Market Opening 7 July 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ સહિત વૈશ્વિક બજારોમાં નરમાઈ

મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 200થી વધુ પોઈન્ટ્સના ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેણે એશિયન બજારોને નરમ ટ્રેડ માટે વધુ એક કારણ આપ્યું છે. આમ છેલ્લા ઘણા સમયથી ધીમો ઘસારો દર્શાવતાં એશિયન બજારો આજે સવારે એક ટકા સુધી ઘટાડો નોંધાવી રહ્યાં છે. સિંગાપોરનું બજાર 1.25 ટકા સાથે તથા જાપાનનો નિક્કાઈ એક ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. હોંગ કોંગ પણ 0.93 ટકા, કોરિયા 0.6 ટકા સાથે નરમ ટ્રેડ દર્શાવે છે. ચીનનું બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.

SGX નિફ્ટીનો ગેપડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 72 પોઈન્ટ્સના ઘટાડા સાથે 15769ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે તે લગભગ નિશ્ચિત છે. નિફ્ટી માટે 15600નો સપોર્ટ ખૂબ મહત્વનો છે. હજુ સુધી બજારમાં કોઈ સેલ સિગ્નલ જોવા મળ્યું નથી અને તેથી લોંગ ટ્રેડર્સ તેમની પોઝીશન જાળવી શકે છે. માર્કેટ સાંકડી રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યું છે. બને કે આ સમયગાળો કેટલાંક વધુ સમય માટે લંબાઈ જાય. નિફ્ટીને 16000નું સ્તર પાર કરવા માટે કોઈ ટ્રિગરની જરૂરિયાત જણાય રહી છે.

ક્રૂડમાં ઊંચા મથાળે વેચવાલી

ટોચ બનાવ્યાં બાદ બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ડોલર જેટલો નીચે ઉતરી ગયો છે. 77.83 ડોલરની ટોચ બનાવી તે આજે 74.23 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 70 ડોલર તેના માટે મહત્વની સપાટી છે. જો તેની નીચે ટ્રેડ થશે તો ઝડપથી 60 ડોલરનું સ્તર દર્શાવી શકે છે.

ગોલ્ડમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં મજબૂતી જોવા મળી છે. ક્રૂડમાં મજબૂતી વચ્ચે ફેડના હોકિશ વલણની સંભાવનાએ ગોલ્ડ બે ટ્રેડિંગ સત્રોથી મજબૂત જોવા મળે છે. જોકે હજુ તે નિર્ણાયકરીતે 1800 ડોલરની સપાટીને પાર કરી શક્યું નથી. એકવાર આ સ્તર પાર થશે ત્યારબાદ તે વધુ 100 ડોલરનો ઝડપી સુધારો દર્શાવી શકે છે. ચાંદી 26 ડોલરની સપાટી જાળવી શકી છે. જોકે બેઝ મેટલ્સમાં નરમાઈ પાછળ તે ગોલ્ડની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી છે.

 

મહત્વની હેડલાઈન્સ

  • જૂન મહિનામાં જીએસટી કલેક્શન નવ મહિનાના તળિયા પર જોવા મળ્યું. સરકારની આવક રૂ. 92850 કરોડ રહી. વાર્ષિક ધોરણે માત્ર 2 ટકા વૃદ્ધિ જોવા મળી.
  • 10-વર્ષની મુદતના બોન્ડ પરના યિલ્ડમાં નવ બેસીસ પોઈન્ટસનો ઘટાડો.
  • 6 જુલાઈ સુધીમાં ભારતમાં સામાન્યની સરખામણીમાં 2 ટકા નીચો વરસાદ.
  • મે મહિનામાં વૈશ્વિક કોફીની નિકાસ 10.1 ટકાનો ઘટાડો નોંધાયો.
  • સતત 35માં સપ્તાહે ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં નાણાપ્રવાહ જોવા મળ્યો.
  • મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 543 કરોડની વેચવાલી દર્શાવી. સ્થાનિક ફંડ્સે રૂ. 521 કરોડની ખરીદી નોંધાવી.
  • મે મહિનામાં હાયરિંગ રેટમાં જોવા મળેલો મધ્યમસરનો સુધારો. એપ્રિલમાં 10 ટકા સાથે મેમાં 35 ટકા પર પહોંચ્યો.
  • કોટક સિક્યૂરિટીઝ ક્રેડેન્ટ ઈન્ફોએજમાં રૂ. 10 કરોડમાં 9.96 ટકા હિસ્સો ખરીદશે.
  • છત્તીસગઢ સરકારે એનએમડીસીને માઈનીંગ લીઝ માટે બૈલાદિલાની નવ માઈન્સ માટે એલઓઆઈ ઈસ્યુ કર્યાં છે.
  • ટાટા સ્ટીલનો 2030 સુધીમાં તેની વૈશ્વિક ક્ષમતા 5.5 કરોડ ટન પર લઈ જવાનો લક્ષ્યાંક.
  • ટાઈટનના જણાવ્યા મુજબ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં આવક વાર્ષિક ધોરણે 117 ટકા વધી. હાલમાં કંપનીના 90 ટકાથી વધુ જ્વેલરી સ્ટોર્સ ઓપન છે

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage