Market Opening 4th March 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં સાધારણ નરમાઈ પાછળ એશિયા લાલઘૂમ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 121 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા છતાં એશિયન બજારોમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1.9 ટકા, હોંગ કોંગ 1.9 ટકા, કોરિયા 1.5 ટકા, તાઈવાન 1.3 ટકા અને ચીન 1.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે નાસ્ડેકમાં 2.7 ટકા અથવા 360 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેણે 13000નો સપોર્ટ તોડ્યો હતો. આમ નાસ્ડેકમાં તીવ્ર ઘટાડાના સંકેતો મળી રહ્યાં છે.

SGX નિફ્ટી દોઢ ટકા ડાઉન

સિંગાપુર નિફ્ટી 1.6 ટકા અથવા 250 પોઈન્ટ્સના ઘટાડે 15045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. જોકે ખૂલતામાં 15000નું સ્તર જળવાશે તેવું પણ તે સૂચવે છે. બુધવારે તેજીવાળાઓની મજબૂત પકડ જોતાં એવું બની શકે છે કે બેન્ચમાર્ક ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ થોડો સુધારો દર્શાવી ટ્રેડ થાય. તેમજ બ્રોડ માર્કેટમાં ખરીદી ચાલુ રહી શકે છે. જોકે સાથે એ વાત પણ યાદ રાખવી રહી કે બજાર 15000-15400ની રેંજમાં ડિસ્ટ્રીબ્યુશન જોઈ રહ્યું છે અને તેથી વર્તમાન ઝોન પાર કરવામાં તેને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ક્રૂડ મક્કમ

ક્રૂડના ભાવ ઢીલુ મૂકવા તૈયાર નથી. બ્રેન્ટ ક્રૂડ 65 ડોલરનો અવરોધ અનુભવી રહ્યું છે સાથે 60-62 ડોલરની નીચે તે ટકી શકતું નથી અને બાઉન્સ થઈ જાય છે. આજે સવારે બ્રેન્ટ વાયદો 0.8 ટકા મજબૂતી સાથે 64.44 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે હાલની ટોચ નજીક જ ચાલી રહ્યો છે. યુએસ ખાતેથી આવી રહેલા સતત સારા ડેટાને પગલે ક્રૂડને સપોર્ટ મળી જાય છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

સોનું દિન-પ્રતિદિન ઘટાડો નોંધાવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે વેક્સિનેશનની પ્રક્રિયા મજબૂત બનતાં સોનામાં ખરીદીનું કોઈ કારણ બનતું નથી. જેઓ અગાઉ કોવિડ મહામારી વખતે ગભરાટમાં ખરીદીને બેઠાં હતાં તેઓ નાણાને સોનામાંથી બહાર કાઢી રહ્યાં છે. કોમેક્સ ખાતે સોનુ સવારે 6 ડોલર નરમાઈ સાથે 1710 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. આમ તે 1700 ડોલરનો સાયકોલોજિકલ સપોર્ટ તોડવાની તૈયારીમાં છે. એમસીએક્સ ખાતે બુધવારે રાતે સોનુ 1.27 ટકા અથવા રૂ. 577ના ઘટાડે રૂ. 44971 પર બંધ આવ્યું હતું. જ્યારે ચાંદી 2.10 ટકા અથવા રૂ. 1413 ગગડી રૂ. 65926 પર બંધ જોવા મળી હતી. આજે સવારે વૈશ્વિક કોમેક્સ ખાતે તે 0.65 ટકા ઘટાડા સાથે 26.21 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.

મહત્વની હેડલાઈન્સ

  • વિદેશી રોકાણકારોએ બુધવારે ભારતીય બજારમાં રૂ. 2089 કરોડની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી.
  • ઈન્ફોસિસે ગુગલ પાસેથી 50 કરોડ ડોલરનો ઓર્ડર મેળવ્યો.
  • અદાણી પોર્ટસ વોરબર્ગ પાસેથી ગંગાવરમ પોર્ટમાં રૂ. 1954 કરોડમાં હિસ્સો ખરીદશે.
  • અનંતરાજ ડેટા સેન્ટર્સ વર્ટિકલ માટે વોરંટ્સ મારફતે ફંડ ઊભું કરશે.
  • એસબીઆઈ અને કોટક બેંક બાદ હવે એચડીએફસીએ પણ હાઉસિંગ લોન રેટમાં 5 બેસીસ પોઈન્ટસનો ઘટાડો કર્યો છે.
  • આઈઆરસીટીસી 14 માર્ચથી ગોલ્ડન ચેરિઓટ ટ્રેઈન મારફતે ટ્રિપ્સ શરૂ કરશે.
  • ઈરકોન ઈન્ટરનેશનલે સિગ્નલીંગ રિપ્લેસ કરવા માટે રૂ. 188 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
  • વીએસટી ટિલર્સ ઝીમેનો ઈન્ક.માં 15 કરોડ ડોલરનું રોકાણ કરશે.
  • સન ફાર્માને લોટેમેક્સ આઈય ડ્રોપ્સની જેનેરિક માટે યુએચએફડીએની મંજૂરી મળી છે.
  • બજાજ ઈલેક્ટ્રીકલ્સ અને મહિન્દ્રા લોજિસ્ટીક્સે ઈનોવેટિવ લોજિસ્ટીક્સ ઓપ્ટિમાઈઝેશન એન્ડ આઉટસોર્સિંગ એરેંજમેન્ટ માટે કરાર કર્યાં છે.
  • મઝગાંવ ડોક ત્રીજી સ્કોરપેને સબમરીને 10 માર્ચે કાર્યાન્વિત કરશે.
  • ભારતી એરટેલે વિદેશી બજારમાં બોન્ડ્સ મારફતે 75 કરોડ ડોલર એકત્ર કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage