Market Opening 6 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર નવી ટોચ પર, એશિયામાં મજબૂત અન્ડરટોન

સોમવારે યુએસ શેરબજાર નવી ટોચ પર બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 374 પોઈન્ટ્સના સુધારે 33527 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ 225 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ આવ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.75 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સિંગાપુર, કોરિયા અને ચીનનો બજારો પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે તાઈવાનમાં મજબૂતી જોવા મળી રહી છે.

SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી

સિંગાપુર નિફ્ટી 26 પોઈન્ટ્સના સુધારે 14749 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. કોવિડ કેસિસમાં નિરંતર વૃદ્ધિ પાછળ સ્થાનિક બજારમાં ગભરાટ જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ ઝડપી વેક્સિનેશનને કારણે રોકાણકારોનો કોન્ફિડન્સ પણ વધી રહ્યો છે. આમ બજાર બે બાજુની મૂવમેન્ટ જાળવી રાખે તેવી શક્યતા છે.

સોમવારે 5 ટકાના ઘટાડા બાદ ક્રૂડમાં સાધારણ સુધારો

વૈશ્વિક બજારમાં સોમવારે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 5 ટકાથી વધુ ઘટી 62 ડોલરની નીચે ઉતરી ગયો હતો. જોકે મંગળવારે સવારે તે 1.1 ટકા મજબૂતી સાથે 62.80 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. વધુ ઘટાડા માટે તેનું 62 ડોલરની નીચે ટકવું જરૂરી છે. તો તે 56 ડોલર સુધીની નરમાઈ દર્શાવી શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી

સોમવારે ઘટાડો દર્શાવ્યાં બાદ મંગળવારે કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 6 ડોલર મજબૂતી સાથે 1734 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.75 ટકા સુધરે 24.96 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે બુલિયનમાં નીચા સ્તરે ખરીદી જોવા મળી છે. કોવિડના વધતાં કેસિસને જોતાં પણ કિંમતી ધાતુના ભાવ વધી રહ્યાં છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો રૂ. 45350 પર જ્યારે સિલ્વર વાયદો રૂ. 64505 પર ટ્રેડ કરી રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

  • પ્રથમ ક્વાર્ટરમાં મકાનોના વેચાણમાં 44 ટકા વૃદ્ધિ. નીચા વ્યાજ દર ઉપરાંત ગયા વર્ષે નીચા બેઝનો લાભ.
  • ફૂડ ડિલીવર સ્ટાર્ટઅપ સ્વીગીએ 80 કરોડ ડોલર મેળવ્યાં. કંપનીનું એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5 અબજ ડોલરની ગણી.
  • ઈમર્જિંગ માર્કેટ ઈટીએફમાં ઊંચો ઈનફ્લો જોવા મળ્યો. સતત 22મા સપ્તાહે પોઝીટીવ ફ્લો. ગયા સપ્તાહે 38.8 અબજ ડોલરનો ઈનફ્લો.
  • સોમવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 932 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું. સ્થાનિક ફંડ્સે રૂ. 75 કરોડની ખરીદી કરી
  • ડોલરમાં વૃદ્ધિ પાછળ સિટિગ્રૂપ અને મોર્ગન સ્ટેનલીએ ઈમર્જિંગ માર્કેટ્સને લઈને વ્યક્ત કરેલી ચિંતા.
  • ઈરાન ન્યુકલિયર ડિલને લઈને મંત્રણા પહેલા ઓઈલના ભાવમાં ઘટાડો.
  • ઈરકોન ઈન્ટરનેશનલ એક શેર સામે એક ફ્રી શેરની ફાળવણી કરશે.
  • જિંદાલ સ્ટીલના જણાવ્યા મુજબ માર્ચમાં વેચાણ 61 ટકા ઉછળી 7,86,000 ટન જોવા મળ્યું.
  • મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં 1,72,433 વેહીકલ્સનું ઉત્પાદન કર્યું. જે ગયા વર્ષે સમાનગાળામાં 92,450 વેહીકલ્સ હતું.
  • શોભા ડેવલપર્સે માર્ચ મહિનામાં 13.4 લાખ ચોરસ ફૂટનું કુલ વેચાણ નોંધાવ્યું.
  • એનટીપીસીએ બિહાર અને યૂપી યુનિટ્સનું કામ પૂર્ણ થયા બાદ કુલ 65,810 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage