કન્ટેન્ટ ફોર બ્લોગ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં મજબૂતી છતાં એશિયા નરમ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 0.55 ટકા અથવા 168 પોઈન્ટ્સ સુધારા સાથે 30392ની સપાટી પર બંધ હતો. જોકે આમ છતાં એશિયન બજારોમાં એકાદ-બે બજારોને બાદ કરતાં નરમાઈ જોવા મળી રહી છે. કોરિયા, જાપાન, ચીન, હોંગ કોંગ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે તાઈવાન 0.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સ નરમ ટ્રેડ થઈ રહ્યો છે. જોકે તે 14200ના સ્તર પર ટકેલો છે. આમ સ્થાનિક બજાર પણ આ સ્તર આસપાસ જ ઓપન થવાની શક્યતા છે. નિફ્ટી 14100 પર બે દિવસ બંધ રહ્યાં બાદ હવે તેનું ટાર્ગેટ 14300-14400નું છે.
ક્રૂડમાં મજબૂતી
બ્રેન્ટ ક્રૂડ વાયદો ગયા ફ્રેબુઆરી મહિનાના સ્તરે પરત પહોંચ્યો છે. હાલમાં તે 0.6 ટકાના સુધારે 53.92 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 55ના સ્તર નજીક છે. જે સ્તર એક સાયકોલોજિકલ અવરોધ બની શકે છે. એમસીએક્સ ક્રૂડ પણ મંગળવારે 5.1 ટકાના ઉછાળે રૂ. 3673ના 10 મહિનાના ઊંચા સ્તરે બંધ રહ્યું હતું.
સોનું-ચાંદી મજબૂત
સોનું-ચાંદી સતત બીજા દિવસે મજબૂતી દર્શાવતાં હતાં. મંગળવારે એમસીએક્સ ખાતે સોનું રૂ. 311ના સુધારે રૂ. 51735 પર જ્યારે ચાંદી 1.21 ટકાના સુધારે રૂ. 70880 પર બંધ રહી હતી. કોપર રૂ. 616 પર બંધ રહ્યું હતું. જ્યારે નેચરલ ગેસ 4 ટકા સુધરીને બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· નાણાવર્ષ 2021-22માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 5.4 ટકા થશે એમ વર્લ્ડ બેંકે જણાવ્યું છે.
· સરકારે જણાવ્યું છે કે એનપીએસ ધારકોના ઈન્ટરેસ્ટની સુરક્ષા માટે પોતે પ્રતિબધ્ધ છે.
· આઈએલએન્ડએફએસ પીએમએલએ કેસમાં ઈડીએ સિંગાપુરની શેલ કંપનીની રૂ. 452 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
· શિવાલિક બેંકે સ્મોલ ફાઈનાન્સ બેંક માટેનું લાયસન્સ મેળવ્યું છે.
· સરકાર ચાલુ મહિનાના અંત સુધીમાં કોન્કોર માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) મંગાવશે.
· આરબીઆઈએ બજાજ ફાઈનાન્સ પર પેનલ્ટી લાગુ પાડી છે.
· એલએન્ડટીની કન્સ્ટ્રક્શન પાંખ ઉત્તરાખંડ રેલ્વે પ્રોજેક્ટ માટે સૌથી સસ્તી બીડર તરીકે ઊભરી છે.
· સ્ટીલના ભાવોમાં વૃદ્ધિને કારણે રિઅલ્ટી કંપનીઓના માર્જિનમાં 4-6 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે.
· ફિઆટ ક્રાઈસલર ભારતમાં નવી એસયૂવી લોંચ કરવા માટે તેના સ્થાનિક યુનિટમાં 25 કરોડ ડોલરનું રોકાણ કરશે.
· ટાટા પાવર અને સીડબીએ એમએસએમઈ માટે રૂફટોપ સોલાર પ્રોજેક્ટના ફાઈનાન્સિંગ માટે હાથ મિલાવ્યાં છે.
· બજેટ સત્રની શરૂઆત 29 જાન્યુઆરીથી થવાની શક્યતા છે.
· શીપીંગ કોર્પોરેશનના એમ્પ્લોઈઝ કંપનીમાં સરકારના હિસ્સાની ખરીદી માટે બીડ કરવાનું વિચારી રહ્યાં છે.
· વિડિયોકોનના ધિરાણકારોએ વેદાંતાની રૂ. 3 હજાર કરોડની ઓફરને મંજૂરી આપી છે.
· એસીસીએ સિંન્દરી ગ્રાઈન્ડિંગ યુનિટ ખાતે બીજા તબક્કાનું ઉત્પાદન શરૂ કર્યું છે.