બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં બીજા દિવસે તીવ્ર સુધારો, એશિયામાં અન્ડરટોન બુલીશ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 492 પોઈન્ટ્સના સુધારે 35719ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 3 ટકા અથવા 462 પોઈન્ટ્સ ઉછળી 15687ના સ્તરે બંદ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1.2 ટકા, કોરિયા 0.9 ટકા, તાઈવાન 0.7 ટકા, ચીન 0.8 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહયાં છે. જ્યારે હોંગ કોંગ 0.3 ટકાનો સુધારો દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 128 પોઈન્ટ્સની મજબૂતી સાથે 17339ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 17500નો અવરોધ છે જે પાર થશે તો 17600 અને 17800 સુધીના સુધારા સંભવ છે. 17000ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. માર્કેટમાં આરબીઆઈની પોલિસીને જોતાં મોટી વધ-ઘટની શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
• પોલીપ્લેક્સ કોર્પોરેશનની સબસિડિયરી પીટી પોલીપ્લેક્સ ફિલ્મ્સ ઈન્ડોનેશિયાએ પ્રતિ વર્ષ 60 હજાર ટનની ક્ષમતા સાથે 10.6 મીટર બીઓપીપી ફિલ્મનું ઉત્પાદન શરૂ કર્યું છે.
• એનએચસીપીએ ચમેરા-1 પાવર સ્ટેશનનું બિડિંગ પ્રોસેસ મારફતે મોનેટાઈઝેશન માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• હિંદુસ્તાન ઝીંકે 2021-22 માટે પ્રતિ શેર રૂ. 18ના ઈન્ટરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે.
• બ્રાઈટકોમ ગ્રૂપે વુચી મિડિયામાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યાં છે. કંપની મિડિયામિન્ટ બ્રાન્ડ નામ હેઠળ કામ કરે છે.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અબુધાબીની કંપની સાથે 2 અબજ ડોલરથી વધુના સંયુક્ત સાહસની રચના કરી છે. જેમાં તે ક્લોર-આલ્કલી, ઈથિલીન ડાયક્લોરાઈડ(ઈડીસી) અને પોલિવિનાઈલ ક્લોરાઈડ(પીવીસી) ઉત્પાદન સુવિધાની સ્થાપના કરશે.
• ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે 15 કરોડ ડોલર લોનના કરાર કર્યાં છે. જેનો લાભ હાઉસિંગ કંપનીઓને મળી શકે છે.
• કોલ ઈન્ડિયાએ નવેમ્બર મહિનામાં 6.78 કરોડ ટનનું ઉત્પાદન મેળવ્યું હતું.
• નેસ્લેએ પ્રોડક્શન લિંક્ડ સ્કીમ હેઠળ મંજૂરી મેળવી છે.
• ભારતે 15 વર્ષો બાદ આરબ દેશો ખાતે સુગર સપ્લાયર્સ તરીકે બ્રાઝિલનો પ્રથમ ક્રમ છીનવ્યો છે.
• ઈમેજિકા 17 ડિસેમ્બરથી તેના વોટર પાર્કને ફરીથી શરૂ કરશે.
• લાર્સન એન્ડ ટુબ્રોએ સાઉદી અરેબિયન ઓઈલ કંપની અરામકો સાથે સાઉદી અરેબિયામાં મેન્યૂફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે કરાર કર્યાં છે.
• ટેક્સમાકો રેઈલે રૂ. 164 કરોડના રાઈટ્સ ઈસ્યુ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોવાનું જણાવ્યું છે.
Market Opening 8 Dec 2021
December 08, 2021
