Market Opening 8 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

 

નોન-સ્ટોપ વેચવાલી વચ્ચે ઘટાડો યથાવત

વૈશ્વિક બજારોમાં વેચવાલી અટકવાનું નામ નથી લઈ રહી. સોમવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 797 પોઈન્ટ્સ ગગડી 32817.38ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક 3.62 ટકા ગગડી 13 હજારની નીચે ઉતરી ગયો હતો. યુરોપ બજારોમાં 2 ટકા સુધી ઘટાડો જોવા મળતો હતો. આજે સવારે એશિયન માર્કેટ્સ દોઢ સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાન માર્કેટ 1.4 ટકા સાથે સૌથી વધુ ડાઉન છે. ચીનનું બજાર પણ એક ટકા ઘટાડો સૂચવે છે. જાપાન, હોંગ કોંગ, સિંગાપુરમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 99 પોઈન્ટ્સ ઘટાડા સાથે રૂ. 15744ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને સોમવારે 15711ના તળિયાનો એક સપોર્ટ ગણી શકાય. જેની નીચે તે વધુ ગગડી શકે છે. તેને 15100ના સ્તરે 20 મહિનાની મૂવીંગ એવરેજનો સપોર્ટ છે.

ક્રૂડમાં મજબૂતી યથાવત

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટવાનું નામ નથી લેતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 2.9 ડોલર મજબૂતી સાથે 126 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેણે સોમવારે 131 ડોલરની 2008 પછીની ટોચ દર્શાવી હતી. યૂક્રેન કટોકટી પાછળ ક્રૂડે એક સપ્તાહમાં 40 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

ગોલ્ડમાં થાક ખાતી તેજી

વૈશ્વિક ગોલ્ડના ભાવે સોમવારે 2007 ડોલરની દોઢ વર્ષોની ટોચ બનાવ્યાં બાદ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવે છે. તે 1980-2000 ડોલરની રેંજમાં ટ્રેડ થતાં જોવા મળ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડે 1975 ડોલરની સપાટી પાર કરતાં હવે તે 2070 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. ભારતીય બજારમાં સોનુ રૂ. 55000ની ટોચ પર પહોંચ્યું છે.

મહત્વની હેડલાઈન્સ

• કંપનીએ યુએસ માર્કેટ ખાતે પ્રથમવાર રેવલિમિડના જેનેરિક વર્ઝનને લોંચ કર્યું છે.

• જીઈ શીપીંગની પેટા કંપનીએ તેના 2010માં બનેલા આર-ક્લાસ પ્લેટફોર્મ સપ્લાય વેસેલ ગ્રેટશીપ રોહિણીને ભંગારમાં વેચવાનો કોન્ટ્રેક્ટ બનાવ્યો છે.

• ડેરી કંપનીએ રૂ. 55 કરોડ સુધીની એસેટ, બિઝનેસ અને પ્લાન્ટ મશીનરી ખરીદી માટેની મંજૂરી આપી છે.

• ફ્યુચર રિટેલના શેરધારકો અને ક્રેડિટર્સ 20-21 એપ્રિલના રોજ રિલાયન્સ ડિલને લઈને ચર્ચા માટે મળશે.

• મહા સીમલેસઃ પ્રમોટરે ઓપન માર્કેટમાંથી 98567 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.

• ગ્રાસિમમાં પ્રમોટરે બજારમાંથી 1.53 લાખ શેર્સ ખરીદ્યાં છે.

• એનએલસી ઈન્ડિયાએ 2021-22 માટે પ્રતિ શેર રૂ. 1.5ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

• સ્ટીલ કંપનીઓ માટે કોલ કોસ્ટ્સ ચાલુ ક્વાર્ટરમાં 15 ટકા જેટલી ઉછળવાની શક્યતાં છે.

• સન ટીવી નેટવર્સે પ્રતિ શેર રૂ. 5ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

• અમી ઓર્ગેનિક્સમાં ઈન્વેસ્ટર પ્લૂટુસ વેલ્થ મેનેજમેન્ટે 2 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.

• આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફે જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ન્યૂ બિઝનેસ પ્રિમિયમમાં 22.8 ટકા ઘટાડો નોંધાયો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage