માર્કેટ ઓપનીંગ
માર્કેટમાં ફ્લેટ શરૂઆતની સંભાવના
વૈશ્વિક બજારોમાં મજબૂત અન્ડરટોન પાછળ નવા સપ્તાહે ભારત સહિત એશિયન બજારો સુધારા સાથે કામગીરીની શરૂઆત કરે તેવી શક્યતા હતી. જોકે સોમવારે ઘણા એશિયન બજારોમાં રજાનો માહોલ છે. જાપાન, સિંગાપુર અને કોરિયન બજારો કામકાજ કરી રહ્યાં છે. જેમાં નિક્કાઈ 0.77 ટકા પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવે છે. જ્યારે સિંગાપુર 0.8 ટકા અને કોરિયા સાધારણ નરમાઈ દર્શાવે છે. ગયા ગુરુવારે ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 171 પોઈન્ટ્સ મજબૂતી સાથે નવી ટોચ પર જ બંધ આવ્યો હતો.
SGX નિફ્ટીમાં નરમાઈ
દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ કેસિસને કારણે આંશિક લોક ડાઉનની ઘટનાઓની અસરે સિંગાપુર નિફ્ટી નરમાઈ દર્શાવી રહ્યો છે. તે 87 પોઈન્ટ્સના ઘટાડે 14906ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ખૂલે તેવી શક્યતા છે.
બ્રેન્ટ ક્રૂડને 65 ડોલરનો અવરોધ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ફરી રેંજ બાઉન્ડ ટ્રેડમાં ફસાઈ ગયું છે. મે મહિનાથી ક્રૂડના ભાવમાં વૃદ્ધિના નિર્ણય બાદ વધી ગયેલો બ્રેન્ટ વાયદો 65 ડોલરની સપાટી પાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. આજે સવારે તે 0.60 ટકાની નરમાઈ સાથે 64.47 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ પર કોવિડ લોકડાઉનની પણ કોઈ મોટી નેગેટિવ અસર જોવા મળી રહી નથી.
ગોલ્ડ-સિલ્વરમાં કોન્સોલિડેશન
ગયા સપ્તાહે તળિયાના સ્તરેથી બાઉન્સ દર્શાવ્યાં બાદ ગોલ્ડ-સિલ્વર કોન્સોલિડેશનમાં જોવા મળે છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 2 ડોલર નરમાઈ સાથે 1726 2 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર સાધારણ મજબૂતી સાથે 24.973 પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક કોમેક્સ ખાતે સોનુ રૂ. 45000 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી રૂ. 65000 પર ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· કોલ પાવર પ્લાન્ટ્સ માટે એન્ટી-પોલ્યુશન સંબંધી નિયમોને ફરી એકવાર પાછા ઠેલાયાં.
· રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ક્રેડીટક્સ, શેરધારકોએ ઓઈલ્સ-ટુ-કેમિકલ્સને અલગ બિઝનેસ કરવાને મંજૂરી આપી છે.
· આરબીઆઈએ 53 કરોડ ડોલરનું બોન્ડ સેલ્સ કરી સેકન્ડરી માર્કેટમાં સરપ્રાઈઝ આપી.
· ગયા સપ્તાહે આરબીઆઈએ કુલ રૂ. 3880 કરોડના બોન્ડ્સનું વેચાણ કર્યું.
· 26 માર્ચે પૂરા થતાં સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.99 ડોલર તૂટી 579.3 અબજ ડોલર રહ્યું.
· શ્રેઈ ઈક્વિપમેન્ટ સામેના આરબીઆઈના એક્શન પર એનસીએલટીએ પ્રતિબંધ ઉઠાવ્યો.
· વૈશ્વિક ફંડ્સે કોરિયન, ઈન્ડિયન, થાઈ અને ઈન્ડોનેશિયન બોન્ડ્સમાં ખરીદી કરી.
· શુક્રવારે વિદેશી ફંડ્સે ભારતીય શેરબજરામાં રૂ. 149 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. તેની સામે સ્થાનિક ફંડ્સે રૂ. 297 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· વિદેશી ફંડ્સે ભારતીય ડેરિવેટિવ્સમાં રૂ. 4680 કરોડની ખરીદી દર્શાવી હતી.
· રિલાયન્સ-બીપી કેજી-ડી6 બેસીનમાંથી 5.5 એમએમએસસીએમડી ગેસ માટે ખરીદાર શોધી રહ્યાં છે.
· દેશમાં 4જી ટેન્ડરમાંથી ચીનની હૂવેઈ અને ઝેડટીઈને બ્લોક કરવામાં આવે તેવી શક્યતા.
· શાપુરજી પાલોનજી ફાઉન્ડર્સ ટાટા હોલ્ડિંગ્સ સામે 68.1 કરોડ ડોલર ઊભાં કરશે.
· બેંક ઓફ બરોડાએ જણાવ્યું છે કે આઈએલએડએફએસે 2021-22 સુધીમાં રૂ. 6000 કરોડનું ઋણ પરત કરવાનો વાયદો જાળવી રાખ્યો છે.
· કોલ ઈન્ડિયાના શીપમેન્ટ્સ કોવિડ કટોકટીને પગલે ચાર વર્ષના તળિયે.
· આઈએફએન્ડએફએસે ચીન ખાતે રોડ એસેટ્સના વેચાણમાંથી રૂ. 1035 કરોડ ઊભાં કર્યાં છે.
· જેએન્ડકે બેંકમાં રાજ્ય સરકાર રૂ. 500 કરોડનું મૂડીકરણ કરશે.
· મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ ભારતમાં પ્રોજેક્ટ્સને લઈને જોડાણ નહિ કરે.
· મારુતિએ જણાવ્યું છે કે ગુજરાત સ્થિત સી પ્લાન્ટે ઉત્પાદન શરૂ કરી દીધું છે. જે ઉત્પાદન ક્ષમતામાં વર્ષે 2.5 લાખ યુનિટ્સનો ઉમેરો કરે છે.
· નેટકો ફાર્માએ બોસેન્ટાન માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.
· પરાગ મિલ્કે શેર, એફએસીસીબી ઈસ્યુ મારફતે 2.1 કરોડ ડોલર ઊભા કર્યાં છે.
· સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2020-21માં તેના કુલ ઋણમાં ત્રીજા ભાગનો ઘટાડો કર્યો છે.
· સરકારે યુનિટેક કેસમાં રૂ. 197 કરોડની પ્રોપર્ટીઝ જપ્ત કરી છે.
· આજે માર્ચ મહિના માટે માર્કિટ ઈન્ડિયા મેન્યૂફેક્ચરિંગ પીએમઆઈ રજૂ થશે. અગાઉ ફેબ્રુઆરી માટે તે 57.5 જોવા મળ્યો હતો.
Market Opening 5 April 2021
April 05, 2021