Market Opening 4 August 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ



યુએસ માર્કેટ નવી ટોચ નજીક, એશિયામાં મિશ્ર ટ્રેન્ડ

મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 278 પોઈન્ટ્સ ઉછળી 35116ની સપાટી પર બંધ રહ્યો હતો. જે તેની સર્વોચ્ચ સપાટી નજીકનું સ્તર છે. જોકે આમ છતાં એશિયન બજારો ફરી સુસ્તી દર્શાવી રહ્યાં છે. મંગળવારે એક દિવસીય સુધારો દર્શાવ્યાં બાદ તેઓ મિશ્ર વલણ સૂચવે છે. જેમાં જાપાન, હોંગ કોંગ અને ચીનના બજારો નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તાઈવાન અને કોરિયાના માર્કેટ્સ પોઝીટીવ ઝોનમાં જોવા મળી રહ્યાં છે.

SGX નિફ્ટીનો ગેપ-એપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી ગેપ-અપ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 16186 પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય બજાર માટે હવે 15900-16000ની રેંજ મહત્વનો સપોર્ટ બની રહેશે. જ્યારે 16350-16400ના નવા ટાર્ગેટ્સની શક્યતા છે. જોકે આ માટે વૈશ્વિક બજારોનો સપોર્ટ મહત્વનો છે. મંગળવારે બજારે બ્રેકઆઉટ આપી 16000નું સ્તર દર્શાવી ઈતિહાસ રચ્યો હતો. જોકે આગામી દિવસોમાં બજારની સફર આસાન નહિ હોય. કેમકે એકબાજુ એફઆઈઆઈ સતત વેચવાલી દર્શાવી રહી છે. બીજી બાજુ બજારને સુધારા માટે નવુ ટ્રિગર મળવું જરૂરી છે.

ક્રૂડમાં અન્ડરટોન નરમ

વૈશ્વિક ક્રૂડમાં ધીમો ઘસારો ચાલુ છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 3 સેન્ટ્સની સાધારણ નરમાઈ સાથે 72.14 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ સત્રોથી તે આ પ્રકારની મૂવમેન્ટ દર્શાવી રહ્યો છે. વધુ ઘટાડા માટે તેનું 70 ડોલર નીચે જવું જરૂરી છે.

ગોલ્ડ-સિલ્વર રેંજ બાઉન્ડ

કિંમતી ધાતુઓમાં રેંજ બાઉન્ડ ટ્રેડ જોવા મળી રહ્યો છે. જોકે તેઓ મજબૂત અન્ડરટોન ધરાવે છે એમ કહી શકાય. કોમેક્સ ગોલ્ડ માટે 1800 ડોલર એક મજબૂત સપોર્ટ છે. આજે તે 2 ડોલરના સુધારે 1816 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. યુએસ ખાતે ઈન્ફ્લેશનના મજબૂત આંકડાઓ સોનાને મધ્યમગાળે નવી ટોચ તરફ આગળ લઈ જઈ શકે છે. ચાંદી 25 ડોલર પર કોન્સોલિડેટ થઈ રહી છે. બેઝ મેટલ્સમાં નવેસરથી સુધારો જોતાં તે પણ 28 ડોલર પાર કરશે તો 30-33 ડોલરની રેંજમાં પ્રવેશી શકે છે.



મહત્વની હેડલાઈન્સ

· ભારતનું કુલ દેવુ જીડીપીના 60.5 ટકા પર પહોંચ્યું.

· દેશના ઓટો ઉત્પાદકોએ સરકારને સખત એમિશન્સ નિયમોને હાલમાં મોકૂફ રાખવા જણાવ્યું.

· 3 ઓગસ્ટ સુધી ચોમાસાના વરસાદમાં એક ટકાની ખાધ જોવા મળી.

· આરબીઆઈએ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ માટે આઉટસોર્સિંગ ગાઈડલાઈન્સ જાહેર કરી.

· સીબીડીટીએ વિવિધ ફોર્મ્સના ઈલેક્ટ્રોનિક ફાઈનીંગ માટેની સમયમર્યાદા લંબાવી.

· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 2120 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.

· સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 299 કરોડની વેચવાલી દર્શાવી હતી.

· વિદેશી સંસ્થાઓએ મંગળવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 7420 કરોડની ખરીદી કરી હતી.

· ભારતની યુરિયા આયાતમાં 2021-21માં 8 ટકા વૃદ્ધિ સાથે 98.3 લાખ ટનની આયાત.

· મહામારીને કારણે દેશમાં મહિલા મજૂરોનો પાર્ટિસિપેશન હિસ્સો ઘટીને 16.1 ટકા પર જોવાયો.

· અદાણી એન્ટરપ્રાઈઝીસે જૂન ક્વાર્ટરમાં રૂ. 271 કરોડનો નફો દર્શાવ્યો. કંપનીની આવક રૂ. 12580 કરોડ રહી હતી.

જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટસે બેંગલોર મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ. 365 કરોડનો ઓર્ડર મેળવ્યો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage