Market Opening 31 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં પોઝીટીવ બંધ, એશિયામાં મિશ્ર ટ્રેન્ડ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ બુધવારે 74 પોઈન્ટ્સના સુધારે 30410 પર બંધ આવ્યો હતો. જોકે એશિયન બજારોમાં કેલેન્ડરના અંતિમ દિવસે મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાન, કોરિયા જેવા બજારોમાં આજે રજા છે. જ્યારે ચીનનું બજાર 1.12 ટકાની મજબૂતી દર્શાવે છે. જ્યારે સિંગાપુરમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ

સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ સાથે 13959 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ 13950 આસપાસ ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. ડિસેમ્બર એક્સપાયરીનો દિવસ હોવાથી બજારમાં વધ-ઘટ જોવા મળી શકે છે. નિફ્ટી પ્રથમવાર 14000નું સ્તર દર્શાવી પણ શકે.

ક્રૂડમાં કોન્સોલિડેશન

ક્રૂડના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 51.40 ડોલર પ્રતિ બેરલ પર 0.5 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. યુએસ ખાતે ક્રૂડ ઈન્વેન્ટરીમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે ક્રૂડ મજબૂતી દર્શાવી શકે છે.

સોનું-ચાંદી મક્કમ

એમસીએક્સ ખાતે બુધવારે રાતે સોનુ-ચાંદી સુધરીને બંધ આવ્યાં હતાં. ગોલ્ડ વાયદો 0.13 ટકા મજબૂતીએ રૂ. 50105 પર જ્યારે ચાંદી 0.76 ટકા અથવા રૂ. 470ના સુધારા સાથે રૂ. 68567 પર બંધ આવી હતી. જો તે રૂ. 70000નું સ્તર કૂદાવશે તો રૂ. 72000 અને રૂ. 74000ના સ્તર દર્શાવશે.

મહત્વની હેડલાઈન્સ

·         નબળી આયાત પાછળ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ભારતની ચાલુ ખાતાની ખાધમાં 14.9 અબજ ડોલરના અંદાજ સામે 15.5 અબજ ડોલરની પુરાંત જોવા મળી.

·         રિલાયન્સ ઈન્ડ.-બીપી કેજી-ડી6 બેસીનમાંથી ફેબ્રુઆરીથી 7.5 એમએમએસસીએમડી ગેસનું વેચાણ કરશે.

·         સરકારે નવી ઈથેનોલ ડિસ્ટીલિઅરીઝ પ્લાન્ટ માટે લોન સપોર્ટ પ્લાનને મંજૂરી આપી છે.

·         કેન્દ્રિય કેબિનેટે  આકાશ મિસાઈલ સિસ્ટમનને નિકાસ માટે મંજૂરી આપી છે.

·         સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની સમયમર્યાદામાં વૃદ્ધિ કરી છે.

·         સીબીઆઈએ આઈવીસીએલના એમડી રેડ્ડી સામે કેસ દાખલ કર્યો છે.

·         સીસીઆઈએ ટીપીજીની એપીઆઈ હોલ્ડિંગ્સમાં 8 ટકા હિસ્સા ખરીદીને મંજૂરી આપી છે.

·         સીસીઆઈએ મુકુંદ સુમીમાં જમનાલાલના 51 ટકા હિસ્સા ખરીદીને મંજૂરી આપી છે.

·         ભારતની પીકે એગ્રી લીંકે બાંગ્લાદેશ ખાતે ચોખા નિકાસ કરવાનો ઓર્ડર મેળવ્યો છે.

·         દેશમાં ત્રીજા ક્વાર્ટરમાં ટુરિઝન રેવન્યૂ 74 ટકા જેટલો વિક્રમી ઘટાડો દર્શાવે છે.

·         બુધવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય ઈક્વિટીઝમાં 1820 કરોડની વિક્રમી ખરીદી દર્શાવી હતી.

·         સ્થાનિક ફંડ્સે રૂ. 587 કરોડનું વિક્રમી વેચાણ કર્યું હતું.

·         એનએસઈ ખાતે ઓપન ઈન્ટરેસ્ટ 3.9 ટકા ઉછળી રૂ. 2.37 લાખ કરોડ પર પહોંચ્યું.

·         ચાલુ નાણાકિય વર્ષના અંતે દેશની નિકાસ 290 અબજ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ.

·         અદાણી ગ્રીન એનર્જીએ 100 મેગાવોટના ગુજરાત સોલાર પાવર પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો છે.

·         આઈએફબીઈન્ડસ્ટ્રીઝ ત્રિશાન મેટલ્સને પોતાની સાથે ભેળવી દેશે.વેદાંતાએ રાધિકાપુર વેસ્ટ કોલ બ્લોક મેળવ્યો છે. તેને વર્ષે 60 લાખ ટન માઈનીંગની મંજૂરી મળી છે    

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage