બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર વલણ
નવા સપ્તાહના પ્રથમ દિવસે એશિયન માર્કેટ્સમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર અને ચીન પોઝીટીવ જોવા મળે છે. ગયા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં 2 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 8 પોઈન્ટ્સના સુધારે 17243ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે શુક્રવારે તેણે તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. જેને જોતાં બજારમાં શરૂઆતી દોરમાં નરમાઈ અપેક્ષિત છે. નિફ્ટીમાં 17150નો સ્ટોપલોસ મહત્વનો રહેશે. જેને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ ઊભું રાખી શકાય. જે તૂટતાં 17800 અને ત્યારબાદ 17600ના સ્તરો જોવા મળી શકે છે. જ્યારે 17490ની શુક્રવારની ટોચ પાર થશે તો માર્કેટ 17600 અને ત્યારબાદ 17800ના સ્તર દર્શાવી શકે છે.
ક્રૂડમાં સુધારો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઊઘડતાં સપ્તાહે 2 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલરની સપાટીને પાર કરીને 71.37 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ક્રૂડ ફરી મજબૂતી દર્શાવી રહ્યું છે. ક્રૂડ માટે 75 ડોલરનું સ્તર અવરોધ છે. જે પાર થતાં તે 85-90 ડોલરની અગાઉની રેંજમાં ફરી પરત ફરી શકે છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. કોમેક્સ વાયદો 1770-1790 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. સોમવારે સવારે તે 2 ડોલરથી વધુના સુધારે 1786 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ગોલ્ડ 1800 ડોલર પર ટકી શકતું નથી. ઓમિક્રોન વેરિયન્ટને કારણે પણ ગોલ્ડના ભાવમાં કોઈ પોઝીટીવ અસર જોવા મળી નથી. જે સૂચવે છે કે ગોલ્ડ માટે નવા પોઝીટીવ ટ્રિગર્સની જરૂરિયાત છે. ત્યાં સુધી તે 1700-1800 ડોલરની બ્રોડ રેંજમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• લ્યુપિને બ્રાઝિલમાં બાયોમ એસએ સાથે ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ માટે એક્સક્લૂઝિવ અધિકારો મેળવ્યાં છે.
• એરિસ લાઈફસાઈન્સિઝ એમજે બાયોફાર્મ સાથે મળીને ઈન્સ્યુલિન ક્ષેત્રે પ્રવેશી છે.
• એનએમડીસીએ રૂ. 9.01 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
• ટેક મહિન્દ્રા એક્ટિવસમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો 6.2 કરોડ ડોલરમાં ખરીદશે.
• ઓનમોબાઈલે તેની સંપૂર્ણ માલિકીની ઓનમોબાઈ સાઉથ આફ્રિકા ટેક્નોલોજિસની સ્થાપના કરી છે.
• જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રિવાએ રૂ. 10 લાખની ફેસ વેલ્યૂ ધરાવતાં 7.9 ટકા ક્રૂપન રેટ સાથેના કંપનીના 1000 સિક્યોર્ડ લિસ્ટેડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની રૂ. 100 કરોડના ખર્ચે બાયબેકને મંજૂરી આપી છે.
• એબીબી ઈન્ડિયાએ તેના ડોજ બિઝનેસ ડોજ ઈન્ડસ્ટ્રીઅલ ઈન્ડિયાનું વેચાણ પૂર્ણ કર્યું છે.
• જીબીસીજી એડવાઈઝરી સર્વિસિસે સેન્ટ્રમ કેપિટલ પરના 40 લાખ પ્લેજ શેર્સને રિલીઝ કરાવ્યાં છે.
• ટીમલીઝે IIJT એન્જૂકેશનના 100 ટકા શેરહોલ્ડિંગનું વેચાણ કર્યું છે.
• નાલંદા ફંડે કિર્લોસ્કર ઓઈલના 20,21,814 શેર્સનું રૂ. 184.88 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• એચડીએફસી મ્યુચ્યુલ ફંડે પર્સિસ્ટન્ટ ટેક્નોલોજીના 15.76 લાખ શેર્સ અથવા 2.06 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
Market Opening 6 Dec 2021
December 06, 2021