Market Opening 7 Jan 2021

Market Opening 7 Jan 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં સર્વોચ્ચ બંધ પાછળ એશિયા મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 438 પોઈન્ટ્સ અથવા 1.44 ટકા સુધરીને 30829ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવતાં એશિયન બજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. જેમાં કોરિયન માર્કેટ 2.42 ટકા સાથે સૌથી વધુ ઉછાળો દર્શાવી રહ્યું છે. જ્યારે જાપાન 1.9 ટકા અને તાઈવાન 1 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે. ચીન અને સિંગાપુર પણ મજબૂતી સૂચવે છે. જ્યારે એકમાત્ર હોંગ કોંગ સાધારણ નરમ ટ્રેડ થઈ રહ્યું છે.

SGX નિફ્ટી 103 પોઈન્ટ્સ ઉપર

સિંગાપરુ નિફ્ટી 107 પોઈન્ટ્સના સુધારે 14287 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નવી ટોચ પર જ ઓપન થઈ શકે છે. નિફ્ટી 14300-14400ની રેંજમાં અવરોધ અનુભવી શકે છે.

ક્રૂડમાં મજબૂતી

બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.75 ટકા સુધારે 54.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે 55 ડોલરનું સ્તર લગભગ હાંસલ કર્યું છે. જે તેને માટે અવરોધ બની શકે છે.

સોનું-ચાંદી મજબૂત

બુધવારે રાતે સોનું-ચાંદી નરમ પડ્યાં હતાં. જોકે ગુરુવારે સવારે એશિયન ટ્રેડમાં તેઓ ફરી મજબૂતી દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 0.45 ટકા અથવા 8 ડોલરની મજબૂતીએ 1917 ડોલર જ્યારે ચાંદી 0.30 ટકા મજબૂતી સાથે 27.11 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. બુધવારે એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 70 હજારના સપોર્ટ નીચે ઉતરી ગઈ હતી. જ્યારે સોનુ રૂ. 51000ની નીચે આવી ગયું હતું.

 

મહત્વની હેડલાઈન્સ

  • સરકાર એરવેવ્ઝ માટે 1 માર્ચથી ઓક્શનની શરૂઆત કરશે.
  • સરકાર બજેટમાં રોડ્સ બાંધકામને ફંડ કરવા માટે 13.7 અબજ ડોલરનું ઈક્વિટી કેપિટલ ફાળવે તેવી શક્યતા છે.
  • મહારાષ્ટ્ર સરકારે હોમ ડેવલપમેન્ટ પર લેવીમાં ઘટાડો કરતાં હોમ માર્કેટને વેગ મળવાની શક્યતા
  • ગોલ્ડમેનનો સપોર્ટ ધરાવતી રિન્યૂ ગ્રોથ માટે ફંડ ઊભું કરવા વિદેશમાં લિસ્ટીંગ અંગે વિચારી રહી છે.
  • વોરબર્ગનો સપોર્ટ ધરાવતો ભારતીય લેન્ડર ઘરોની માગમાં વૃદ્ધિ માટે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવાનું વિચારી રહ્યો છે.
  • ભારતી એરટેલે કોર્ટને 6 અબજ ડોલરના બાકી નીકળતાં નાણામાં ઘટાડા માટે અપીલ કરી છે.
  • બુધવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં રૂ. 484 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
  • સ્થાનિક ફંડ્સે પણ બુધવારે રૂ. 380 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
  • નાણાપ્રધાને રૂ. 36000 કરોડના નેશનલ ઈન્ફ્રા પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી.
  • આરબી રૂ. 10000 કરોડના એક એવા સ્પેશ્યલ ઓપન-માર્કેટ ઓપરેશન્સ હાથ ધરશે.
  • આર્ચિડપ્લાયે રૂ. 37 પ્રતિ શેરના ભાવે બાયબેકને મંજૂરી આપી છે.
  • બેંધન બેંકે ડિસેમ્બરમાં લોન-એડવાન્સિસમાં 23 ટકા અને કાસા રેશિયોમાં 43 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
  • ડિક્સોન ટેક્નોલોજિસે ટ્વિન વાયરલેસ સ્પિકર્સ બનાવવા માટે બોટ સાથે કરાર કર્યો છે.

લ્યુપિને સલ્ફામેથોક્સાઝોલ, ટ્રાઈમેથોપ્રીમ ઓરલ સસ્પેન્શન માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage