માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર પાછળ વૈશ્વિક બજારમાં નરમાઈ
મંગળવારે રાતે યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયન બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 104 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 14.26ના ઘટાડે બંધ આવ્યો હતો. બોન્ડ યિલ્ડ્સ દિવસ દરમિયાન તેની નવી ટોચ પર પહોંચતાં નાસ્ડેકમાં ઘટાડો સ્વાભાવિક હતો. જોકે તેમ છતાં તે નીચેના સ્તરેથી રિકવર થયો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 0.8 ટકા, સિંગાપુર બજાર 0.2 ટકા, હોંગ કોંગ 0.5 ટકા, તાઈવાન 0.6 ટકા અને ચીન 0.9 ટકા નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એક માત્ર કોરિયા 0.1 ટકા પોઝીટીવ ટ્રેડ નોંધાવે છે.
SGX નિફ્ટીમાં અડધા ટકાની નરમાઈ
સિંગાપુર નિફ્ટી 72 પોઈન્ટ્સ સાથે 14857ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર લગભગ આ સ્તરની આસપાસ ખૂલે તેવી શક્યતા છે. નિફ્ટીને 14600નો નજીકનો સપોર્ટ છે. તેના પર ટ્રેડ કરે ત્યાં સુધી પોઝીટીવ ટ્રેન્ડ અકબંધ છે. જો 14920 પર બંધ આપશે તો તે વધુ સુધારા માટે તૈયાર થશે.
ક્રૂડમાં જળવાયેલી મજબૂતી
ક્રૂડના ભાવ 62-65 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યાં છે. જે હાલમાં ક્રૂડમાં કોન્સોલિડેશન સૂચવે છે. જો બ્રેન્ટ વાયદો 65 ડોલર પર બંધ રહેવામાં સફળ રહેશે તો તે છેલ્લા સવા વર્ષની નવી ટોચ બનાવી શકે છે. ક્રૂડમાં મજબૂતી અને રૂપિયામાં નરમાઈ સ્થાનિક અર્થતંત્ર માટે ઈન્ફ્લેશનનું દબાણ ઊભું કરી શકે છે.
ગોલ્ડ-સિલ્વર ઊંધા માથે પટકાયા
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે અને કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 7 ડોલરના ઘટાડે 1680ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આમ ગોલ્ડ કોવિડ અગાઉના સ્તર તરફ જઈ રહ્યું છે. ચાંદી પણ 24 ડોલરની સપાટીને તોડી નીચે ઉતરી ગઈ છે. આજે સવારે તે 1.15 ટકાના ઘટાડે 23.860 ડોલર પર ચાલી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
- ભારત ચીન ખાતેથી ફ્લોરો બેકશીટની આયાતની તપાસ કરશે.
- ફૂટ્સે ભારતીય બોન્ડ્સને ઈન્ડેક્સમાં સમાવવા માટે વોચ લિસ્ટમાં રાખ્યાં છે.
- એચપીસીએલે એલએનજી ટર્મિનલ સંયુક્ત સાહસમાં શાપુરજી પાલોનજીનો હિસ્સો ખરીદી લીધો છે.
- આઈડીએફસી ફર્સ્ટ બેંકે ક્વિપ ઈસ્યુ માટે રૂ. 60.34ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી છે.
- ઈન્ડિગો એવિએશન સપ્તાહ 10084 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.
- ઈન્સેક્ટીસાઈડ્સ ઈન્ડિયા શેર બાયબેક માટે રૂ. 575 પ્રતિ શેરના ભાવે રૂ. 60 કરોડનો ખર્ચ કરશે.
- આઈઆરબીના જણાવ્યા અનુસાર ઓર્ડર બુક આગામી બે વર્ષ માટે રેવન્યૂ વિઝિબિલિટી પૂરી પાડે છે.
- કોહિનૂર ફૂડ્સે યૂકે યુનિટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ કરશે.