બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયામાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત
મંગળવારે યુએસ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો તેમ છતાં એશિયન બજારો આજે સવારે નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ ફ્યુચર્સ 312 પોઈન્ટ્સના સુધારે 34115ના ભાવે બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં 1.25 ટકાનો સુધારો નોંધાયો હતો. જોકે મોટાભાગના એશિયન બજારો નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયાનો કોસ્પી 1.33 ટકા ડાઉન છે. જ્યારે જાપાનનો નિક્કાઈ એક ટકા ઘટાડો સૂચવે છે. હોંગ કોંગનો હેંગ સેંગ 0.9 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાન બજાર સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિંગાપુર બજાર 0.12 ટકાનો પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવે છે. ચીન બજાર બંધ છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 35 પોઈન્ટસ નરમાઈ સાથે 17785ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ-ટુ-નેગેટિવ ઓપનીંગ આપી શકે છે. બજારે ગઈકાલે તેના 17780ના અવરોધને પાર કર્યો હતો અને તેથી તે ફરી સુધારા માટે તૈયાર છે. ઉપરમાં તેને 17947નો અવરોધ છે. જ્યારે નીચે 17400-17500ની રેંજમાં સપોર્ટ છે. જ્યારે 17250 મહત્વનો સપોર્ટ છે.
ક્રૂડે નવી ટોચ દર્શાવી
મંગળવારે સાંજે ક્રૂડના ભાવો તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો 83.11 ડોલરની ટોચ પર પહોંચ્યો હતો. આજે સવારે તે સાધારણ નરમાઈ સાથે 82.47 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડના ભાવ 85 ડોલરનું સ્તર પાર કરશે તો 90 ડોલરની સપાટી દર્શાવી શકે છે. જ્યારે 75 ડોલર તૂટશે તો ઝડપથી ઘટાડો જોવા મળી શકે છે.
સોનું રેંજમાં અટવાયું
ગયા સપ્તાહે ઝડપી સુધારો નોંધાવ્યાં બાદ સોનું સાંકડી રેંજમાં અટવાઈ પડ્યું છે. કોમેક્સ વાયદો 1755-1760 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. આજે સવારે તે 5 ડોલર નરમાઈ સાથે 1756 ડોલરના સ્તરે જોવા મળી રહ્યો છે. સોનુ 1760 ડોલર પર ટકશે તો 1800 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• કોલ ક્રાઈસિસ ઘેરી બની, દેશા પાવર પ્લાન્ટ્સ પાસે ચાર દિવસ ચાલે તેટલો જ જથ્થો.
• સરકારે સૌથી મોટા કોલ માઈનરને ઉત્પાદનમાં વૃદ્ધિ કરી આયાતમાં ઘટાડો કરવા સહાયરૂપ બનવા જણાવ્યું.
• સરકારે કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સને તેમના ઉત્પાદનના 50 ટકા વેચાણની છૂટ આપી.
• ટ્રિબ્યુનલે ઝીને ઈન્વેસ્કોની અરજીનો 7 ઓક્ટોબર સુધી જવાબ આપવાની છૂટ આપી.
• એડલવેઈસે શેર પ્લેજ મારફતે બાર્ક્લેઝ પાસેતી 8.7 કરોડ ડોલરની લોન મેળવી.
• ઊંચી માગ પાછળ પામ તેલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યાં.
• વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં મંગળવારે રૂ. 1920 કરોડની વેચવાલી દર્શાવી. સ્થાનિક ફંડ્સે રૂ. 1870 કરોડની ખરીદી કરી.
• એફઆઈઆઈએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં મંગળવારે રૂ. 257 કરોડની વેચવાલી દર્શાવી.
• 2020-21માં ભારતની ખાંડ નિકાસ 72.3 કરોડ ટનના વિક્રમી સ્તરે જોવા મળી.
• દેશનું ગેમીંગ માર્કેટ 2025 સુધીમાં 3.9 અબજ ડોલરના સ્તરે પહોંચશે.
• કોલ ઈન્ડિયાએ એલ્યુમિનિયમ પ્રોજેક્ટ માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવી.
• ફ્યુચર રિટેલે 7-ઈલેવન સાથે ફ્રેન્ચાઈઝ પેક્ટ દૂર કર્યો.
• ગ્લેનમાર્કે યુએસ ખાતે કેટલીક પ્રોડક્ટ્સ પરત બોલાવી હોવાને સમર્થન આપ્યું.
• રેમન્ડ રિયલ્ટીએ સંયુક્ત ડેવલપમેન્ટ મારફતે કામગીરીનો વ્યાપ વધારવાની ઈચ્છા દર્શાવી.
Market Opening 6 October 2021
October 06, 2021