તળિયા બની રહ્યાં છે. બુધવારે કોમેક્સ વાયદો 1722 ડોલરની સપાટીએ જોવા મળ્યો હતો. જ્યારે આજે સવારે તે 10 ડોલરના સુધારે 1932 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ચાલુ સપ્તાહે ગોલ્ડમાં 20 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી પણ નરમાઈ દર્શાવી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકાર ઈસીજીસીનું આગામી વર્ષે લિસ્ટીંગ કરાવશે. હાલમાં રૂ. 4400 કરોડનું વધુ રોકાણ કરશે.
• ઈન્વેસ્કોએ ઝી લિ. તથા તેના સીઈઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે.
• રોકાણકારોની નારાજગી વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અરામ્કોના ચેરમેનને બોર્ડમાં સ્થાન આપ્યું.
• પાવર યુનિટને સેમ્બકોર્પ ઈન્ડિયા સાથે મર્જ કરવા એલએન્ડટી વાતચીત ચલાવી રહી છે.
• વિદેશી રોકાણકારોએ મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1880 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું.
• ડિફેન્સ મંત્રાલયે રૂ. 13165 કરોડના મિલિટરી હાર્ડવેર ખરીદવા માટે આપેલી મંજૂરી.
• આજે એપ્રિલ-ઓગસ્ટ માટેની નાણાકિય ખાધ અને ઓગસ્ટ માટેનો આંઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સનો ડેટા રજૂ કરવામાં આવશે.
• આરબીઆઈ રૂ. 15 હજાર કરોડનું સ્પેશ્યલ માર્કેટ ઓપરેશન્સ હાથ ધરશે.
• અદાણી ટોટલે જણાવ્યું છે કે સાણંદ, બાવળા અને ધોળકા માટેની કંપનીની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
• અશોકા બિલ્ડ એબીએસઆરપીએલમાં 40 ટકા હિસ્સો ખરીદશે.
• બ્લ્યૂ ડાર્ટ 1 જાન્યુઆરીથી એવરેશ શિપમેન્ટ પ્રાઈસમાં 9.6 ટકા વૃદ્ધિ કરશે.
• એચસીએલ ટેક્નોલોજિએ ટેલિકોમ કંપનીઓને 5જી ટ્રાન્ઝિશનમાં સહાયરૂપ થવા માટે 5જી ઓ-રેન લેબ રજૂ કર્યું છે.
• આરબીઆઈએ ઈન્ડિયન ઓવરસીઝ બેંકને પીસીએ લિસ્ટમાઁથી બહાર કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage