Market Opening 8 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ, એશિયામાં અન્ડરટોન મજબૂત

બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 16 પોઈન્ટ્સના સાધારણ સુધારે 33446 પર બંધ રહ્યો હતો. જેની અસર એશિયન બજારો પણ મોટેભાગે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર જાપાનનો નિક્કાઈ 0.4 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીનના બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 57 પોઈન્ટ્સ મજબૂતી સાથે 14920ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. જો તે 14900ના સ્તરને પાર કરશે તો તેણે બ્રેકઆઉટ આપ્યો ગણાશે. આ સ્થિતિમાં તે વધુ સુધારો દર્શાવે તેવી શક્યતા છે. નિફ્ટી 15000નું સ્તર પાર કરશે તો એપ્રિલમાં નવી ટોચ દર્શાવે તેવું બની શકે.

સાંકડી રેંજમાં અથડાઈ ગયેલું ક્રૂડ

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ દિવસથી સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ વાયદો 62-63 ડોલરની આસપાસ અથડાઈ રહ્યો છે. તે કઈ બાજુ બ્રેકઆઉટ આપે છે તે મહત્વનું બની રહેશે. જો તે 62 ડોલર નીચે બંધ આપશે તો ઝડપથી ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે 65 ડોલર પર તે મજબૂત બનશે.

ગોલ્ડ-સિલ્વરમાં મક્કમ ટોન

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1738 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 3.45 ડોલરનો ઘટાડો દર્શાવે છે. ચાંદીની વાત કરીએ તો જે 0.5 ટકા ઘટાડે 25.117 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. તેણે બુધવારે ફરી 25 ડોલરની સપાટી કૂદાવી હતી. આમ તે મજબૂત અન્ડરટોન દર્શાવી રહી છે. બુધવારે રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ધોવાણને કારણે સ્થાનિક કોમેક્સ ખાતે બંને ધાતુઓમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં એમસીએક્સ જૂન ગોલ્ડ વાયદો રૂ. 425ના સુધારે રૂ. 46344 પર જ્યારે મે સિલ્વર વાયદો રૂ. 763ના સુધારે રૂ. 66660 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

· રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 14 અબજ ડોલરના બોન્ડ બાઈંગ મારફતે ક્વોન્ટેટિટિવ ઈઝીંગનો માર્ગ અપનાવ્યો

· આરબીઆઈએ ફુગાવાની આગાહી કરતાં મોડેલમાં સુધારો કર્યો.

· સરકારે સોલાર મોડ્યૂલ્સ, એસી અને એલઈડી ઉત્પાદકો માટે પીએલઆઈ સ્કિમ લાગુ કરી. કુલ રૂ. 4500 કરોડનો લાભ આપશે.

· એમેઝોને ફ્યુચર-રિલાયન્સ ડિલને અટકાવવા માટે સુપ્રીમમાં નવેસરથી અરજી કરી.

· માર્કેટ રેગ્યુલેટર સેબીએ મુકેશ અંબાણી અને પરિવારના અન્યોને રૂ. 25 કરોડની પેનલ્ટી ફરમાવી.

· વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારોએ બુધવારે ભારતીય બજારમાં રૂ. 2270 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 381 કરોડની ખરીદી કરી હતી.

· ફેબ્રુઆરીમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં 30.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

· મર્સિડિઝ બેન્સ ઈન્ડિયાના પ્રથમ ક્વાર્ટરના વેચારણમાં 34 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. તેણે 3193 નંગ વાહનોનું વેચાણ કર્યું હતું.

· એસચીસી રૂ. 1960 કરોડની લોન ચૂકવણીમાં નાદાર બન્યું હતું. કંપનીએ કુલ રૂ. 4010 કરોડ ચૂકવવાના બાકી છે.

· હિંદુસ્તાન કોપરનો ક્વિપ ઈસ્યુ ખૂલ્યો છે. જેને માટે ફ્લોર પ્રાઈસ રૂ. 125.79 નક્કી કરવામાં આવી છે.

· સરકાર 12 એપ્રિલ સુધીમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં રૂ. 4100 કરોડની નવી મૂડી ઉમેરવા વિચારણા કરશે.

· રિલાયન્સ કોમ્યુનિકેશન્સે જણાવ્યું છે કે તે કુલ રૂ. 40400 કરોડનું ઋણ ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage