Market Opening 5 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઈમર્જિંગ માર્કેટ્સ અને યુએસ બજાર વચ્ચે ડિકપલીંગ???
યુએસ ખાતે બજારો નવી ટોચ પર બંધ રહેવા છતાં એશિયન બજારોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. જાપાનનો નિક્કાઈ બેન્ચમાર્ક 0.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગ પણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. એકમાત્ર તાઈવાન 1.2 ટકા વૃદ્ધિ સાથે મજબૂત સુધારો દર્શાવી રહ્યું છે. જ્યારે કોરિયા, સિંગાપુર અને ચીન સાધારણ પોઝીટીવ ટ્રેડ સૂચવે છે. આમ ઈમર્જિંગ માર્કેટ્સ અને યુએસ બજાર વચ્ચે એક પ્રકારનું ડિકપલીંગ જોવા મળી રહ્યું છે.
નવા સપ્તાહે 16000 જોવા મળશે ???
સિંગાપુર નિફ્ટી 75 પોઈન્ટ્સ સુધારા સાથે 15823ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ નવા સપ્તાહની શરૂઆત ગેપ-અપ ઓપનીંગ સાથે થશે તે નિશ્ચિત છે. જોકે મહત્વનું એ છે કે શું નિફ્ટી 16000ના સ્તરને પાર કરી શકશે. કેમકે બેન્ચમાર્ક 15900ના સ્તરે ટ્રિપલ ટોપ બનાવીને પરત ફર્યો છે. જો 15900 પાર થશે તો 16000નું સ્તર જોવા મળશે. જોકે બેન્ચમાર્ક આ સ્તરે ટકી શકે છે કે કેમ તે પણ એક કોયડો છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક બજારમાં ક્રૂડ 75-76 ડોલરની અતિ સાંકડી રેંજમાં અથડાઈ રહ્યું છે. અન્ડરટોન મજબૂત છે તેમ છતાં તે ઝડપથી વધું નથી.
ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ 5 ડોલર સુધારા સાથે 1788 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 2 ટકા મજબૂતી સાધે 26.60 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. રૂપિયામાં ડોલર સામે નરમાઈનો લાભ પણ સ્થાનિક બજારમાં ધાતુના ભાવને મળી રહ્યો છે.
મહત્વની હેડલાઈન્સ
• જૂન મહિનામાં નિકાસ 47 ટકા ઉછળી, 2021-22માં ટાર્ગેટ 400 અબજ ડોલરનો રાખવામાં આવ્યો છે.
• જૂન મહિનામાં વેપાર ખાધ 9.4 અબજ ડોલર પર રહી.
• ટાટા સ્ટીલનું પ્રથમ ક્વાર્ટરમાં પ્રોવિઝ્નલ ઉત્પાદન 46.2 લાખ ટન પર રહ્યું.
• દેશના વિદેશી હૂંડિયામણમાં વધુ 5 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 608.999 અબજ ડોલરના નવા વિક્રમી સ્તરે પહોંચ્યું છે. આરબીઆઈએ રજૂ કરેલા ડેટા મુજબ 25 જૂને પૂરા થયેલાં સપ્તાહ દરમિયાન દેશની ડોલર એસેટ્સમાં 5 અબજ ડોલરથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉ 18 જૂને પૂરા થતાં સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ્સમાં 4.4 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. કુલ હૂંડિયામણમાં ફોરેન કરન્સી એસેટ્સ 4.7 અબજ ડોલર વધી 566.24 અબજ ડોલર પર હતી. જ્યારે ગોલ્ડ એસેટ્સ 36.5 કરોડ વધી 36.296 અબજ ડોલર પર રહી હતી.
• ટેલિકોમ કંપનીઓનું ઋણ રૂ. 3.85 લાખ કરોડે પહોંચ્યું
• નાણાકિય વર્ષ 2020-21ના અંતે દેશની ખાનગી તથા જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓનું ઋણ રૂ. 3.85 લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ કંપનીઓનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો ઉછળીને 6.83ના ઊંચા સ્તરે જોવા મળ્યો હતો. સામાન્યરીતે કોઈપણ કંપનીનો ડેટ-ટુ-ઈક્વિટી નીચો હોય તેટલી જ તે કંપનીની બેલેન્સશીટ મજબૂત ગણાય છે. ટેલિકોમ કંપનીઓની સ્થિતિ માર્કેટ એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં વધુ વણસતી જોવા મળી હતી. રૂ. 3.85 લાખ કરોડના કુલ ઋણ બોજમાં ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા, ભારત સંચાર નિગમ અને એમટીએનએલનો સમાવેશ થાય છે. કંપનીઓના સંયુક્ત ડેટમાં વાર્ષિક ધોરણે 22.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે ગયા વર્ષે તેમના બોરોઈંગમાં 8.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
• 2 જુલાઈ સુધીમાં દેશમાં કુલ વરસાદ સામાન્યની સરખામણીમાં 6 ટકા વધુ.
• શુક્રવારે ભારતીય બજારમાં વિદેશી ફંડ્સનું રૂ. 983 કરોડ રૂપિયાનું વેચાણ. સ્થાનિક ફંડ્સે કરેલી રૂ. 930 કરોડની ચોખ્ખી ખરીદી.
• એમેઝોન અને ટાટાએ ઈ-કોમર્સના નવા નિયમોને લઈ ભારત સરકાર સમક્ષ કરેલી રજૂઆત.
• અબાન ઓફશોર રૂ. 687 કરોડની લોન ચૂકવણીમાં નાદાર બની. કંપનીનું કુલ ઋણ રૂ. 723 કરોડ.
• એવન્યૂ સુપરમાર્કેટ્સના જણાવ્યા મુજબ પ્રથમ ક્વાર્ટરમાં આવક 31 ટકા ઉછળી રૂ. 5003 કરોડ પર રહી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3830 કરોડ પર હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage