કન્ટેન્ટ ફોર બ્લોગ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં નરમાઈ પાછળ એશિયા નરમ
સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 148 પોઈન્ટસના ઘટાડે 30070 પર બંધ રહ્યો હતો. જેની અસરે એશિયન બજારો સતત બીજા દિવસે રેડ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીન સહિતના બજારો એક ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યાં છે. કોરિયા અને જાપાન જેવા બજારો ચાલુ કેલેન્ડરમાં આઉટપર્ફોર્મર રહ્યાં છે અને તેથી તેમાં કરેક્શન સ્વાભાવિક છે.
SGX નિફ્ટી સાધારણ નરમ
સિંગાપુર નિફ્ટી 7 પોઈન્ટ્સના ઘટાડે 13414 પર ટ્રેડ કરી રહ્યો છે. જે ફ્લેટ ઓપનીંગ દર્શાવે છે. એટલેકે સ્થાનિક બજારમાં નિફ્ટી ફ્યુચર્સ આ સ્તરની આસપાસ ખૂલી શકે છે. 13400ના સ્તરે કેશ નિફ્ટીને એક અવરોધ નડે છે. જોકે બજારમાં મોમેન્ટમ ઈન્ટેક્ટ છે અને તેથી ટ્રેન્ડ રિવર્સલની શક્યતા નથી જણાતી.
ક્રૂડમાં કોન્સોલિડેશન
બ્રેન્ટ ક્રૂડમાં 47-49ની રેંજમાં અવરોધ જોવા મળી રહ્યો છે. લગભગ સપ્તાહથી આ રેંજમાં અથડાઈ રહ્યું છે. જોકે તેમાં બ્રેકઆઉટની શક્યતા ઊંચી છે. જો તે 50 ડોલર પાર કરશે તો 55 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં નવેમ્બરમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે.
· ઈન્ટરેસ્ટ વેઈવર એટલેકે વ્યાજ માફીના કેસ પર સુપ્રીમ કોર્ટ 8 ડિસેમ્બરે સુનાવણી ફરી શરૂ કરશે.
· ટાટા-મિસ્ત્રી કેસની સુનાવણી પણ 8 ડિસેમ્બરથી પુનઃ શરૂ થશે.
· 113 અબજ ડોલરનું ટાટા સામ્રાજ્ય એરલાઈન્સને લઈને મહત્વના નિર્ણય લેવા જઈ રહ્યું છે. જાહેર ક્ષેત્રની એર ઈન્ડિયાની ખરીદી તેને મોટુ કદ પુરું પાડી શકે છએ.
· જેટ એરવેઝ 2021 ઉનાળાથી તેની સેવા પુનઃ શરૂ કરશે.
· ફ્રેન્કલીનના રેઝોલ્યુશન પ્લાન પર 26-28 ડિસેમ્બરે વોટિંગ યોજાશે. જો પ્લાન નિષ્ફળ જશે તો રોકાણકારોએ તેમના નાણા ગુમાવવાનું બની શકે છે.
· વૈશ્વિક ફંડ્સે સોમવારે કેશ સેગમેન્ટમાં 3790 કરોડની ખરીદી નોંધાવી હતી.
· સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 2770 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· ભારત બંધના એલાનમાં બેંકર્સ ભાગ નહિ લે.
· વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મે મહિનામાં સિંગાપુર ખાતે યોજાશે.
· કેનેરા બેંકે ક્યૂઆઈપીને મંજૂરી આપી છે. જે માટે રૂ. 103.50 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો છે.
· એનબીસીસી ઈન્ડિયાએ નવેમ્બરમાં રૂ. 325 કરોડનો બિઝનેસ મેળવ્યો છે.
· એનટીપીસે ભોપાલની આઈઆઈએફએમ સાથે નર્મદા લેન્ડસ્કેપ રિસ્ટોરેશન પ્રોજેક્ટ સાઈન કર્યો છે.
· ટાઈટન કંપની સ્વીસ યુનિટ ફેવરે લ્યૂબાની કામગીરીનું કદ ઘટાડવા ઈચ્છી રહી છે.
· આલ્કેમ લેબે તેની પેઈનકિલર મોરફિન સલ્ફેટ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.
· એન. ચંદ્રાએ ટાટા પાવરના 5 લાખ શેર્સ ખરીદ્યાં છે.
· ટાટા સન્સે ટાટા મોટર્સના 22 લાખ શેર્સ ખરીદ્યાં છે.
· એમરલેન્ડે એસ્ટ્રા માઈક્રોના 4.35 લાખ શેર્સની ખરીદી કરી છે.