Market Opening 8 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

એશિયન બજારોમાં આગળ વધતો ઘટાડો
બુધવારે રાતે યુએસ ખાતે સુધારા વચ્ચે એશિયન બજારોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ખાસ કરી હોંગ કોંગ માર્કેટ 2 ટકા સુધીની નરમાઈ સૂચવે છે. જ્યારે જાપાન, કોરિયા, તાઈવાન અને સિંગાપુરના બજારો 0.7 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ચીનનું બજાર પણ 0.5 ટકા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 15839ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. ભારતીય બજારે બુધવારે આઉટપર્ફોર્મન્સ દર્શાવીને સર્વોચ્ચ સપાટી પર બંધ આપ્યું હતું. ગુરુવારે જો નિફ્ટી 15915ની ટોચ પર બંધ આપશે તો તેણે બ્રેકઆઉટ આપ્યો ગણાશે. જે સ્થિતિમાં તે 16000નું સ્તર પાર કરી જાય તેવું બને.
ક્રૂડમાં આગળ વધતી નરમાઈ
વૈશ્વિક ક્રૂડમાં ધીમી ગતિએ ઘટાડો આગળ વધી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાધારણ નરમાઈ સાતે 73.37 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જો તે 70 ડોલર નીચે જશે તો ઝડપી ઘટાડો સંભવ છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ગોલ્ડ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 4.35 ડોલરની નરમાઈએ 1798 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 1800 ડોલરને પાર કરી પરત ફર્યો છે. જોકે અન્ડરટોન મજબૂતીનો છે અને તેથી ગોલ્ડ એક નોંધપાત્ર સુધારા માટે તૈયાર હોવાનું જણાય છે.
મહત્વની હેડલાઈન્સ
• મોદી સરકારમાં નવા 43 કેન્દ્રિય પ્રધાનોએ શપથ લીધાં.
• મુંબઈ એરપોર્ટના રિફાઈનાન્સિંગ માટે અદાણી રૂ. 7500 કરોડની લોન લેશે.
• 7 જુલાઈ સુધીમાં દેશમાં ચાલુ ચોમાસામાં સામાન્ય કરતાં 5 ટકા ઓછો વરસાદ.
• દેશમાં વીજની માગ સર્વોચ્ચ સપાટી પર પહોંચી પરંતુ ટૂંક સમયમાં તેમાં ઘટાડાની શક્યતા.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે રૂ. 533 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 232 કરોડની વેચવાલી નોંધાવી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વિદેશી સંસ્થાઓએ રૂ. 1400 કરોડનું વેચાણ કર્યું.
• ભારતીય આઈટી ઉદ્યોગ 2021-22માં દ્વિઅંકી વૃદ્ધિ દર નોંધાવી તેવી શક્યતા.
• બજાજ હેલ્થકેરને કોવિડ ડ્રગ 2-ડીજી બનાવવા તથા તેના વેચાણ માટે મળેલું લાયસન્સ.
• એચડીએફસીએ હિંદુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશનમાં 2.46 ટકા હિસ્સાનું કરેલું વેચાણ.
• રાષ્ટ્રીય કેમિકલ્સે જણાવ્યું છે કે ગેસ પ્રાઈસિંગને લઈને ગેઈલ સાથેનો વિવાદ સેટલ થયો છે.
• ટાટા મોટર્સની પેટાકંપની જગુઆરે જણાવ્યું છે કે ચીપની અછતને કારણે તેઓ નવા લોંચિંગમાં વિલંબ નહિ થવા દે.
• ઉજ્જીવન ફાઈનાન્સિયલ સર્વિસિસમાં અબેરદિન ગ્લોબલે 10 લાખ શેર્સનું વેચાણ કર્યું છે

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage