માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં સુધારા છતાં એશિયામાં નરમાઈ
સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 238 પોઈન્ટ્સના સુધારે ફરી 34 હજારની સપાટી પાર કરી ગયો હતો. તેમ છતાં એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. જાપાન અને ચીનના બજારોમાં રજા છે. જ્યારે સિંગાપુર, તાઈવાન અને કોરિયા 2.07 ટકા સુધીનો ઘટાડો દર્શાવે છે. તાઈવાન બજારમાં સૌથી વધુ 2 ટકાથી વધુની નરમાઈ જોવા મળી રહી છે. એકમાત્ર હોંગ કોંગ 0.2 ટકાના સામાન્ય સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ
સિંગાપુર નિફ્ટી 11 ટકા ઘટાડા સાથે 14672 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. સોમવારે બજારમાં જોવા મળેલા તીવ્ર બાઉન્સને જોતાં તેજીવાળાઓ બજારને પોઝીટીવ જાળવવાનો પૂરતો પ્રયાસ કરી શકે છે. નિફ્ટીએ 14600નો સપોર્ટ જાળવ્યો છે. જેને બંધ લેવલે સ્ટોપલોસ રાખી લોંગ પોઝીશન જાળવી શકાય. જોકે ખરી મજા તો સ્મોલ-કેપ્સમાં છે. સોમવારે પણ સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી જોવા મળી હતી અને આગામી દિવસોમાં તે જળવાય રહેવાની પૂરી શક્યતા છે.
સોમવારે સાંજ પછી ચાંદીમાં ઉછાળો, સોનું-ક્રૂડ રેંજ બાઉન્ડ
વૈશ્વિક બજારમાં સોમવાર સાંજ પછી કિંમતી ધાતુઓમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ચાંદી 4 ટકાથી વધુ ઉછળી 27 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ હતી. એમસીએક્સ ખાતે તે રૂ. 2300થી વધુના સુધારે રૂ. 70000થી સહેજ છેટે બંધ રહી હતી. ગોલ્ડમાં પણ ખરીદી જોવા મળી હતી. જોકે તેને 1800 ડોલરનો મજબૂત અવરોધ છે. જેને પાર કરવામાં તે તકલીફ અનુભવી રહ્યું છે. મંગળવારે સવારે તે 2 ડોલર નરમાઈ સાથે 1790 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 10 સેન્ટની નરમાઈ દર્શાવે છે. ક્રૂડની વાત કરીએ તો તે હજુ પણ મજબૂતી સૂચવે છે. બ્રેન્ટ વાયદો 67.67 ડોલર પર પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યો છે.
આજે ફોકસમાં રહેનારા કાઉન્ટર્સઃ
જેએસડબલ્યુ એનર્જી, હોમ ફર્સ્ટ, મધરસન સુમી, નવભારત, એલએન્ટી ટેક અને ટાટા કેમિકલ્સ આજે ધ્યાનમાં રાખવાના રહેશે.
મહત્વની હેડલાઈન્સ
· યુરોપિયન યુનિયન્સની સરહદો ખોલવાની શક્યતા જોતાં ઓઈલના ભાવમાં મજબૂતી જોવા મળી છે.
· એપ્રિલમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 16 ટકા વધ્યું છે.
· સ્પાઈસ જેટે તેના 50 ટકા જેટલા કર્મચારીઓના વેતનને પાછો ઠેલ્યો છે.
· ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં 26મા સપ્તાહે 41.3 અબજ ડોલરનો ઈનફ્લો જોવાયો.
· સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 2290 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.
· સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સે સોમવારે રૂ. 553 કરોડની ખરીદી કરી હતી.
· સોમવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 654 કરોડની ડેરિવેટિવ્સ ખરીદી દર્શાવી હતી.
· રિઝર્વ બેંકે આઈસીઆઈસીઆઈ બેંકને ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વાયોલેશન બદલ રૂ. 3 કરોડનો દંડ ફટકાર્યો છે.
· એલએન્ડટી ટેક્નોલોજીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 195 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 5 ટકાનો ઘટાડો સૂચવે છે.
· જેએસડબલ્યુ એનર્જીએ 540 મેગાવોટ વિન્ડ ક્ષમતા માટે પાવર પરચેઝ કરાર કર્યો છે.
Market Opening 4 May 2021
May 04, 2021