Market Opening 3rd March 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે નરમાઈ વચ્ચે એશિયા પોઝીટીવ

મંગળવારે રાતે યુએસ ખાતે બજારો નરમ જોવા મળ્યાં હતાં. જોકે તેમ છતાં એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 144 પોઈન્ટ્સ તૂટી 31392ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 230 પોઈન્ટ્સ તૂટ્યો હતો. છેલ્લા કેટલાંક સત્રોથી નાસ્ડેક ઊંચી વોલેટિલીટી દર્શાવી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 0.2 ટકાનો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ 1.4 ટકા, કોસ્પી 0.41 ટકા, તાઈવાન 0.3 ટકા, સિંગાપુર 0.46 ટકા અને શાંઘાઈ 0.76 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીમાં મજબૂતી

સિંગાપુર નિફ્ટી 41 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15024 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપન થશે. જો તે 15000ના સ્તર પર ટકશે તો શોર્ટ કવરિંગ પાછળ તે નવી ટોચ તરફ આગળ વધે તે શક્ય છે. ટ્રેડર્સે 14500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર્સમાં મજબૂતી યથાવત છે અને તેઓ વધુ સુધારો દર્શાવી શકે છે.

ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ

વૈશ્વિક ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 61-64 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. તેને 65 ડોલરનો મજબૂત અવરોધ છે અને ત્યાં તે વેચવાલીનો અનુભવ કરે છે. જ્યારે 60-61 ડોલર રેંજમાં તે સપોર્ટ મેળવે છે. એકવાર 60 ડોલર તૂટશે તો તે તીવ્ર ઘટાડો દર્શાવી શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મંગળવારે બપોરે સોનુ તેની આંઠ મહિનાની નવી નીચી સપાટી દર્શાવી સાધારણ બાઉન્સ થયું હતું. જોકે આજે સવારે તે ફરી નરમાઈ દર્શાવી રહ્યું છે. કોમેક્સ ખાતે તે 2.55 ડોલરના ઘટાડે 1731 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જયારે એમસીએક્સ ખાતે મંગળવારે તે રૂ. 261ના સુધારે રૂ. 45569 પર બંધ રહ્યું હતું. કોમેક્સ ખાતે સિલ્વર આજે સવારે 0.37 ટકાના ઘટાડે 26.78 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે તે મંગળવારે રૂ. 478ના સુધારે રૂ. 67900 પર બંધ રહી હતી.

મહત્વની હેડલાઈન્સ

 • રિલાયન્સ જીઓએ સ્પેક્ટ્રમ ઓક્શનમાં 11 અબજ ડોલર સાથે સૌથી વધુ સ્પેક્ટ્રમ ખરીદ્યું.
 • ભારતે ઓપેક સહિતના ઉત્પાદકોની ચાલુ સપ્તાહે યોજાનારી બેઠકમાં ઓઈલ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે વિનંતી કરી છે.
 • સ્ટીલ ટાયકૂન જિંદાલ નાદાર ભારતીય શીપયાર્ડને ખરીદવા માટે આતુર છે.
 • માર્ચથી મે દરમિયાન લા નીના પેટર્ન ચાલી રહેશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.
 • મેરિકો બોર્ડ ડિવિડન્ડની વિચારણા  અને મંજૂરી માટે મળશે.
 • ફેબ્રુઆરીમાં મર્ચન્ડાઈઝ ટ્રેડ ડિફિસિટ 12.88 અબજ ડોલર રહી હતી. વાર્ષિક ધોરણે તે 25.8 ટકા વધી હતી.
 • વિદેશી રોકાણકારોએ સોમવારે ભારતીય બજારમાં રૂ. 849 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
 • વિદેશી રોકાણકારોએ મંગળવારે રૂ. 2223 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
 • ભારત ટેસ્લાને ચીન કરતાં નીચો ખર્ચ ઓફર કરી શકે છે એમ સરકારી વર્તુળો જણાવે છે.
 • આજે માર્કિટ ઈન્ડિયા પીએમઆઈ સર્વિસિઝ રજૂ થશે. ગયા મહિના માટે તે 52.8 આવ્યો હતો.
 • બેયર અને જોન્સન એન્ડ જોન્સને બ્લોકબ્લસ્ટર ડ્રગ ઝારેલ્ટોની કોપી સામે લ્યુપિન સામે ફરીયાદ કરી છે.
 • પાવરગ્રીડ કોર્પોરેશન જયપ્રકાશ પાવર સાથેના સંયુક્ત સાહસમાંનો 74 ટકા હિસ્સો ખરીદી લેશે.
 • આઈડિયાએ પાંચ ઝોનમાં માત્ર રૂ. 1993 કરોડના એરવેવ્ઝની ખરીદી કરી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage