બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત એશિયન બજારોમાં નરમાઈ
સોમવારની રજા બાદ મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 269 પોઈન્ટ્સની નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. જાપાન, ચીન અને હોંગ કોંગને બાદ કરતાં સિંગાપુર, તાઈવાન અને કોરિયા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ચીનનું બજાર તેની છેલ્લાં બે-ત્રણ વર્ષોની ટોચથી 40 પોઈન્ટસ છેટે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 56 પોઈન્ટ્સના સુધારા સાથે 17435 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. મંગળવારે નિફ્ટીએ 17437ની ટોચ દર્શાવ્યાં બાદ 17362ના સ્તરે બંધ આપ્યું હતું. આમ આજે પણ ગેપ-અપ ઓપનીંગના કિસ્સામાં તે 17430ના સ્તર આસપાસ ટ્રેડ દર્શાવી શકે છે. જોકે આ સ્તરે તેને અવરોધ નડી રહ્યો છે અને તેથી તે કરેક્શન અથવા કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ ફરી એકવાર સાંકડી રેંજમાં અથડાઈ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે 71.75 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા સપ્તાહથી તે લગભગ 70-73 ડોલરની રેંજમાં અથડાય છે. જો તે 73 ડોલરની સપાટી પર ટકશે તો જુલાઈની 77 ડોલરની ટોચને ફરી સ્પર્શ કરી શકે છે.
ગોલ્ડમાં ઊંચા સ્તરે વેચવાલી
સતત ત્રણ દિવસો સુધી 1830 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવ્યાં બાદ મંગળવારે સોનુ 1800 ડોલર પર પટકાયું હતું. આમ 1830 ડોલરનું સ્તર પાર કરવું તેના માટે એક પડકાર બની રહ્યો છે. આજે સવારે તે 3 ડોલરના સુધારે 1801 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. સોનામાં 1800 ડોલર મહત્વનું સાયકોલોજિકલ લેવલ છે અને આગામી દિવસોમાં સુધારા માટે તેનું ટકવું જરૂરી છે.
મહત્વની હેડલાઈન્સ
- અદાણી, ટાટાની ખરીદી ઘટતાં દેશની કોલની આયાતમાં ઘટાડો નોંધાયો.
- આરબીઆઈએ કાર્ડ-ઓન-ફાઈલ ટોકેનાઈઝેશન સર્વિસિઝની મંજૂરી આપી.
- સરકારના એસેટ લિઝિંગ પ્લાન સામે જમણેરી લેબર યુનિયનનો વિરોધ.
- સેબીએ આગામી જાન્યુઆરીથી ટીપ્લસ1 સેટલમેન્ટ સાઈકલ માટેની છૂટ આપી.
- માર્કેટ રેગ્યુલેટરે કરન્સી ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ માટેની પોઝીશન લિમિટ્સમાં સુધારો કર્યો.
- ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં સતત બીજા સપ્તાહે 2.24 અબજ ડોલરની વૃદ્ધિ.
- મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 145 કરોડની વેચવાલી દર્શાવી હતી.
- સ્થાનિક ફંડ્સે પણ મંગળવારે બજારમાં રૂ. 137 કરોડનું વેચાણ કર્યું હતું.
- વિદેશી સંસ્થાઓએ મંગળવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 1280 કરોડની ખરીદી દર્શાવી હતી.
- સરકાર મેનમેડ ફાઈબર અને ટેકનિકલ ટેક્સટાઈક્સ માટે આજે પીએલઆઈ સ્કિમને મંજૂર કરશે.
- કોલ ઈન્ડિયાની પાંખ એમસીએલે પાવર પ્લાન્ટ્સને 85 રેક્સનો કોલ સપ્લાય કર્યો.
- સરકારે લશ્કરી પાંખને ખરીદી માટે નાણાકિય સત્તામાં વૃદ્ધિને મંજૂરી આપી.
- સાઈટિયસે ડો. રેડ્ડીઝ લેબોરેટકીઝના ઓન્કોલોજી ઈમ્યુનોથેરાપી માટેના લાયસન્સની ખરીદી કરી.
- ઈઆઈડી પેરી આંધ્ર પ્રદેશ ખાતે 120 કિલો લીટર પ્રતિ દિવસની ક્ષમતા સાથેના ડિસ્ટીલરી પ્લાન્ટની સ્થાપના કરશે.
- ઈન્ડિયા રિસર્જન્સ ફંડ અને બેઈન કેપિટલ સેટકો ગ્રૂપમાં રૂ. 615 કરોડનું રોકાણ કરશે.
- ટીવીએસ મોટરે સાઉથ આફ્રિકામાં વિસ્તરણ કર્યું. તેણે ઈટીજી લોજિસ્ટીક્સને આફ્રિકામાં નવા ડિસ્ટ્રીબ્યુટર તરીકે નીમ્યાં.
- વિપ્રોએ મેનેજ્ડ સિક્યૂરિટી સર્વિસિઝ પૂરી પાડવા માટે સિક્યોરોનિક્સ સાથે ભાગીદારી કરી.