Market Opening 5 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર ફ્લેટિશ, એશિયામાં મિશ્ર ટ્રેન્ડ

મંગળવારે યુએસ ખાતે માર્કેટમાં ફ્લેટ ટ્રેડ જોવા મળ્યો હતો. અલબત્ત, નાસ્ડેકમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો પરંતુ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 20 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે 34133 પર બંધ રહ્યો હતો. બીજી બાજુ યુરોપમાં જર્મનીનું બજાર 2.5 ટકા જેટલું તૂટી ગયું હતું. જેની એશિયન બજારો પર નેગેટિવ અસર સ્વાભાવિક છે. જોકે એશિયન બજારો પણ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં હોંદ કોંગ સાધારણ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે તાઈવાન અને કોરિયા પોઝીટીવ ઝોનમાં જોવા મળે છે. કોરિયન ઈન્ડેક્સ કોસ્પી 0.64 ટકા સાથે સારો સુધારો દર્શાવી રહ્યો છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 78 પોઈન્ટ્સના સુધારા સાથે 14610 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. જોકે તેના ટકવા સામે પ્રશ્નાર્થ છે. મંગળવારે બજારમાં ટોચના સ્તરેથી જોવા મળેલી તીવ્ર વેચવાલી સૂચવે છે કે બજાર ટ્રેડિંગનું છે. હાલમાં ટ્રેડર્સ શોર્ટ-ટર્મ પ્રોફિટથી સંતોષ માની રહ્યાં છે.

ક્રૂડ દોઢ વર્ષની ટોચ બનાવવાની નજીક

વૈશ્વિક બજારમાં ક્રૂડ નવી ટોચ બનાવવાની તૈયારીમાં છે. બ્રેન્ડ ક્રૂડ વાયદો આજે સવારે 1.25 ટકા સુધારે 69.74 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે માર્ચની શરૂઆતમાં 71.34 ડોલરની સવા વર્ષની ટોચ બનાવી હતી. તે ટૂંકમાં 70 ડોલરની સપાટી પાર કરે તેવી શક્યતા છે. એમસીએક્સ ખાતે પણ ક્રૂડ વાયદો રૂ. 4838ની સપાટી પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

* ભારતની ટેલિકોમ કંપનીઓ 5જી ઓપરેશન્સ માટે ચીનના સપ્લાયર્સને ટાળશે.

* ભારતી, જીઓ અને વોડાફોનને 5જી ટ્રાયલ્સ માટે 6 મહિનાની મળેલી મંજૂરી.

* અદાણી ટોટલના જણાવ્યા મુજબ કોવિડના બીજા વેવને કારણે માગમાં જોવા મળતો ઘટાડો.

* ગોદરેજ પ્રોપર્ટીઝના મતે પ્રથમ ક્વાર્ટરના વેચાણમાં કોવિડના બીજા વેવને કારણે પડેલો ફટકો.

* ભારતની માર્ચ મહિનાની ક્રૂડ આયાતમાં વાર્ષિક ધોરણે 6.4 ટકાનો ઘટાડો.

* મંગળવારે વિદેશી ફંડ્સની રૂ. 1770 કરોડની વેચવાલી. જ્યારે સ્થાનિક ફંડ્સની રૂ. 987 કરોડની લેવાલી.

* મંગળવારે વિદેશી ફંડ્સની ડેરિવેટિવ્સમાં રૂ. 2690 કરોડની ખરીદી.

* સ્ટીલ ઉત્પાદકોએ એચઆરસી અને સીઆરસીના ભાવમાં પ્રતિ ટન રૂ. 4500નો કરેલો વધારો.

* અદાણી પોર્ટ્સે ચોથા ક્વાર્ટરમાં રૂ. 1290 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેણે રૂ. 1465 કરોડનો અંદાજ હાંસલ કરી શકી નથી.

* અદાણી ટોટલે ચોથા ક્વાર્ટરમાં રૂ. 144 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક 25 ટકા વધી રૂ. 614 કરોડ રહી છે.

* હિંદુસ્તાન એરોનોટિક્સે રોલ્સ-રોયસ સાથે એમટી30 મરિન એન્જિન બિઝનેસને સપોર્ટ માટે કરાર કર્યાં છે.

* ઈન્ટરગ્લોબ એવિએશન 7 મેના રોજ ક્વિપ ઈસ્યુ મારફતે ફંડ ઊભું કરવા માટે વિચારણા કરશે.

* એલએન્ડટી ઈન્ફોટેકેનો માર્ચ ક્વાર્ટરનો નફો 28 ટકા ઉછળી રૂ. 545 કરોડ રહ્યો છે. તેણે રૂ. 497 કરોડના અંદાજને પાછળ રાખી દીધો છે.

* આરબીએલ બેંકના માર્ચ ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 34 ટકા ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 75 કરોડ રહ્યો છે. જ્યારે અંદાજ રૂ. 102 કરોડનનો હતો. બેંકના પ્રોવિઝનમાં ત્રિમાસિક ધોરણએ 26 ટકા વૃદ્ધિ જોવા મળી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage