Market Opening 6 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ-યુરોપમાં મજબૂતી પાછળ એશિયામાં પોઝીટીવ ટ્રેડ

બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 97 પોઈન્ટ્સના સુધારે 34230 પર બંધ આવ્યો હતો. યુરોપ બજારોમાં જર્મની પણ 2.12 ટકા સુધારો દર્શાવતું હતું. જેની પાછળ ચાલુ સપ્તાહે એશિયન બજારમાં પ્રથમવાર સાર્વત્રિક પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. જેમાં લાંબી રજાઓ બાદ ખૂલેલા જાપાન બજારમાં 2 ટકા મજબૂતી જોવા મળી રહી છે. જ્યરે હોંગ કોંગ એક ટકો સુધારો દર્શાવે છે. તાઈવાન 1.3 ટકા અને કોરિયા 0.8 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ચીન બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 62 પોઈન્ટસ મજબૂતી સાથે 14755 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે અને નિફ્ટી 15000 તરફ આગળ વધતી જોવા મળી શકે છે. બેન્ચમાર્કને હવે 15040નો અવરોધ છે. જે પાર થતાં તે વધુ સુધારો દર્શાવી શકે છે. માર્કેટમાં ફાર્મા ક્ષેત્રે નવેસરથી તેજી જોવા મળી છે અને તે તેની સર્વોચ્ચ સપાટીને પાર કરવા સજ્જ બન્યું છે.

ગોલ્ડ-સિલ્વરમાં રેંજ બાઉન્ડ ટ્રેડ, ક્રૂડમાં 70નો અવરોધ

વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી રેંજ બહાર નીકળી શકવામાં નિષ્ફળ જઈ રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ જૂન વાયદો 2 ડોલર સુધારા સાથે 1786 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી સાધારણ નરમાઈ સાથે 26.47 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે સોનુ રૂ. 47000ની ઉપર બંધ આપી શક્યું નથી. જ્યારે ચાંદી પણ રૂ. 70 હજારને પાર કરી શકતી નથી. બ્રેન્ટ ક્રૂડ 70 ડોલર સુધી આવી હાંફી ગયું છે અને આજે સવારે 69 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે ક્રૂડને 70 ડોલરની સપાટી પાર કરતાં સમય લાગશે. જો તે 65 ડોલર નીચે ઉતરી જશે તો ઝડપથી ઘટાડો દર્શાવશે.

મહત્વની હેડલાઈન્સ

· આરબીઆઈએ મહત્વના સેક્ટર્સ માટે રૂ. 7 અબજ ડોલરની લિક્વિડીટી પૂરી પાડી.

· આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણ માટે મંજૂરી. વ્યૂહાત્મક રોકાણકારની શોધ.

· સાઉદી અરેબિયાએ એશિયા માટે ઓઈલના ભાવોમાં કરેલો ઘટાડો.

· ભારત જૂન મહિનાથી વધુ સારા માર્જિન પર ફ્યુઅલ નિકાસને વેગ આપશે.

· મે મહિનામાં ભારતની ઓઈલની માગ દૈનિક ધોરણે ઘટીવાનો અંદાજ.

· સ્પાઈસ જેટ અને ડુંઝોને ભારતમાં ડ્રોન ઓપરેશન્સ માટે મળેલી મંજૂરી.

· બુધવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1110 કરોડની વેચવાલી નોંધાવી.

· સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં બુધવારે રૂ. 241 કરોડની કરેલી ખરીદી.

· વિદેશી ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 1850 કરોડ ડોલરની ડેરિવેટિવ્સ બજારમાં કરેલી ખરીદી.

· અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 105 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 96.4 કરોડ હતો. કંપની 2021-22માં રૂ. 15 હજાર કરોડના કેપેક્સની યોજના ધરાવે છે.

· બ્લ્યૂડાર્ટે માર્ચ કવાર્ટરમાં રૂ. 89 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.89 કરોડ હતો.

· સિપ્લા યુએસ ફાર્મા કંપની રોશની કોવિડ ટ્રિટમેન્ટ માટેની દવાનું ભારતમાં વિતરણ કરશે.

· ટાટા સ્ટીલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6644 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે રૂ. 1480 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક 39 ટકા ઉછળી રૂ. 49980 કરોડ રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage