Market Opening 7 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર નવી ટોચ પર, એશિયામાં મજબૂતી

યુએસ ખાતે ગુરુવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 318 પોઈન્ટ્સ ઉછળી 34549ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયન બજારો સતત બીજી દિવસે મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાનનું બજાર એક ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવે છે. જ્યારે કોરિયન માર્કેટ 0.7 ટકા, સિંગાપુર 0.8 ટકા, જાપાન 0.3 ટકા અને ચીન 0.3 ટકાનો સમાવેશ થાય છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 46 પોઈન્ટસની મજબૂતી સાથે 14843ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ લગભગ આ સ્તર આસપાસ પોઝીટીવ ટ્રેડ સાથે ઓપનીંગ દર્શાવશે અને 15000 તરફની આગેકૂચ જાળવશે. એનાલિસ્ટ્સના મતે બજારમાં સેક્ટર સ્પેસિફિક તેજી જળવાશે. ફાર્મા, મીડ-કેપ આઈટી છેલ્લા બે સત્રોમાં સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. તેના પર નજર રાખવાની રહેશે. મેટલ શેર્સ ઓવરબોટ છે એટલે કોન્સોલિડેશનમાં જઈ શકે છે.

સોનુ-ચાંદીમાં બ્રેકઆઉટ, ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ

વૈશ્વિક બજારમાં સોનાએ મહત્વનો બ્રેકઆઉટ દર્શાવ્યો છે. કોમેક્સ જૂન ફ્યુચર 1800 ડોલરના અવરોધને પાર કરી ગયો છે. તેણે ગુરુવારે સાંજે લાંબા સમયબાદ આ સપાટી કૂદાવી હતી. આજે સવારે તે 5 ડોલર સુધારા સાથે 1821 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી પણ 27 ડોલરને પાર કરી ગઈ છે. હાલમાં તે 0.62 ટકા મજબૂતી સાથે 27.645 પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે તેણે 71 હજારના સ્તરને પાર કર્યું છે. જ્યારે સોનુ રૂ. 47500ને પાર કરી ગયું છે. જોકે ક્રૂડનો ભાવ આગળ વધતો અટક્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલર નજીક જઈ પરત ફર્યો છે. આજે સવારે તે 68.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 65 ડોલરની સપાટી તોડશે તો ઝડપથી ગગડી શકે છે.

મહત્વની હેડલાઈન્સઃ

· ચોમાસુ એક જૂનના નિયત સમયે કેરળના કાંઠે પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી.

· ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ જુલાઈ મહિનામાં ભારતની જીડીપી વૃદ્ધિને લઈને સમીક્ષા કરશે.

· ક્રિસિલના જણાવ્યા મુજબ લઘુ ઉદ્યોગોમાંથી અડધી કંપનીઓ રિસ્ટ્રક્ચરિંગ માટેની યોગ્યતા ધરાવે છે.

· આરબીઆઈએ ગુરુવારે રૂ. એક લાખ કરોડના 10-વર્ષીય બોન્ડ્સની ખરીદી કરી હતી.

· ગુરવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં રૂ. 1220 કરોડની ખરીદી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 633 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.

· ગુરુવારે વિદેશી ફંડ્સે રૂ. 1250 કરોડની ડેરિવેટિવ્સ ખરીદી દર્શાવી હતી.

· અદાણી પાવરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13.13 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે રૂ. 1310 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક 3.2 ટકા વધી રૂ. 6370 કરોડ રહી હતી.

· અદાણી ટ્રાન્સમિશને રૂ. 257 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે આવક 8 ટકા ઘટી રૂ. 2280 કરોડ રહી છે.

· મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મોબિલિટી પ્રોડક્ટ્સ માટે યૂકે ખાતે એડવાન્સ્ડ ડિઝાઈન સેન્ટર શરૂ કરશે.

· ટાટા કન્ઝ્યૂમરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 53.9 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 76.4 કરોડની ખોટ નોંધાવી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage