Market Opening 9 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારો પર મંદીવાળાઓની પકડ
સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારો 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 260 પોઈન્ટ્સના ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ આજે સવારે જાપાન 2.25 ટકા, કોરિયન બજાર 1.75 ટકા, તાઈવાન 1.07 ટકા અને ચીન 0.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ અને સિંગાપુરના બજારો તેમના તળિયાના સ્તરો પરથી બાઉન્સ થઈ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 44 પોઈન્ટ્સની નરમાઈ સાથે 15666ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જૂ સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 15670નો સપોર્ટ ખૂબ મહત્વનો છે. બેન્ચમાર્ક આ સપાટી જાળવી રાખે ત્યાં સુધી લોંગ પોઝીશન જાળવવી જોઈએ. આ સપાટી નીચે માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલની શક્યતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો અટક્યો છે. મંગળવારે 78 ડોલરની ટોચ બનાવી 73 ડોલર સુધી ગગડ્યાં બાદ હાલમાં તે 74 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ક્રૂડ 70 ડોલર નીચે જશે તો વધુ ઘટાડો દર્શાવશે. જ્યારે 78 ડોલર પાર કરશે તો 80 ડોલર સુધીના લેવલ દર્શાવી શકે છે.
કિંમતી ધાતુઓમાં મજબૂતી
વૈશ્વિક બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ વચ્ચે સોનામાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ સવારે 6 ડોલર મજબૂતી સાથે 1806 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. તે 1800 ડોલર પર ટકશે તો નવો ટાર્ગેટ 1900 ડોલરનો છે. ગોલ્ડમાં ઝડપી સુધારાની શક્યતા છે. જોકે ચાંદીમાં મજબૂતીનો અભાવ જોવા મળી રહ્યો છે અને કોમેક્સ ખાતે તે 26 ડોલરની નીચે 25.98 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે. બેઝ મેટલ્સમાં નરમાઈ આ માટેનું મુખ્ય કારણ છે.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા કન્સલ્ટન્સીએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 9001 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપની રૂ. 9379 કરોડના અંદાજને હાંસલ કરી શકી નથી. કંપનીની આવક વાર્ષિક ધોરણે 19 ટકા વધી રૂ. 45400 કરોડ રહી હતી. તેમણે પ્રતિ શેર રૂ. 7નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
• ટીસીએસના સીઈઓના મતે કંપની 2021-22માં દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવશે.
• આરબીઆઈએ બેંક્સને જણાવ્યું છે કે તે લાઈબોરના સ્વીકૃત વિકલ્પનો ઉપયોગ કરે.
• ટ્વિટરે ભારતના ઈન્ટરનેટ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની આપેલી ખાતરી.
• સપ્લાયની સ્થિતિ સુધરતાં રો સુગરના ભાવ એક સપ્તાહના તળિયા પર પહોંચ્યાં.
• યુએસડીએના મતે વધતી માગને કારણે ભારતમાં કોટનનું ઉત્પાદન વધશે.
• 8 જુલાઈ સુધીમાં ભારતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 5 ટકા નીચું જોવા મળ્યું.
• ભારતીય શેરબજારમાં જૂન મહિના દરમિયાન ઈનફ્લો 40 ટકા ઘટી રૂ. 6000 રોડ જોવા મળ્યો.
• ગુરુવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 555 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે પણ ગુરુવારે રૂ. 949 કરોડનું દર્શાવેલું વેચાણ.
• વિદેશી સંસ્થાઓએ ગુરુવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 259 કરોડની કરેલી ખરીદી.
• અબાન ઓફશોરે જણાવ્યું છે કે તેણે પીએનબી પાસેથી એસેટ્સ પઝેશન માટેની નોટિસ મેળવી છે.
• ભારત ડાયનેમિક્સે આકાશ મિસાઈલ સપ્લાય માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
• સીડીએસએલે 4 કરોડ ડિમેટ એકાઉન્ટ્સના સીમાચિહ્નને હાંસલ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage