Market Opening 9 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં મજબૂતી છતાં એશિયન બજારોમાં નરમાઈ

ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 57 પોઈન્ટ્સના સુધારે 33504ની ટોચ પર જ બંધ આવ્યો હતો. જોકે સપ્તાહના અંતિમ દિવસે એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. એકમાત્ર જાપાનનો નિક્કાઈ 0.37 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય સિંગાપુર 0.07 ટકા, હોંગ કોંગ 0.74 ટકા, તાઈવાન 0.17 ટકા, કોરિયા 0.23 ટકા અને શાંઘાઈ 0.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 52 પોઈન્ટ્સ નરમાઈ સાથે 14895 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ડલ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી સતત બે દિવસથી 14900 પર બંધ રહેવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. જોકે લાર્જ-કેપ્સને બાદ કરતાં બ્રોડ માર્કેટમાં સારી ખરીદી જોવા મળી રહી છે. સ્મોલ-કેપ સૌથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં છે.

ક્રૂડ હજુ પણ સાંકડી રેંજમાં

વૈશ્વિક ક્રૂડના ભાવ રેંજ બાઉન્ડ બન્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 62-64 ડોલરની રેંજમાં ભરાઈ પડ્યો છે. આજે સવારે તે 63.16 ડોલર પર ફ્લેટ ટ્રેડિંગ દર્શાવી રહ્યો છે. કોવિડ કેસિસમાં વૃદ્ધિ છતાં તેના પર કોઈ નેગેટિવ અસર જોવા મળી રહી નથી. કેમકે ક્યાંય સખત લોકડાઉનની શક્યતા નથી. ઉપરાંત આઈએમએફે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં સુધારો કર્યો છે. આમ ક્રૂડમાં સેન્ટિમેન્ટ મજબૂત ટકેલું છે.

ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં સારી ખરીદી જોવા મળી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે 1758 ડોલર સુધી ઉછળી ગયો હતો. અત્યારે તે 6 ડોલર નરમાઈ સાથે 1752 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે પણ સોનું રૂ. 469ના સુધારે રૂ. 46831ની તાજેતરની ટોચ પર ટ્રેડ થયું હતું. સિલ્વર વાયદો પણ રૂ. 784ના સુધારે રૂ. 67418 પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી 25 ડોલરને પાર કરી ગઈ હતી.

મહત્વની હેડલાઈન્સ

· એકવાર યુએસના પ્રતિબંધો હળવા થશે ત્યારબાદ ભારત ઈરાન પાસેથી ક્રૂડ ખરીદશે.

· રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર્સ સેબીએ લાગુ પાડેલી પેનલ્ટી સામે અપીલ કરશે.

· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 111 કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક ફંડ્સે પણ બજારમાં રૂ. 553 કરોડની ખરીદી કરી હતી.

· હિંદાલ્કોની સબસિડિયરી નોવેલીસ 2050 સુધીમાં ઝીરો કાર્બન એમિશન હાંસલ કરશે.

· ઈન્ફોસિસે સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલ પાસેથી આઈટી સર્વિસિસ ડીલ મેળવ્યું છે.

· જયપ્રકાશ એસોસિએટ્સે જણાવ્યું છે કે તેનું કુલ ઋણ રૂ. 26100 કરોડ છે.

· સિએટ ટાયર્સમોર ઓનલાઈનમાં વધુ 3.47 ટકા હિસ્સો ખરીદશે.

· થાયરોકેર ટેક્નોલોજિસના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર તરીકેથી અરિંદમ હાલદારે રાજીનામું આપ્યું છે.

· એ2ઝેડ ઈન્ફ્રાઃ જાણીતા રોકાણકાર શંકર શર્માએ રૂ. 4.35 પ્રતિ શેરના ભાવે કંપનીના 12,13,091 શેર્સનું વેચાણ કર્યું છે.

· માર્કેટ એક્સેસ 3-ઔબ્રેય ગ્લોબલ ઈમર્જિંગ માર્કેટ્સ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે કંપનીના 30.8 લાખ શેર્સ રૂ. 192.7 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage