માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં મજબૂતી
મોટાભાગના એશયિન બજારો લાંબી રજા બાદ આજે ખૂલ્યાં છે. જેમાં જાપાનને બાદ કરતાં સુધારો જોવા મળી રહ્યો છે. કોરિયન માર્કેટ 2 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. જ્યારે તાઈવાન 0.9 ટકા, હોંગ કોંગ 0.3 ટકાનો સુધારો દર્શાવે છે. એકમાત્ર જાપાન 0.36 ટકા નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીમાં 97 પોઈન્ટ્સનો સુધારો
સિંગાપુર નિફ્ટી 97 પોઈન્ટસ મજબૂતી સાથે 14113ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવવા સાથે 14100ના સ્તર આસપાસ ટ્રેડ નોંધાવશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે એકવાર નિફ્ટી 14100નું સ્તર પાર કરશે તો પછીથી 14300-14400ના સ્તર જોવા મળી શકે છે.
ક્રૂડ 10 મહિનાની ટોચ પર
ક્રૂડના ભાવ 10 મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં બ્રેન્ટ ક્રૂડ એક ટકા સુધારા સાથે 52.23 ડોલર પ્રતિ બેરલ પર મજબૂત ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડને 55 ડોલરનો અવરોધ છે. જ્યાંથી તે પાછુ પડી શકે છે. ભારત માટે ક્રૂડના ભાવ 50 ડોલર નીચે જળવાય તો નોંધપાત્ર લાભ રહેશે.
ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજારોમાં ગોલ્ડ-સિલ્વરમાં 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1.62 ટકા અથવા 31 ડોલરની મજબૂતી સાથે 1926 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે સિલ્વર 3.14 ટકા ઉછાળા સાથે 27.24 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· ડિસેમ્બરમાં દેશની વેપાર ખાધ વધીને 15.75 અબજ ડોલરની થઈ હતી. જે સૂચવે છે કે અર્થતંત્રમાં માગ વૃદ્ધિનો મહત્વનો સંકેત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નિકાસ કરતાં આયાતમાં મોટો ઘટાડો જોવા મળતો હતો અને ખાધમાં ઘટાડો નોંધાયો હતો.
· જાહેર ક્ષેત્રની બેઈએમએલની ખરીદીમાં રસ ધરાવતાંઓ પાસે ઈઓઆઈ મંગાવવામાં આવ્યાં છે.
· જાન્યુઆરીથી માર્ચ સુધીમાં કુલ 24700 કરોડના ટ્રેઝરી બિલ્સનું વેચાણ કરવામાં આવશે.
· આરબીઆઈએ ભારત માટે ડિજિટલ પેમેન્ટ્સ ઈન્ડેક્સ રજૂ કર્યો છે.
· દેશમાં રવિ સિઝનમાં 621 લાખ હેકટરમાં વિક્રમી વાવેતર જોવા મળ્યું છે.
· શુક્રવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં કુલ રૂ. 617 કરોડની ખરીદી કરી હતી.
· ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જે ટેલિકોમ કંપનીને પડતી મૂકતાં ચીનની ઓઈલ અગ્રણી પણ યુએસ શેરબજારમાં ડિલિસ્ટ થવાની શક્યતા
· રિલાયન્સ-બીપીએ કેજી-ડી6 પ્રોડક્શનમાં ઉત્પાદનમાં કોઈપણ ઘટાડા માટે વળતર આપવાની ખાતરી આપી.
· આર્સેલર મિત્તલ અને જેએસડબલ્યુએ ઉત્તમ ગાલ્વાને ખરીદવા માટે દર્શાવેલો રસ.
· અદાણી ગ્રીને 600 મેગાવોટ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ મેળવ્યો છે.
· કોલ ઈન્ડિયાએ ડિસેમ્બર શિપમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 2.1 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
· આઈશર મોટર્સે ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 37 ટકા વેચાણ વૃદ્ધિ સાથે 68995 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
· હીરોમોટોકોર્પે કુલ 4.15 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
· મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ કંપની કોરિયન પેટા કંપની સેંગયોંગમાં બહુમતી હિસ્સાના વેચાણ માટે રોકાણકારની શોધ ચલાવી રહી છે.
· એનએમડીસીઃ કંપનીએ ડિસેમ્બરમાં 38.6 લાખ ટનનું ઉત્પાદન અને 36.2 લાખ ટનનું વેચાણ નોંધાવ્યું હતું.
· ઓએનજીસીએ જણાવ્યું છે કે બેંગાલ બેસીને લાઈટર, લો-વેક્સ ક્રૂડનું ઉત્પાદન શરૂ કર્યું છે.