Market Opening 7 April 2021

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં દિશાહિન માહોલ

મંગળવારે યુએસ બજારે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવ્યાં બાદ 96 પોઈન્ટસ નરમાઈ સાથે બંધ દર્શાવ્યું હતું. જેની પાછળ એશિયન બજારો પણ મોટેભાગે નરમ ટ્રેન્ડ સૂચવી રહ્યાં છે. જેમકે જાપાનનો નિક્કાઈ, સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ, હોંગ કોંગનો હેંગ સેંગ અને ચીનનો શાંઘાઈ કંપોઝીટ સાધારણ ઘટાડે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયન કોસ્પી અને તાઈવાનના બજારો પોઝીટીવ ઝોનમાં ચાલી રહ્યાં છે.

SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ

સિંગાપુર નિફ્ટી 14 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ સૂચવે છે. તે 14731 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપન થઈ શકે છે. માર્કેટમાં લાર્જ-કેપ્સ કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ મીડ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી જોવા મળે છે. આમ ટ્રેડર્સે બીજી અને ત્રીજી હરોળના શેર્સ પર ધ્યાન દોડાવવા જેવું છે. લાર્જ-કેપ્સમાં પરિણામોની સિઝન શરૂ થયા બાદ મોટી વધ-ઘટની સંભાવના છે.

ક્રૂડ હજુ પણ કોન્સોલિડેશનમાં

સપ્તાહની શરૂમાં નરમાઈ દર્શાવ્યાં બાદ ક્રૂડમાં ઘટાડો અટક્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ વાયદો 62-63ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. 62 ડોલર નીચે તે ટકી શકતો નથી. જે સૂચવે છે કે તે હજુ એકવાર 65 ડોલર કૂદાવવાનો પ્રયાસ કરી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

· આરબીઆઈની એમપીસીની બે દિવસીય બેઠક બાદ આજે મધ્યસ્થ બેંક ગવર્નર રેટ અંગે નિર્ણયની જાહેરાત કરશે. જોકે બ્લૂમબર્ગે હાથ ધરેલા 30 અર્થશાસ્ત્રીઓના સર્વે મુજબ રેટ સ્થિર જાળવવામાં આવશે. જોકે બેંક ફુગાવાને લઈને તથા જીડીપીને લઈને શું ટિપ્પણી કરે છે તે જાણવું મહત્વનું બની રહેશે. બજારમાં બે બાજુની વધ-ઘટ અપેક્ષિત છે. હાલમાં રેપો રેટ 4 ટકા પર છે.

· ફ્લિપકાર્ટ ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતા છે.

· આઈએમએફે વૈશ્વિક ગ્રોથ ફોરકાસ્ટમાં વૃદ્ધિ કરી છે. તેણે ભારતનો ગ્રોથ પણ નવા વર્ષમાં 12 ટકાથી વધુ રહેશે તેમ જણાવ્યું છે.

· દેશની રોડ બિલ્ડીંગ ઓથોરિટી 69.5 કરોડ ડોલરના ઈન્વિટ ઈસ્યુનું આયોજન કરી રહી છે.

· સીસીઆઈએ સુંદરમ એએમસી દ્વારા પ્રિન્સિપલ એએમસીની ખરીદીને મંજૂરી આપી છે.

· ફિનટેક એપ્લિકેશન ક્રેડે 2.2 અબજ ડોલરના વેલ્યૂએશન્સ પર ફંડ ઊભું કર્યું.

· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1090 કરોડની વેચવાલી નોંધાવી હતી.

· સરકારે સ્થાનિક કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે સ્ટ્રક્ચરલ ફેરફાર માટે જણાવ્યું છે.

· એક્સિસ બેંકે જણાવ્યું છે કે તેનું એકમ મેક્સ લાઈફમાં 12.99 ટકા હિસ્સો ધરાવે છે અને તેને 7 ટકા વધુ હિસ્સો ખરીદવાનો અધિકાર છે.

· ભારતી એરેટેલે રિલાયન્સ જીઓ સાથે 14.2 કરોડ ડોલરનો એરવેવ્સ ટ્રેડિંગ પેક્ટ હાથ ધર્યો છે.

· કોફી ડે એન્ટરપ્રાઈઝ રૂ. 25 કરોડની લોન ચૂકવણીમાં નાદાર બની છે.

· ફ્યુચર કન્ઝ્યૂમર 31 માર્ચે રૂ. 22.93 કરોડ ડોલરની ચૂકવણીમાં નાદાર બની હતી. કંપનીનું કુલ ઋણ રૂ. 541 કરોડ છે.

· આઈનોક્સ લેઝર પબ્લિક અને રાઈટ ઈસ્યુ મારફતે રૂ. 300 કરોડ ઊભાં કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage