Market Opening 4 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારો સુધારો જાળવવામાં નિષ્ફળ
ગયા સપ્તાહે સતત ઘટાડા બાદ નવી સપ્તાહની શરુઆત પોઝીટીવ રહેવાની શક્યતાં હતી. શુક્રવારે યુએસ બજારોમાં લેવાલી પાછળ મજબૂત તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 1.43 ટકા અથવા 483 પોઈન્ટ્સના ઉછાળે 34000ના સ્તરને કૂદાવી 34326 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 127 પોઈન્ટસના સુધારે 14575 પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો બાઉન્સ દર્શાવે તેવી સંપૂર્ણ શક્યતા હતી. એસજીએક્સ નિફ્ટી શુક્રવારે 121 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17651ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. જોકે આજે સવારે એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. હોંગ કોંગ માર્કેટ 2 ટકાથી વધુ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે જાપાન બજાર એક ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઈવાન બજાર પણ 0.64 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. ચીન અને કોરિયાના બજારોમાં રજા છે. જ્યારે એકમાત્ર સિંગાપુર માર્કેટ 1.49 ટકાના સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 40 પોઈન્ટ્સ સુધારા સાથે 17570ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે તે ટકશે કે કેમ તે જોવું રહ્યું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17781ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકાય. બેન્ચમાર્ક 21 સપ્ટેમ્બરે જોવા મળેલાં 17326 અને 17254ના તળિયાં દર્શાવી શકે છે.
બેંકનિફ્ટી(CMP:37226): શુક્રવારે બનેલું 36876નું તળિયું તાજેતરમાં બનેલી બોટમ્સ સાથે મેળ ખાય છે અને તેથી તે નજીકનો સપોર્ટ ગણાશે. તેની નીચે 21 સપ્ટેમ્બરે બનેલી 36525 અને 7 સપ્ટેમ્બરે બનેલી 36151ની બોટમ્સ સપોર્ટ બની શકે છે. અવરલી ચાર્ટ પર 37900 નજીકનો અવરોધ છે. જેની પર સપ્તાહ દરમિયાન બનેલી 38377ની ટોચ અવરોધનું સ્તર ગણાશે.
ક્રૂડના ભાવમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. છેલ્લાં સપ્તાહથી તે 77-79 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યાં છે. જોકે અન્ડરટોન મક્કમ છે. ગયા સોમવારે તેણે 80 ડોલરની સપાટી દર્શાવી હતી. જેને પાર કરી વધુ સુધારો જોવા મળે તેવી શક્યતા છે.
સોનામાં અન્ડરટોન મક્કમ
વૈશ્વિક બજારમાં સોનુ ગયા સપ્તાહના આખરી બે સત્રોમાં નોંધપાત્ર સુધારા સાથે બંધ જોવા મળ્યું હતું. કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 1730 ડોલરના સ્તરેથી સુધરી 1760 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્તર પર ટકવામાં સફળ રહેશે તો ફરી 1800 ડોલર પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. હાલમાં લોંગ રહેવું જોઈએ. દિવાળી સુધી રૂ. 48000ની સપાટી પાર થાય તેવી પૂરી શક્યતાં છે.
મહત્વની હેડલાઈન્સ
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં ટ્રેડિંગ માટે યૂએઈ ખાતે યુનિટની કરેલી સ્થાપના.
• એનટીપીસી 3 યુનિટ્સ માટે આઈપીઓ લાવે તેવી શક્યતાં. કંપની રૂ. 15000 કરોડ ઊભાં કરશે.
• સરકારે પીએસયૂ જળવિદ્યુત ઉત્પાદક કંપનીઓને રિન્યૂએબલ પ્રોજેક્ટ્સ માટે બીડીંગ કરવા જણાવ્યું.
• સપ્ટેમ્બરમાં ગુડ્સ એક્સપોર્ટ્સ 21 ટકા ઉછળી 33.4 અબજ ડોલર પર જોવા મળી.
• ઈથેનોલ બનાવવા માટે રાખવામાં આવેલી ખાંડ પર સરકારે બમણી રાહતો આપી.
• ઓગસ્ટમાં સર્વિસ નિકાસ 19.57 અબજ ડોલર પર રહી. જ્યારે આયાક 11.52 અબજ ડોલર જોવા મળી.
• 24 સપ્ટેમ્બરે પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશનું ફોરેક્સ રિઝર્વ્સ 99.7 કરોડ ડોલરના ઘટાડે 638.6 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. સતત ત્રીજા સપ્તાહે તેણે ઘટાડો નોંધાવ્યો હતો.
• શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 131 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે શુક્રવારે રૂ. 613 કરોડની વેચવાલી નોંધાવી હતી.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ માર્કેટમાં રૂ. 672 કરોડની ખરીદી કરી હતી.
• કોલ મંત્રાલય કોલ બ્લોક ઓઉનર્સને માઈન્સ સરેન્ડર કરવા માટેની યોજના લાવે તેવી શક્યતાં.
• એલઆઈસી નવેમ્બરમાં આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતા.
• અંબુજા સિમેન્ટે મારવાડ યુનિટ્સ માટે કામગીરીની શરૂઆત કરી.
• નેસ્લે ઈન્ડિયાના સાણંદ યુનિટે શરૂઆતી કામગીરીની શરૂઆત કરી.

ટાટા જૂથ કંપનીની તેજસ નેટવર્ક્સ માટે ઓપન ઓફર
ટાટા જૂથની કંપનીઓએ તેજસ નેટવર્ક્સમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે શુક્રવારે ઓપન ઓફર કરી હતી. કંપનીઓ આ હિસ્સો ખરીદવા માટે લગભગ રૂ. 1038 કરોડનું રોકાણ કરશે. તેજસ નેટવર્ક્સમાં બહુમતી હિસ્સો મેળવવા માટેના ટાટા જૂથના પ્રયાસના ભાગરૂપે આ ઓફર કરવામાં આવી છે. ઓફર હેઠળ ટાટા સન્સ અને તેની પેટાકંપનીઓ પેનાટોન ફિનવેસ્ટ, આકાશસ્થ ટેક્નોલોજિસે તેજસ નેટવર્ક્સના ફૂલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સને માટે પ્રતિ શેર રૂ. 258ના ભાવે ખરીદી માટે તૈયારી દર્શાવી છે. કંપની ઓપન ઓફર મારફતે 4,02,55,631 કરોડ શેર્સ ખરીદવા માગે છે. જે કંપનીનો 26 ટકા હિસ્સો દર્શાવે છે. શુક્રવારે તેજસ નેટવર્કનો શેર રૂ. 517.50ના ભાવે 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. અગાઉ 29 જુલાઈએ ટાટા સન્સની કંપનીએ તેજસમાં રૂ. 1890 કરોડના ખર્ચે બહુમતી હિસ્સો ખરીદશે તેમ જણાવ્યું હતું.
ગ્રાસિમ સામે રૂ. 8334 કરોડના આવકવેરાની માગ
આવકવેરા વિભાગે આદિત્ય બિરલા જૂથની કંપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ પાસે રૂ. 8334 કરોડના આવકવેરાની માગણી કરી છે. વિભાગે કંપનીના ફાઈનાન્સિયલ સર્વિસિઝ બિઝનેસના ડિમર્જર સંબંધમાં હાથ ધરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન હેઠળ થયેલા કેપિટલ ગેઈન્સ તરીકે આ ટેક્સની ડિમાન્ડ કરી છે. જોકે આદિત્ય બિરલા જૂથે આ ઓર્ડરને ટેક્સ સંબંધી કાયદાઓની ભાવનાથી વિરુધ્ધનો ગણાવ્યો છે અને યોગ્ય પગલા લેશે તેમ જણાવ્યું છે. ગ્રાસિમે અગાઉ માર્ચ 2019માં ડેપ્યુટી કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ(ડીસીઆઈટી) દ્વારા કરવામાં આવેલી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ સંબંધે થયેલા કોમ્યુનિકેશન્સનો સંદર્ભ આપ્યો હતો. જેમાં બોમ્બે હાઈકોર્ટે પાછળથી સ્ટે આપ્યો હતો. હાલમાં તે ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. કંપનીએ શુક્રવારે શેરબજારોને જણાવ્યું હતું કે અગાઉના ઓર્ડરની માફક જ ડીસીઆઈટીએ શેર્સની વેલ્યૂ પર કેપિટલ ગેઈન્સ લાગુ પાડ્યો છે. તેમણે એ બાબતને ગણનામાં લીધી જ નથી કે શેરધારકોને જારી કરવામાં આવેલા શેર્સ એક ગોઠવણને આધારે કરવામાં આવ્યાં હતાં અને કંપનીએ કોઈ નાણાકિય લાભ મેળવ્યો નહોતો. જેના પર ટેક્સ લાગુ પડી શકે. આઈટી વિભાગે એસેસમેન્ટ વર્ષ 2018-19 માટે ઈન્ટરેસ્ટ અને પેનલ્ટી સહિત રૂ. 8334 કરોડની માગ કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage