બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ પાછળ એશિયન બજારોમાં બાઉન્સ
વૈશ્વિક સ્તરે યુએસ બજારોમાં સોમવારે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ એકાદ-બે અપવાદને બાદ કરતાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 647 પોઈન્ટ્સના ઉછાળે 35227ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ એક ટકો સુધારો દર્શાવતો હતો. જેની પાછળ એશિયન બજારો એક ટકાથી ઉપર સુધીનો સુધારો નોંધાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1.3 ટકા જ્યારે હોંગ કોંગ 1.15 ટકાનો સુધારો સૂચવે છે. સિંગાપુર અને કોરિયાનું બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે તાઈવાન અને ચીન સાધારણ નરમાઈ સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 101 પોઈન્ટ્સના સુધારે 17042ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 17800નું સ્તર મહત્વનો સપોર્ટ છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા જોતાં ભારતીય બજાર પોઝીટીવ ટ્રેડ જાળવી શકે છે. જો તે 17200ને પાર કરશે તો કોન્સોલિડેશન બાદ સુધારાતરફી બની રહે તેવું માનવામાં આવે છે.
ક્રૂડમાં આગળ વધતો સુધારો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારો આગળ વધી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો વધુ અડધો ટકો સુધરી 73.27 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડમાં સુધારો એ ઓમિક્રોનને લઈને બજારોમાંથી ગભરાટ લગભગ દૂર થઈ ગયો હોવાનો સંકેત છે. બ્રેન્ટ વાયદો 75 ડોલરનું સ્તર પાર કરશે તો 10 ડોલરનો ઝડપી સુધારો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં સ્થિરતા
વૈશ્વિક ગોલ્ડના ભાવ સાંકડી રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં છે. કોમેક્સ ફેબ્રુઆરી વાયદો 1780 ડોલર પર ફ્લેટ ટ્રેડ સૂચવી રહ્યો છે. તે 1770 ડોલરનો સપોર્ટ ધરાવે છે. જે તૂટતાં 1750નો સપોર્ટ છે. સોનામાં સુધારા માટેના ટ્રિગર્સનો અભાવ જોવા મળે છે અને તેથી તે ઊંચી સપાટીએ ટકી શકતું નથી.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા જૂથ એર ઈન્ડિયા માટે નવું મેનેજમેન્ટ નિમશે.
• યુએસના નિયંત્રણોના જોખમ વચ્ચે ભારત-રશિયા વચ્ચે શસ્ત્ર સોદો.
• રિલાયન્સ કેપિટલના ઈન્સોલ્વન્સીના કિસ્સામાં એનસીએલટીએ આરબીઆઈની અરજીનો સ્વીકાર કર્યો.
• ક્રોસ ટાવરના મતે 2032 સુધીમાં ભારતમાં ડિજીયલ એસેટ્સ જીડીપીમાં 1.1 ટ્રિલીયન ડોલરનો ઉમેરો કરશે.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફમાં ગયા સપ્તાહે 28.49 કરોડનો ફ્લો જોવા મળ્યો.
• સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 3360 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 1700 કરોડની ખરીદી કરી.
• કેસ્ટ્રોલ ઈન્ડિયા અને બીપીએ વિયેટનામના પેટ્રોલિમેક્સ માટે સંયુક્ત સાહસને લંબાવવાનો કરાર કર્યો.
• એચસીએલ ટેક્નોલોજી યુએસ ખાતે આગામી પાંચ વર્ષોમાં 12 હજાર નોકરીઓ ઊભી કરશે.
• ઈન્ડો કાઉન્ટ ઈન્ટસ્ટ્રીઝે જીએચસીએલનો હોમ ટેક્સટાઈલ બિઝનેસ રૂ. 576 કરોડમાં ખરીદ્યો.
• ટાટા મોટર્સ 1 જાન્યુઆરીથી તેના કમર્સિયલ વ્હીકલ્સના ભાવમાં વૃદ્ધિ કરશે.
• વેદાંતે એડીએસ હોલ્ડર્સ માટે સિક્યૂરીટીઝ સરેન્ડર કરવા માટેની સમય મર્યાદાને 10 જાન્યુઆરી સુધી લંબાવી.
Market Opening 7 Dec 2021
December 07, 2021