Market Opening 4 Nov 2020

daily market update

માર્કેટ ઓપનીંગ

યુએસ પ્રમુખની ચૂંટણીના દિવસે ડાઉ જોન્સ 2 ટકાથી વધુ સુધરીને બંધ આવ્યા હતા. ડાઉ 554 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. નાસ્ડેક પણ 1.55 ટકા  સુધર્યો હતો. એશિયન માર્કેટ્સ મિશ્ર ટ્રેન્ડસ દર્શાવી રહ્યાં છે. હેંગ સેંગ અને ચીન સાધારણ નરમ ચાલી રહ્યાં છે. જયારે જાપાનનો નિકાઈ 1.5 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. કોરિયન કોસ્પી અને તાઈવાન પણ સાધારણ મજબૂતી દર્શાવી રહ્યાં છે.

એસજીએક્સ નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 62 પોઈન્ટ્સ નરમાઈ સાથે 11777 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજારમાં નરમ કામકાજની શરૂઆત સૂચવે છે.

યુએસ પ્રમુખ ચૂંટણીના અત્યાર સુધીના પરિમામો પર નજર

યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ડેમોક્રેડ ઉમેદવાર જો બિડેન 131 ઈલેક્ટોરેટ વોટ્સ જીતી ચૂક્યાં છે. જ્યારે વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 91 ઈલેક્ટોરેલ વોટ્સ મેળવી ચૂક્યાં છે. વિજેતા બનવા માટે 538માંથી 270 ઈલેક્ટોરેલ વોટ્સની લઘુત્તમ જરૂરિયાત રહે છે.

કેટલીક મહત્વની હેડલાઈન્સ

·         આઈએમએફ ચીફ ઈકોનોમિસ્ટે આર્થિક રિકવરીને બળ પૂરું પાડવા માટે વધુ ફિસ્કલ સ્ટીમ્યુલસની વિનંતી કરી છે

·         અદાણીના સ્ટ્રેટાટેક મિનરલ રિસોર્સિઝે મોટો કોલ બ્લોક મેળવ્યાં છે.

·         નાણા મંત્રાલયે જણાવ્યું છે કે કોઈપણ પીએસયૂ બેંક દ્વારા સર્વિસ ચાર્જિસમાં વૃદ્ધિ કરવામાં આવી નથી.

·         સરકાર બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ડિજીટલ ટેક્સ વસૂલવા માટેની સક્રિય બની છે.

·         સન ફાર્માઃ વન-ટાઈમ ટેક્સ ક્રેડિટને કારણે સન ફાર્માનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 70 ટકા વધ્ય હતો.

·         અદાણી જૂથ શ્રીલંકાના પોર્ટ ટર્મિનલના ડેવલપમેન્ટ માટે અગ્રણી હરોળમાં છે.

·         સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઈપીએફઓ નાણાને એઆઈએફ મારફતે રોકાણની છૂટ આપી શકે છે.

·         આરબીઆઈ ફોરેક્સ રિઝર્વ્સના રોકાણ વિકલ્પોનું વૈવિધ્યીકરણ કરવા માગે છે.

·         અદાણી પોર્ટ્સ એન્ડ સેઝનો ચોખ્ખો નફો 32 ટકા વધી રૂ. 1394 કરોડ રહ્યો છે.

·         જીએસએફસીએ બીજા ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે નફામાં 400 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

·         અદાણી ગેસનો ચોખ્ખો નફો વોલ્યુમ્સ રિકવરીને કારણે બીજા ક્વાર્ટરમાં 195 ટકા ઉછળ્યો છે.

·         એન્ટ જૂથના 37 અબજ ડોલરના આઈપીઓને શાંઘાઈ અને હોંગ કોંગમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

·         શાઓમીએ 1 કરોડ મેડ ઈન ઈન્ડિયા પાવરબેંક્સનું વેચાણ કર્યું છે.

·         પીવીઆરે બીજા ક્વાર્ટરમાં રૂ. 184 કરોડની ખોટ નોંધાવી છે.

·         ઓક્ટોબર મહિનામાં ભારતની નિકાસ 5.4 ટકા ઘટી 24.82 અબજ ડોલર રહી હતી. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage