બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં બાઉન્સ
યુએસ શેરબજારો ખાતે બુધવારે નીચા સ્તરેથી જોવા મળેલા બાઉન્સ પાછળ એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. કોરિયા, તાઈવાન, જાપાન અને હોંગ કોંગના બજારો 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જોકે ચીનના બજારમાં હજુ પણ રજા જોવા મળે છે. સિંગાપુર માર્કેટ એક ટકા સુધારો દર્શાવી રહ્યું છે. બુધવારે રાતે એક સમયે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 400 પોઈન્ટ્સથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જે આખરે 102 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ આવ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 140 પોઈન્ટ્સની મજબૂતી સાથ 17769ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 17850નો અવરોધ રહેશે. જ્યારે 17500નો સપોર્ટ છે. માર્કેટમાં બે બાજુની વધ-ઘટની શક્યતાં છે. ભારતીય બજારના આઉટપર્ફોર્મન્સને જોતાં તે કેટલોક સમય અન્ડરપર્ફોર્મન્સ દર્શાવે તેવું પણ બની શકે છે. જોકે મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં ખરીદી જળવાયેલી રહેશે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવ 83 ડોલરને સ્પર્શ્યાં બાદ કોન્સોલિડેશનમાં જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.6 ટકાના ઘટાડે આજે સવારે 80.61 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડમાં મધ્યમગાળા માટે સુધારાની ચાલ જળવાયેલી રહેવાની શક્યતા છે.
ગોલ્ડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક સોનુ 1750-1760 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. આજે સવારે તે 2.5 ડોલરના ઘટાડે 1759 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડમાં ટેપરિંગથી લઈને બોન્ડ યિલ્ડ્સની તેજી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. ડોલર પણ હાલમાં ઓવરબોટ છે. આમ વધ-ઘટે ગોલ્ડ સુધારાતરફી ચાલ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સોભા ડેવલપર્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 13.5 લાખ સ્કવેર ફીટ સ્પેસનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 9 લાખ ચો. ફૂટની સરખામણીમાં 50.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
• સરકાર ટેલિકોમ કંપનીઓ માટે બેંક ગેરંટીમાં ઘટાડો કરે તેવી શક્યતાં છે. જેને કારણે ટેલિકોમ કંપનીઓના હાથમાં નોંધપાત્ર લિક્વિડીટી આવી શકેછે.
• ટાઈટને કોવિડના બીજા વેવ બાદ તમામ કન્ઝ્યૂમર બિઝનેસમાં મજબૂત રિકવરી નોંધાવી છે.
• લ્યુપિને એન્ટીસાઈકોટિક ડ્રગ બ્રેક્સપિપ્રાઝોલ ટેબ્લેટ માટે યુએસએફડીની મંજુરી મેળવી છે.
• ઈન્ડિયા રેટિંગે ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટીંગ્સના ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ અને બેંક ફેસિલિટીઝ માટેના રેટિંગને અપગ્રેડ કર્યું છે.
• ટીસીએસે સ્કોટલેન્ડના ઈમ્પ્રૂવમેન્ટ સર્વિસ માટે ફાસ્ટ ટ્રેડ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન હાથ ધર્યું છે.
• મૂડીઝે જણાવ્યું છે કે યુનિયન બેંક, કેનેરા બેંક, પીએનબી અને બેંક ઓફ બરોડાના રેટિંગ આઉટલૂકને અપગ્રેડ કર્યાં છે.
• મૂડીઝે ગેઈલના રેટિંગ આઉટલૂકને નેગેટિવ પરથી સ્ટેબલ કર્યું છે.
• એલઆઈસીએ અંબુજા સિમેન્ટ્સમાં 3.99 કરોડ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• હિંદુસ્તાન ઝીંક આગામી પાંચ વર્ષોમાં તેના માઈનીંગ ઓપરેશન્સને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે એક અબજ ડોલર ખર્ચશે.
Market Opening 7 October 2021
October 07, 2021