Market Opening 6 August 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

યુએસમાં મજબૂતી વચ્ચે એશિયામાં નરમાઈ યથાવત

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એશિયન બજારો નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર જાપાન બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે હોંગકોંગ, ચીન, કોરિયા, તાઈવાન સહિતના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી તેઓ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો સાધારણ પોઝીટીવ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 13 પોઈન્ટસના સુધારા સાથે 16323 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે બજારને 16350નો અવરોધ નડી શકે છે અને તે દિવસ દરમિયાન કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. લોંગ પોઝીશન માટે 15900નો સ્ટોપલોસ જાળવવો. મેટલ્સ, એફએમસીજી અને રિલાયન્સ ઈન્ડ.માં મજબૂતી ચાલુ રહી શકે છે.

ક્રૂડમાં સ્થિરતા

વૈશ્વિક ક્રૂડના ભાવ ખૂબ નાની મૂવમેન્ટ દર્શાવી રહ્યાં છે. આજે સવારે તે 71 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે. વધુ ઘટાડા માટે તેનું 70 ડોલર નીચે ટ્રેડ થવું જરૂરી છે.

ગોલ્ડમાં નરમાઈ

વૈશ્વિક ગોલ્ડના ભાવ આજે સવારે 6 ડોલરના ઘટાડે 1803 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. આમ ગોલ્ડમાં પણ નરમાઈનો સંકેત મળી રહ્યો છે. જો ગોલ્ડ 1800 ડોલરની સપાટી તોડશે તો તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ફંડામેન્ટલ્સ મજબૂતી સૂચવી રહ્યાં હોવા છતાં ગોલ્ડના ભાવ ઊંચા સ્તરે ટકી શકતાં નથી.

મહત્વની હેડલાઈન્સ

· આરબીઆઈના ગવર્નર આજે મોનેટરી પોલિસીને લઈને જાહેરાત કરશે. તેઓ રેપો રેટને 4 ટકા પર ચાલવી રાખી એવી શક્યતાં છે.

· ભારતની યુએસ ખાતેની ક્રૂડ આયાત જૂન મહિનામાં ડબલ થઈ. યુએસ ક્રૂડનું સૌથી મોટું ખરીદાર બન્યો.

· ઈન્ડિયાબુલ્સ હાઉસિંગે યુએસ બોન્ડ રિપેમેન્ટ માટે રિઝર્વ ફંડ ઊભું કર્યું.

· ગુરુવારે એફઆઈઆઈએ ભારતીય બજારમાં રૂ. 720 કરોડની વેચવાલી દર્શાવી.

· સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 732 કરોડની વેચવાલી નોંધાવી.

· વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 254 કરોડનું વેચાણ નોંધાવ્યું.

· અદાણી પાવરે જૂન ક્વાર્ટરમાં રૂ. 278 કરોડનો નફો દર્શાવ્યો. ગયા વર્ષે તેણે સમાનગાળામાં રૂ. 682 કરોડની ખોટ નોંધાવી હતી.

· આદિત્ય બિરલા કેપિટલે જૂન ક્વાર્ટરમાં રૂ. 302 કરોડનો નફો દર્શાવ્યો છે. તેની આવક 6.7 ટકા ઉછળી રૂ. 4300 કરોડ રહી હતી.

· બજાજ કન્ઝ્યૂમરે જૂન ક્વાર્ટમાં રૂ. 48.8 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે તેણે રૂ. 55.74 કરોડનો નફો નોંધાવ્યો હતો.

· સિપ્લાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 714 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 641 કરોડની સરખામણીમાં 24 ટકા વધુ છે. કંપનીની આવક પણ 26 ટકા ઉછળી રૂ. 5500 કરોડ જોવા મળી હતી.

· હનીવેલ ઓટોમેશને જૂન ક્વાર્ટરમાં 6.7 ટકા ઘટાડા સાથે રૂ. 91.53 કરોડનો નફો દર્શાવ્યો છે. તે રૂ. 118 કરોડના નફાનો અંદાજ ચૂકી છે.

· ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 282 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે આવક 10 ટકા ઘટી રૂ. 2302 કરોડ પર રહી છે.

· ગુજરાત ગેસનો નફો રૂ. 476 કરોડ પર રહ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 58.66 કરોડ હતો. તેણે રૂ. 346 કરોડના અંદાજથી ખૂબ સારો દેખાવ દર્શાવ્યો છે.

· મારુતિ સુઝુકીએ જુલાઈ મહિના દરમિયાન કુલ 1,70,719 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે 1,07,687 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.

· પેનેશ્યા બાયોટેકે સ્પુટનિકના 2.5 કરોડ ડોઝિસના ઉત્પાદન માટે કરાર કર્યો છે.

· ક્વેસ કોર્પોરેશને જૂન મહિનામાં રૂ. 46.19 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે રૂ. 59.4 કરોડના અંદાજને ચૂકી ગઈ છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage